ચિત્તા કૉરિડોર બનાવવા આદિવાસીઓના 11 ગામો ખાલી કરાવાયા
મધ્યપ્રદેશ સરકારે કૂનો નેશનલ પાર્ક ખાતે ચિત્તા માટે કૉરિડોર બનાવવા આદિવાસીઓના 11 ગામોને ખાલી કરાવી દીધાં છે.
11 tribal villages were vacated to make the leopard corridor : મધ્યપ્રદેશ સરકારે (MP Govt.) ચિત્તાના સુરક્ષિત રહેઠાણ અને સંરક્ષણ માટે અહીંના કૂનો પાલપુર નેશનલ પાર્ક (Kuno Palpur National Park) માંથી આદિવાસી (Tribal) સમાજ (Community)ની બહુમતી ધરાવતા 11 ગામો (11 Villages)ને ખાલી કરાવી (Vacated) દીધા છે.
આ એ જ નેશનલ પાર્ક છે, જ્યાં અગાઉ ગુજરાતમાંથી કેટલાક સિંહોને વસવાટ માટે લઈ જવામાં આવ્યા હતા. આ ગામોની જમીન હવે નેશનલ પાર્કનો હિસ્સો બની ગઈ છે અને તેને ફોરેસ્ટ રિઝર્વ (Forest Reserve) તરીકે જાહેર કરવામાં આવી છે. કુનોમાં આવેલા 18 ગામોને ધીમે-ધીમે ખાલી કરાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અત્યાર સુધીમાં 11 ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને બાકીના ગામોને પણ ટૂંક સમયમાં ખાલી કરાવવાની યોજના છે. આ ગામોના બદલામાં સરકારે તેમને બીજી જગ્યાએ 3,720.9 હેક્ટર જમીન આપી છે. જો કે, આ મામલે કેટલાક ગ્રામજનો વચ્ચે આંતરિક વિખવાદ પણ છે.
ચિત્તાના વસવાટ માટે આદિવાસીઓને ખસેડાયા
ચિત્તાના કુદરતી વસવાટને વિસ્તારવા માટે આ ગામોની જમીનને રક્ષિત જંગલ જાહેર કરવામાં આવી છે. ચિત્તાના લાંબા ગાળાના સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી તેમના માટે સલામત અને અવિરત વન વિસ્તાર પ્રદાન કરી શકાય. સરકારની યોજના અનુસાર, ચિત્તાઓનો વસવાટ માત્ર કુનો પૂરતો મર્યાદિત રહેશે નહીં, પરંતુ તેમને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની સરહદો સુધી ફરવા માટે પૂરતો જંગલ વિસ્તાર આપવામાં આવશે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે, ત્રણ રાજ્યો વચ્ચે ચિતા કોરિડોર વિકસાવવાની યોજનાઓ ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ કે, પ્રાણીઓ માટે થઈને અહીં વર્ષોથી વસતા આદિવાસીઓને ખસેડવામાં આવી રહ્યાં છે.
જંગલ વિસ્તારની ઘોષણા
કુનો નેશનલ પાર્કની અંદર આવેલા 18 ગામોમાંથી અત્યાર સુધીમાં જે 11 ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે તેમાં બરેડ, લાદર, પાંડરી, ખજૂરી (ખજુરી કલાં અને ખજુરી ખુર્દ), પૈરા, પાલપુર, જાખોદ, મેઘપુરા અને બસંતપુરા જેવા ગામોનો સમાવેશ થાય છે. આ તમામ ગામોની કુલ જમીન 1,854.932 હેક્ટર છે, જેને હવે જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, બાકીના ગામોને પણ ટૂંક સમયમાં દૂર કરીને ફોરેસ્ટ બ્લોક તરીકે જાહેર કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય આ સંરક્ષિત જંગલ વિસ્તારોમાં દીપડાઓ માટે એક આદર્શ વાતાવરણ ઊભું કરવાનો છે, જેથી તેમની સંખ્યામાં વધારો થાય અને તેમનું કુદરતી જીવનચક્ર સુરક્ષિત રહે.
ચિત્તાના રહેઠાણનું વિસ્તરણ કરાશે
ચિત્તાના સંરક્ષણ માટે મધ્યપ્રદેશ સરકારે કુનો નેશનલ પાર્કનો વિસ્તાર પણ વધાર્યો છે. અગાઉ આ પાર્કનો વિસ્તાર 54,249.316 હેક્ટર હતો, પરંતુ તાજેતરના વિસ્તરણ પછી તે 1,77,761.816 હેક્ટર થઈ ગયો છે. આ વિસ્તરણ ચિત્તાઓને વિશાળ અને મુક્ત જંગલ વિસ્તાર આપશે, જ્યાં તેઓ ખુલ્લામાં મુક્તપણે ફરી શકે છે.
ચિત્તાના પુનર્વસનમાં અનેક પડકારો
ભારતમાં ચિત્તા પુનર્વસન કાર્યક્રમ 2022 માં નામીબિયા અને દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને લાવીને કુનો નેશનલ પાર્કમાં મુક્ત કરીને શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તાને પુનઃસ્થાપિત કરવાનો આ પગલું એક ઐતિહાસિક પ્રયાસ હતો. સરકાર અને વન વિભાગ દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસો છતાં, ચિત્તાના સફળ સંરક્ષણ માટે ઘણા પડકારો છે, જેમાંથી મુખ્ય પડકાર પર્યાવરણમાં કુદરતી જીવન જીવવાની તેમની અનુકૂલન અને ક્ષમતા છે. આ ઉપરાંત સ્થાનિક સમુદાયોનું પુનર્વસન અને તેમને વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી એ પણ એક મોટો મુદ્દો છે.
સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષ
ગામડાઓને ખાલી કરાવ્યા પછી ગ્રામજનોનું પુનર્વસન એ એક મહત્વપૂર્ણ પગલું છે. દૂર કરાયેલા ગામોના રહેવાસીઓને અન્ય સ્થળોએ જમીન અને વળતર આપવામાં આવી રહ્યું છે. જો કે, ગામલોકોમાં પુનર્વસન પ્રક્રિયા સામે આંતરિક વિરોધ છે. કારણ કે તેમને તેમના પરંપરાગત રહેઠાણોમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. ઘણા આદિવાસીઓનું કહેવું છે કે તેઓ આ નવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકવા સક્ષમ નથી અને રોજગાર અને આજીવિકાના નવા માધ્યમો અપનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
પીએમ મોદીએ ચિત્તા જંગલમાં છોડ્યા હતા
આ વિસ્તારમાં વર્ષ 2022માં 70 વર્ષ પછી ચિત્તા છોડવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કુનો નેશનલ પાર્કમાં બનેલા ખાસ એન્ક્લોઝરમાં નામીબિયાથી હવાઈ માર્ગે લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યા હતા, ત્યારબાદ તેમણે પોતાના કેમેરાથી કેટલીક તસવીરો ક્લિક કરી સોશિયલ મીડિયામાં મૂકી હતી. આફ્રિકન દેશથી સ્પેશિયલ બોઈંગ પ્લેન લાકડાના ખાસ બોક્સમાં ચિત્તાને લઈને લગભગ 10 કલાકની મુસાફરી બાદ ભારત પહોંચ્યું હતું. ચિત્તાને લાવવા માટે પ્લેનમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 20 માંથી 8 ચિત્તા મોતને ભેટ્યાં
કૂનો પાલપુર નેશનલ પાર્કમાં અત્યાર સુધીમાં 20 ચિત્તા છોડવામાં આવ્યા છે. જો કે 25 મે 2022 થી 16 જાન્યુઆરી 2024 સુધીમાં 8 ચિત્તા કોઈને કોઈ કારણોસર મોતને ભેટ્યાં છે. એ સ્થિતિમાં આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો ગણાય. પરંતુ તેમ છતાં સરકાર તેને આગળ ધપાવવા મક્કમ છે અને તેના માટે ભોગ નિર્દોષ આદિવાસીઓનો લેવાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત