Indoreમાં વાલ્મિકી સમાજની ડોક્ટર દીકરીને નથી મળી રહ્યું ઘરઃ પહેલાં આવકાર મળે, જાતિ જાણ્યાં બાદ મળે જાકારો! 

Indoreમાં વાલ્મિકી સમાજની ડોક્ટર દીકરીને નથી મળી રહ્યું ઘરઃ પહેલાં આવકાર મળે, જાતિ જાણ્યાં બાદ મળે જાકારો! 

જાતિવાદનો ડંખ આજેપણ એટલો જ વ્યાપ્ત છે તેનું વધુ એક ઉદાહરણ મધ્યપ્રદેશમાંથી સામે આવ્યું છે. અહીંના દમોહ શહેરમાં એક સફાઈ કામદારા માતાપિતાની સરકારી ડૉક્ટર દીકરીને ઘર નથી મળી રહ્યું, કારણ કે તે દલિત સમાજમાંથી આવે છે. તે જ્યાં પણ ઘર બાબતે પૂછવા જાય છે ત્યાં ડોક્ટર જાણીને લોકો પહેલા તો તેને આવકાર આપે છે, પણ જેવી તે પોતાની અટક અને જાતિ જણાવે છે, એ સાથે જ મકાન માલિક મકાન ભાડે આપવામાં ગલ્લાંતલ્લાં કરવા લાગે છે. આ ઘટના કોઈ બીજી વ્યક્તિ સાથે નહીં પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં પીએચડી કરી રહેલી અને ડો. બાબાસાહેબનું નામ રોશન કરનાર જાણીતી એક્ટિવિસ્ટ રોહિણી ઘાવરીની બહેન કોમલ ઘાવરીની છે.

ઈન્દોરની રહેવાસી કોમલ ઘાવરીએ જણાવ્યું કે 6 મહિના પહેલા હું દમોહની જિલ્લા હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં નોકરી કરતી હતી ત્યારે અહીંના વસુંધરા નગરમાં મને પહેલું ઘર મળ્યું હતું. બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ મારે રૂમ ખાલી કરવો પડ્યો. મકાનમાલિકનો કૂતરો મને કરડ્યો. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો ત્યારે તેઓ મારી સાથે લડવા લાગ્યા. ધીમે ધીમે ટેન્શન વધતું ગયું એટલે હું ઘર છોડીને સંબંધીના ઘરે રહેવા ગઈ. એ પછી મેં નવું ઘર શોધવાનું શરૂ કર્યું.

 

કોમલની શોધ જો કે હજુ પુરી નથી થઈ. મહિલા તબીબ જિલ્લા હોસ્પિટલ પાસે ઘર શોધી રહી છે. વિદ્યા નગર, વિજય નગર, સુરેખા કોલોનીમાં જઈને પૂછપરછ કરી હતી. પહેલા બધા તેને 'દીકરી'ની જેમ બેસાડે છે, પછી વાતચીત દરમિયાન તેની અટક અને જાતિ વિશે પૂછે છે. કોમલ કહે છે, 'હું વાલ્મીકિ સમાજમાંથી આવું છું એવું તેમને કહું કે તરત જ તેઓ ઘર આપવાની અનિચ્છા બતાવવા લાગે છે. કોઈ કહે છે રૂમ ખાલી નથી કોઈ કહે છે કે તેઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં આપી શકશે. આ એ જ લોકો છે જેમણે 'મકાન ભાડે આપવાનું છે' એવા બોર્ડ લગાવ્યા છે. કેટલીક જગ્યાઓ એવી હતી જ્યાં મારી ખાવાની આદતો વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હું 6 મહિનાથી બુંદેલખંડના આ વિસ્તારમાં છું. અહીં જાતિવાદ ઘણો છે. જાતિ અને અટક પૂછવું સામાન્ય છે.'

'હૉસ્પિટલમાં આવતા લોકો સાથે થોડી વાતચીત કરીએ તો પણ તેઓ સીધું જ પૂછે છે - 'ડૉક્ટર સાહેબ તમે કઈ જાતિના છો?' આવા વર્તનથી નિરાશ છું. મારી માતાને ફોન કરીને ખૂબ રડી કે અમે બહેનો શિક્ષણ મેળવીને સારા સ્થાને પહોંચી છીએ, પરંતુ જ્ઞાતિ-ઉચ્ચ-નીચના પ્રશ્ને આજ સુધી અમને છોડ્યા નથી.

 મોટી બહેન રોહિણી ઘાવરીએ સ્વિત્ઝર્લેન્ડથી અવાજ ઉઠાવ્યો

કોમલની મોટી બહેન રોહિણી ઘાવરી સ્વિત્ઝરલેન્ડમાં પીએચડી કરી રહી છે. માત્ર સ્કોલરશીપ (એક કરોડ રૂપિયા) પર અભ્યાસ કરવા ગઈ છે. તેણે જ ફેસબુક પર પોસ્ટ કરીને તેની બહેનની સમસ્યા વિશે જણાવ્યું અને મદદ માંગી. ઈન્દોરમાં એમના પરિવારે મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે તમારા રાજ્યની એક લાડલીને જાતિના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, કૃપા કરીને મદદ કરો!

 માતા ઈન્દોરમાં સફાઈ કામદાર છે

કોમલની માતા નૂતન ગૌરી ઈન્દોરમાં સફાઈ કર્મચારી છે. સૌથી મોટી દીકરી રોહિણી સ્વિત્ઝર્લેન્ડમાં અભ્યાસ કરે છે. એનાથી નાની કોમલ સરકારી ડોક્ટર બની છે. ત્રીજી દીકરી કાયદાનો અભ્યાસ કરે છે. નાનો ભાઈ આઈઆઈટીની તૈયારી કરી રહ્યો છે. પિતા શિવ ઘાવરી સામાજિક કાર્યકર છે. આટલા પ્રતિષ્ઠિત પરિવારની ડોક્ટર દીકરીને પણ પ્રગતિશીલ ગણાતા ઈન્દોર શહેરમાં ઘર નથી મળી રહ્યું તો વિચારો અન્ય પછાત, ધર્માંધ શહેરો અને ગામડાઓમાં શું સ્થિતિ હશે?

આ પણ વાંચો:બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.