બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ

બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને નૈતિક કાર્યો માટે સમર્પિત કર્યું હતું. તેમણે દલિત, પછાત લોકોને તેમના મૂળભૂત અધિકારોથી વાકેફ કર્યા, અસ્પૃશ્યતા, ધર્મ-જાતિના આધારે ફેલાયેલી કુપ્રથાઓને દૂર કરવા માટે પણ ઘણું કામ કર્યું. તેમના દ્વારા કરવામાં આવેલ આવા અનેક મહાન કાર્યોને કારણે આજે પણ દેશના દરેક વર્ગના લોકો તેમને દિલથી યાદ કરે છે ત્યારે ચાલો જાણીએ બાબાસાહેબના એવા જ કેટલાક કાર્યો વિશે, જેને ભારત સહિત દુનિયા આખી કાયમ યાદ રાખશે.

બાબાસાહેબના આ કાર્યોને કોઈ ભૂંસી શકશે નહીં, સદીઓ પછી પણ રહેશે યાદ
all images credit by Google images

બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન સમાજ સેવા અને નૈતિક કાર્યો માટે સમર્પિત કર્યું હતું. તેમણે દલિત, પછાત લોકોને તેમના મૂળભૂત અધિકારોથી વાકેફ કર્યા અને અસ્પૃશ્યતા, ધર્મ-જાતિના આધારે ફેલાયેલી કુપ્રથાઓને દૂર કરવા માટે પણ ઘણું કામ કર્યું હતું. તેમના દ્વારા કરવામાં આવેલ આવા અનેક મહાન કાર્યોને કારણે આજે પણ દેશના દરેક વર્ગના લોકો તેમને દિલથી યાદ કરે છે. ચાલો જાણીએ બાબાસાહેબના એવા જ કેટલાક કાર્યો વિશે, જેને ભારત અને ભારતીયો કાયમ યાદ રાખશે.


બાબાસાહેબે દલિતો, પછાતોને મંદિરમાં પ્રવેશ, પીવાના પાણી પર પ્રતિબંધ અને આભડછેટ જેવા કુરિવાજોને ખતમ કરવા માટે માનવાધિકાર કાર્યકર્તા તરીકે કામ કર્યું. સાથે જ મનુસ્મૃતિ દહન, મહાડ સત્યાગ્રહ, નાસિક કાલારામ મંદિર સત્યાગ્રહ, યેવલાની ગર્જના જેવા મહત્વના આંદોલનો ચલાવ્યા. 
તેમણે અશિક્ષિક અને મૂકલોકની સમસ્યાઓને વાચા આપવા માટે વર્ષ 1927 થી 1956 દરમિયાન ‘મૂકનાયક’, ‘સમતા’, ‘જનતા’, ‘પ્રબુદ્ધ ભારત’ અને ‘બહિષ્કૃત ભારત’ એમ પાંચ પત્રિકાઓ ચલાવી હતી.


તેમણે નબળા વર્ગના વિદ્યાર્થીઓને છાત્રાલયો, રાત્રિ શાળાઓ, પુસ્તકાલયો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણની સાથે આવક મેળવવા સક્ષમ બનાવ્યા.

1945માં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી દ્વારા તેમણે બોમ્બેમાં સિદ્ધાર્થ કોલેજ અને ઔરંગાબાદમાં મિલિંદ કોલેજની સ્થાપના કરી.

તેમણે મહિલાઓના છૂટાછેડા પછી મિલકતના વારસા વગેરે અંગેની જોગવાઈઓના અમલીકરણ માટે લડત ચલાવી હતી. બાબા સાહેબે 2 વર્ષ, 11 મહિના અને 17 દિવસમાં સમતા, સમાનતા, બંધુતા અને માનવતા આધારિત ભારતીય બંધારણને પૂર્ણ કરીને મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. 

બાબા સાહેબ હંમેશા દેશના ભાગલાના વિરોધમાં રહ્યા. મોહમ્મદ અલી ઝીણા જેવા લોકો માટે તેમણે ખૂબ જ કડક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. 

તેમણે જીવનભર દરેક દલિતને શિક્ષણ અને સંઘર્ષ વિશે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.
તમે તેમના નોલેજનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેમણે વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટીમાંથી અનેક ડિગ્રીઓ મેળવી હતી. તેમની પાસે 22 ડિગ્રીઓ હતી. તેઓ હંમેશા કંઈક ને કંઈક વાંચતા રહેતા હતા. મુંબઈમાં પોતાના ઘરમાં તેમણે એક પુસ્તકાલય બનાવ્યું હતું, જેમાં 35 હજારથી વધુ પુસ્તકો હતા.

બાબા સાહેબે મહિલા શિક્ષણ અને તેમના અધિકારો માટે પણ ઘણો સંઘર્ષ કર્યો અને સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ માનતા હતા કે શિક્ષણ જ એકમાત્ર માધ્યમ છે જેના દ્વારા વ્યક્તિ સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે છે અને તેમણે તેને સાબિત પણ કર્યું હતું. 

આજે ભારત જ નહીં પરંતુ વિશ્વ ડૉ. બાબાસાહેબ આંબેડકરને તેમના કાર્યોને કારણે યાદ કરે છે. વિશ્વના ઘણાં દેશોમાં બાબા સાહેબની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે અને દર વર્ષે 14મી એપ્રિલના રોજ આંબેડકર જયંતિ પર અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. 
હાલમાં જ આંધ્રપ્રદેશના વિજયવાડામાં ડૉ. આંબેડકરની 125 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે દુનિયાની તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. અગાઉ અમેરિકાના વોશિંગ્ટન ડીસી નજીક ભારત બહાર તેમની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જે દુનિયાભરમાં તેમની લોકપ્રિયતાની સાક્ષી પુરે છે.

આ પણ વાંચોઃ આંબેડકર તમે આવા ય હતા?

આગળ વાંચોઃ સત્તાની ગુરૂકિલ્લી: દલિતજન, બહુજન, સર્વજન

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.