44 હજાર દલિત-આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?
એક સ્વૈચ્છિક સંસ્થાના તારણ પ્રમાણે છેલ્લાં 8 વર્ષમાં ભારતમાં દલિત અને આદિવાસી સમાજના 44 હજારથી વધુ પીડિતો તેમના હકની 1140 કરોડની સહાયથી વંચિત રહી ગયા છે.
ગુજરાત સહિત દેશભરમાં દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં દલિતો-આદિવાસીઓ પર અત્યાચાર થાય છે. જેમને જાતિસૂચક ગાળો આપવાથી લઈને માર મારવો, અમાનવીય અત્યાચાર ગુજારવો કે ઘર-ગામ છોડીને હિજરત કરવા મજબૂર કરાતા હોય છે. કાયદાકીય જોગવાઈ મુજબ તેમને સરકાર દ્વારા વળતર આપવાનું હોય છે. પણ બહુમતી કિસ્સામાં તે મળતું નથી, અથવા તો નિયત રકમ કરતા ઓછું વળતર આપવામાં આવે છે. એક સામાજિક સંસ્થાના રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતભરમાં આવા 44 હજારથી વધુ પીડિતો છે અને તેઓ અધધધધ...1140 કરોડ રૂપિયાની તાત્કાલિક સહાયની રકમથી વંચિત રહી ગયા છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે આ આંકડો આનાથી વધુ હોઈ શકે છે.
સિટીજન્સ વિજિલન્સ એન્ડ મોનિટરીંગ કમિટી(CVMC) ચેન્નાઈના એક રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ 2015થી લઈને 2022 સુધીના સમયગાળામાં એસસી એસટી એક્ટ અંતર્ગત પીડિતોને તાત્કાલિક કરવામાં સહાયની રકમના 1140 કરોડ રૂપિયા નથી આપવામાં આવ્યા. જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના વાર્ષિક રિપોર્ટ મુજબ છેલ્લાં 8 વર્ષના આ સમયગાળામાં એસસી-એસટી એક્ટ અંતર્ગત હત્યા, બળાત્કાર અને આગચંપીના 44,377 કેસો નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, એસસી એસટી એક્ટ અંતર્ગત થયેલી ફરિયાદોમાં પીડિતો અને તેમના આશ્રિતોને તાત્કાલિક સહાય માટેની પહેલેથી જોગવાઈ છે.
પરંતુ આંબેડકર રાષ્ટ્રીય રાહત યોજના (ડેનવાસ) નામની યોજના પૂર્વની સરકાર દ્વારા કરવામાં આવેલી સમીક્ષા પછી બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પીડિત પરિવારને તાત્કાલિક સહાયની રકમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો યોગદાન 50-50 ટકા હોય છે. પણ સમીક્ષામાં ખ્યાલ આવ્યો હતો સહાયની રકમ પીડિતો સુધી પહોંચતી નથી રહી. કેમ કે રાજ્યોનો દાવો હતો કે તેમની પાસે આ પીડિતોને સહાય આપવા માટે પૈસા નથી. આ નવી યોજના અંતર્ગત કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય હેઠળના ડો. આંબેડકર ફાઉન્ડેશન નામની સ્વાયત્ત સંસ્થાને પીડિતો માટે તાત્કાલિક સહાય રકમ મંજૂર કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
વર્ષ 2015 માં હરિયાણાના ફરિદબાદ જીસ્સાના વલ્લભગઢમાં એક દલિત પરિવારનું ઘર કથિત ઊંચી જાતિના લોકોએ સળગાવી દીધું હતું. આ ઘટનામાં બે બાળકોના મોત થયા હતા. આવી હત્યાની ઘટનામાં જો મૃતક પરિવારનો કમાનાર સભ્ય હોય તો પાંચ લાખ રૂપિયા અને કમાતો ન હોય તો બે લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે. એ જ રીતે બળાત્કાર અને આગના મામલામાં આ રકમ અનુક્રમે 2 લાખ અને 3 લાખ રૂપિયા હતી. જ્યારે કાયમી અપંગતાના મામલામાં પીડિતના પરિવારનો કમાનાર સભ્ય હોય તો 3 લાખ રૂપિયા અને કમાનાર ન હોવાની સ્થિતિમાં 1.5 લાખ રૂપિયાની સહાયની જોગવાઈ હતી. જો કે આમાં શરત એ હતી કે તમામ કેસો એસસી એસટી એક્ટ અંતર્ગત નોંધાવા જોઈએ અને સહાયની રકમ પ્રાપ્ત કરવા માટે આવેદનપત્રની સાથે એફઆઈઆરની કોપીની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, મેડિકલ સર્ટિફિકેટની કોપી અને સંબંધિત મામલાને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોકલવો જરૂરી હતો.
પરંતુ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો અને ડો. આંબેડકર ફાઉન્ડેશનના વાર્ષિક રિપોર્ટ અને સંસદમાં પૂંછવામાં આવેલા એક પ્રશ્નના જવાબના રિસર્ચ પરથી સીવીએમસીના બે સંશોધકો દીપ્તિ સુકુમાર અને ગીતા વાણીએ જોયું કે વર્ષ 2015 થી 2020ની વચ્ચે જેમને સહાય મળવાપાત્ર હતી તેવા પીડિતોમાંથી ફક્ત 2 ટકાને જ સહાયની રકમ મળી હતી. એમાં પણ વચ્ચે વર્ષ 2021 અને 2022માં લાભાર્થીઓનો આંકડો ઉપલબ્ધ નહોતો. તેથી તેણે આ સંખ્યાને ગયા વર્ષોના સરેરાશના આધારે 50 પીડિત પ્રતિ વર્ષ માનીને ગણતરી કરી હતી. સુકુમાર અને વાણીના રિસર્ચમાંથી એ પણ સામે આવ્યું કે કમ સે કમ 44 હજાર એસસી એસટી પીડિતો 1140 કરોડની તાત્કાલિક સહાયની રકમથી વંચિત રહી ગયા છે. આ આકલન વાસ્તવિક આંકડાઓથી ઓછું હોઈ શકે છે કેમ કે, એનસીઆરબીના વાર્ષિક રિપોર્ટમાં વિકલાંગોના મામલાઓમાં આવો કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો: દલિત-આદિવાસીઓના નામે કરોડોની સરકારી જમીનો લઈ સવર્ણોએ ફ્લેટ બનાવ્યા?