હવે લાઇસન્સ માટે RTO ના ધક્કામાંથી મુક્તિ, ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે

લર્નિંગ લાયન્સ માટે હવે નાગરિકોએ આરટીઓના ધક્કા નહીં ખાવા પડે, કાચા લાયસન્સની પરીક્ષા ઓનલાઈન આપી શકાશે.

હવે લાઇસન્સ માટે RTO ના ધક્કામાંથી મુક્તિ, ઘરે બેઠા પરીક્ષા આપી શકાશે
image credit - Google images

સામાન્ય માણસ માટે આજના ભાગદોડભર્યા જીવનમાં સમય કાઢીને આરટીઓ કચેરીએ જઈ લર્નિંગ લાયસન્સ કઢાવવું ભારે મુશ્કેલ બનતું જાય છે. ખાસ કરીને મોટા શહેરોમાં તેના માટે લાંબી લાઈનો લાગે છે અને દિવસો પણ બગડતા હોય છે. અમદાવાદ શહેરમાં લોકોને લર્નિંગ લાઇસન્સ બનાવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. ઘણાં લોકોને તો 3-4 મહિના પછીની તારીખો આપાવમાં આવે છે. જોકે, હવે આ સમસ્યાનું સમાધાન મળી ગયું છે. લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે નાગરિકોએ હવે ધક્કા ખાવાની જરૂર નથી, પરંતુ ઘરે બેઠા જ લર્નિંગ એટલે કે કાચા લાઇસન્સની પરીક્ષા આપી શકાશે.

અરજી કેવી રીતે કરશો? 

નવી સિસ્ટમમાં મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા હવે લોકો ઓનલાઈન જ પરીક્ષા આપી શકશે. ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ માટે parivahan.gov.in પર અરજી કરવી પડશે. જેના માટે તમારે રજિસ્ટ્રેશન કરાવી ફી ભરવાની રહેશે. રજિસ્ટ્રેશન ફી ભરતાની સાથે જ પરીક્ષાની તારીખ જનરેટ થશે. પરીક્ષામાં પૂછાતા 15 સવાલમાંથી 9 સવાલ સાચા હોવા જરૂરી છે. 9 સવાલોના સાચા જવાબ આપતા જ લર્નિંગ લાઇસન્સ જનરેટ થઈ જશે. આ સિવાય ITI અને WIAA સંસ્થામાં તો લાઇસન્સ પ્રક્રિયા ચાલુ જ રહેશે.

નવા નિયમ હેઠળ દંડ પણ વધ્યો

આરટીઓના આ નવા પરિવહન નિયમ 1 જૂન, 2024 થી લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ હેઠળ, 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિને ડ્રાઇવિંગ માટે 25 હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. જ્યારે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે દંડની રકમ 1000 થી 2000 રૂપિયાની વચ્ચે જ છે. આ સિવાય નવા નિયમ હેઠળ 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ ગાડી ચલાવશે તો ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવામાં આવશે અને 25 વર્ષ સુધી નવું લાઇસન્સ આપવામાં નહીં આવે.

આ પણ વાંચો: દવાખાનાના કામમાં કોઈ પાસે હાથ ન લંબાવવો હોય તો આ કાર્ડ કઢાવી લો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.