ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ડો.આંબેડકર પરના નિવેદનને લઈને કર્ણાટકના સીએમે તેમની આકટી ટીકા કરે છે. જાણો બીજું શું કહ્યું.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બંધારણ ધડવૈયા ડૉ. આંબેડકર વિશેના કથિત નિવેદન મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આકરી ટીકા કરી છે. સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે જો આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ‘ભંગાર વેચનારા’ બની ગયા હોત. સિદ્ધારમૈયાએ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને પણ આડે હાથ લીધા હતા. ધનખડ વિશે તેમણે કહ્યું કે જો રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ ખરેખર બંધારણ અંતર્ગત કામ કરતા હોય તો તેમણે શાહને તરત જ ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ.
આ મામલે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના હોબાળા વચ્ચે વિધાનસભામાં વિગતવાર નિવેદન વાંચતા, સિદ્ધારમૈયાએ કહ્યું કે, “બાબા સાહેબ આંબેડકર વિશે ગૃહપ્રધાન દ્વારા બોલવામાં આવેલા "અપમાનજનક" શબ્દો સમગ્ર દેશે સાંભળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, "હવે એક ફેશન બની ગઈ છે... આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર. આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત.”
વિપક્ષી નેતાઓએ આ નિવેદને લઈને અમિત શાહની ટીકા કરી છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે શાહે જે કહ્યું તેમાં આશ્ચર્યજનક કંઈ નથી. કેમ કે, ભાજપ અને (રાષ્ટ્રીય સ્વયંસેવક) સંઘ પરિવારના નેતાઓના મનમાં જે કંઈ ચાલી રહ્યું હતું તે હવે ખુલીને સામે આવ્યું છે.
સિદ્ધારમૈયાએ કહ્યું, "સૌથી પહેલા હું તમને (અમિત શાહ)ને અભિનંદન આપું છું કે તમે બાબા સાહેબ આંબેડકર વિશે ભારતીય જનતા પાર્ટીના આંતરિક મતને ખુલ્લેઆમ અને હિંમતપૂર્વક દેશ સમક્ષ મૂક્યો અને અંતે સાચું બોલી ગયા." તેમણે કહ્યું કે, “જો બંધારણ ન હોત, તો શાહ દેશના ગૃહમંત્રી ન હોત, પરંતુ તેમના ગામમાં "ભંગાર વેચનાર" હોત.”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેણે રાજ્યસભામાં બાબાસાહેબ આંબેડકર પરના તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરી સમાજમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે ચર્ચા દરમિયાન સત્તાધારી પક્ષના સભ્યોએ કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયાના વારંવાર કરવામાં આવેલા અપમાનની પોલ ખોલી નાખી હતી.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “જ્યાં સુધી આ લેખિત બંધારણ અમલમાં નહોતું આવ્યું ત્યાં સુધી ભારતીય સમાજમાં ‘મનુસ્મૃતિ’ હતી, જેણે જાતિ અને લિંગ ભેદભાવને કાયદો બનાવી દીધો હતો. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની આશા રાખતા ડૉ.આંબેડકરે માત્ર બંધારણ જ નહોતું આપ્યું પરંતુ તેમણે એ અલિખિત બંધારણ 'મનુસ્મૃતિ'ને પણ બાળી નાખ્યું હતું જે અત્યાર સુધી અમલમાં હતું.'' તેમણે કહ્યું કે 25 ડિસેમ્બર, 1927ના રોજ આંબેડકરે જાહેરમાં 'મનુસ્મૃતિ' સળગાવી અને 22 વર્ષ પછી નવું બંધારણ બનાવ્યું.
આ પણ વાંચો: ભારતના બંધારણ પર RSS અને તેના સ્થાપકો શું માનતા હતા?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
નાનજીભાઈ. ખેમા ભાઇ મકવાણાજયભિમ
-
નાનજીભાઈ. ખેમા ભાઇ મકવાણાજયભિમ