અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટનું નામ હશે - મહર્ષિ વાલ્મિકી ઍરપોર્ટ

અયોધ્યામાં બની રહેલા નવનિર્મિત ઍરપોર્ટનું નામ બહુજન મહર્ષિ વાલ્મિકીના નામ પર રાખવાનું નક્કી થયું છે. વાંચો આ વિસ્તૃત અહેવાલ

અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટનું નામ હશે - મહર્ષિ વાલ્મિકી ઍરપોર્ટ
Photo By Google Images

અયોધ્યામાં નવું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે. આ નવા એરપોર્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. એ મુજબ તેનું નામ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ હશે. બે દિવસ પહેલા 27મી ડિસેમ્બરે અયોધ્યાના રેલવે સ્ટેશનનું નામ પણ બદલવામાં આવ્યું છે. હવેથી આ રેલવે સ્ટેશન 'અયોધ્યા ધામ' તરીકે ઓળખાશે.

અયોધ્યા ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું નામ વાલ્મિકી રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીના નામ પરથી રાખવાનું નક્કી થયું છે. તેને ₹ 1,450 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. અયોધ્યાને વિશ્વ સાથે જોડતું આ એરપોર્ટ 6,500 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે અને દર વર્ષે 10 લાખથી વધુ મુસાફરોને સેવા આપશે. એરપોર્ટની અંદર સ્વદેશી કલાકૃતિઓ, ચિત્રો અને ભીંતચિત્રોથી શણગારવામાં આવેલ છે તથા એરપોર્ટનની વાલ્મિકી રામાયણના ચિત્રોને સ્થાન અપાશે.

નવું એરપોર્ટ ટકાઉપણું સુવિધાઓથી સજ્જ હશે જેમાં ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ, ફુવારાઓ સાથે લેન્ડસ્કેપિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોલાર પાવર પ્લાન્ટ અને અન્ય ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે. 30 ડિસેમ્બરે ઈન્ડિગો એરલાઈન્સ આ નવા એરપોર્ટ પર લેન્ડ કરનારી પ્રથમ એરલાઈન્સ હશે. મુસાફરો 6ઠ્ઠીથી મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી શકશે. જ્યારે 6 જાન્યુઆરીથી કોમર્શિયલ કામગીરી શરૂ થશે.

આ પણ વાંચો : બોધિ વૃક્ષની તે શાખાઓ, જેના દ્વારા સમ્રાટ અશોકે વિશ્વમાં 'ધમ્મ'નો પ્રચાર કર્યો હતો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.