ગુજરાતમાં PMJAY યોજનાની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે

સર્વર ડાઉન સહિતના પ્રશ્ને દર્દીઓ ઓપરેશનની તારીખો માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. જવાબદારોને સજા કરવી જોઈએ તેવી માંગ.

ગુજરાતમાં PMJAY યોજનાની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે

ગુજરાતમાં પીએમજેએવાય યોજનાની સિસ્ટમ ક્રેશ થઈ હોવાનો આક્ષેપ રાજ્યસભાનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યો છે. એટલું જ નહીં પીએમજેએવાય કાર્યરત નથી તેના માટે જવાબદારોને સજા કરવાની પણ ગોહિલે માંગણી કરી છે.  

રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક વિડિયોના માધ્યમથી પ્રધાનમંત્રીએ જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) અંગે નિવેદન કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, શ્રી શ્રી પ્રધાનમંત્રી હકીકત એ છે કે, ગુજરાતમાં હજારો દર્દીઓ તેમના ઓપરેશનની તારીખોની "પ્રતીક્ષા" કરી રહ્યા છે. કારણ કે પીએમજેએવાયની સિસ્ટમ ક્રેશ થઈ ગઈ છે.

સારવાર પ્રક્રિયામાં પ્રવેશ, મંજૂરી માટેનો દાવો સબમિટ કરવો (પીએમજેએવાય) યોજનામાં હોસ્પિટલ દ્વારા સબમિશન, સત્તાવાળાઓ દ્વારા મંજૂરી આપવી અને પછી સારવાર પ્રક્રિયા, જેમ કે એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી સ્ટેન્ટીંગ અથવા કોરોનરી બાયપાસ સર્જરી અને અન્ય ઓપન સર્જરીનો સમાવેશ થાય છે.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, સિસ્ટમ ડાઉન હોવાને કારણે, હોસ્પિટલો દાવાઓ/દરખાસ્તો અને જરૂરી તપાસ અહેવાલ અધિકારીઓને પૂર્વ મંજૂરી માટે સબમિટ કરવામાં અસમર્થ છે, જે સબમિટ કરવી ફરજિયાત છે.

તેથી, નિર્ણાયક કામગીરી સ્થગિત કરાઇ રહી છે. ઘણા દર્દીઓને તમારા અંગૂઠાની છાપ મેચ થતી નથી અને આના જેવી અપ્રસ્તુત બાબતો જેવા લંગડા બહાના અપાય છે. ઓપરેશન સમયસર નહીં થવાથી કોઈના જીવ જશે અથવા આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી થશે તેના માટે જવાબદાર કોણ? તેવો સવાલ પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની આ ભૂલ ગુનાહિત બેદરકારી છે. જો સરવર ડાઉન હોય તો ઓનલાઇન કર્યા વગર સારવાર આપી દેવી જોઈએ અને ત્યાર પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા હોસ્પિટલને મંજૂરી આપી દેવી જોઈએ.

સરકારે સ્વીકારવું જોઈએ કે પીએમજેએવાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યરત નથી અને તેના માટે જવાબદારોને સજા કરવી જોઈએ. તંત્રના કારણે દર્દીઓએ શા માટે સહન કરવું જોઈએ?

આ પણ વાંચો: Skill India પાછળ કરોડો ખર્ચ્યા બાદ પણ દેશમાં 83 ટકા યુવાનો બેરોજગાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.