ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થિની સાથે વંશીય ભેદભાવ કરાયો
બ્રિટનની વિખ્યાત ઓફ્સફોર્ડ યુનિવર્સિટી(oxford university)માં એક ભારતીય વિદ્યાર્થિની સાથે વંશીય ભેદભાવનો કિસ્સો સામે આવ્યો છે.
Racial Discrimination at Oxford University: બ્રિટન (Britain) ની ઓક્સફોર્ડ યુનિવર્સિટી(oxford university)માં ભારતીય વિદ્યાર્થીનિ લક્ષ્મી બાલક્રિષ્ન(Lakshmi Balakrishnan)ને યુનિવર્સિટી પ્રશાસન પર વંશીય પક્ષપાત, ઉત્પીડન અને અન્યાયનો આરોપ લગાવ્યો છે. તમિલનાડુ(Tamil Nadu)ના મદુરાઈ(Madurai)ની રહેવાસી લક્ષ્મીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા રચવામાં આવેલી અપીલ અને ફરિયાદ પદ્ધતિ દ્વારા ન્યાય ન મળતાં તેણે કાનૂની કાર્યવાહી કરી હતી. લક્ષ્મીએ જણાવ્યું કે 2018માં તેણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં શેક્સપિયર(Shakespeare) પર પીએચડી(PhD) માટે સંશોધન(Research) કાર્ય શરૂ કર્યું હતું. નવેમ્બર 2021 માં આંતરિક મૂલ્યાંકન દરમિયાન મૂલ્યાંકનકર્તાઓએ તેને એ તર્ક આપીને નાપાસ કરી દીધી કે શેક્સપિયરમાં ડોક્ટરેટ(Doctorate) સ્તરના સંશોધનની કોઈ શક્યતા નથી.
તમિલનાડુની લક્ષ્મી બાલક્રિષ્નનનો આરોપ છે કે યુનિવર્સિટીને અપીલ અને ફરિયાદો કરવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લક્ષ્મીએ પોતાની પીએડી થીસિસ(PhD Theses) રોકી દેવામાં આવી હોવાને લઈને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલો અનુસાર, વિદ્યાર્થિનીએ નોકરીની આશાઓ ધૂંધળી થઈ જવાના આરોપ લગાવતા જણાવ્યું છે કે, તેની જગ્યાએ બે ગોરા વિદ્યાર્થિનીઓને મંજૂરી આપવાનો નિર્ણય વંશીય પૂર્વગ્રહથી પ્રેરિત છે. ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૨૩માં તત્કાલિન સ્ટુડન્ટ યુનિયન(Student union)ના પ્રમુખ રશ્મિ સામંતે(Rashmi Samant) પણ વંશીય ભેદભાવના પોતાના અનુભવો શેર કર્યા હતા.
આ પણ વાંચો: રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે
લક્ષ્મી બાલક્રિષ્નને કહ્યું કે, તે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ઑક્ટોબર ૨૦૧૮માં અંગ્રેજીમાં શેક્સપિયર પર Phd કરવા માટે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં(Oxford University) આવી હતી. નવેમ્બર ૨૦૨૧માં, આંતરિક મૂલ્યાંકન પ્રક્રિયા (જેને સંશોધનના ચોથા વર્ષમાં સ્થિતિની પુષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે) માં મૂલ્યાંકનકારોએ તેને એ તર્ક આપીને નાપાસ કરી કે શેક્સપિયરમાં ડોક્ટરેટ સ્તરના અભ્યાસનો અવકાશ નથી.
લક્ષ્મીએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટીનો આ ર્નિણય 'કરારનો ભંગ' છે. તેણીએ કહ્યું કે અરજી કરતી વખતે તેણે સ્પષ્ટ કર્યું હતું કે તેની પીએચડી થીસિસ શેક્સપિયર પર હશે. લક્ષ્મીના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીના વાંધાજનક નિર્ણય સામે અપીલ અને ફરિયાદોની પ્રક્રિયાનું પાલન કરવા છતાં તેને નિરાશા જ હાથ લાગી છે અને તેણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની ફરજ પડી હતી.
ભારતીય વિદ્યાર્થીનિ લક્ષ્મી બાલક્રિષ્નને આરોપ લગાવ્યો, 'હું મૂલ્યાંકનકર્તાઓના નિર્ણયને પડકારતી નથી, પરંતુ હું વંશીય પૂર્વગ્રહ અને પ્રક્રિયાગત અનિયમિતતાના આધારે નિર્ણયને પડકારી રહી છું.' લક્ષ્મીના જણાવ્યા પ્રમાણે, તેના પીએચડી રિસર્ચ પર લગભગ એક લાખ પાઉન્ડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પણ યુનિવર્સિટીના નિર્ણયના કારણે તેને મોટું આર્થિક નુકસાન તો થયું જ છે, સાથે જ તેની નોકરીની શક્યતાઓ પણ ધૂંધળી બની ગઈ છે.
ભારતીય વિદ્યાર્થી લક્ષ્મીએ આરોપ લગાવ્યો કે તેના પીએચડી સંશોધનના મૂલ્યાંકનકર્તાઓ 'વંશીય પૂર્વગ્રહથી પ્રેરિત' હતા. આવું એટલા માટે લાગે છે કેમ કે, ઓક્ટોબર ૨૦૧૮માં જ ગોરા વિદ્યાર્થીઓની શેક્સપિયર પર આધારિત પીએચડી થીસીસ સ્વીકારવામાં આવી હતી. નાપાસ થયા પછી તેની સંમતિ વિના તેને બળજબરીથી અનુસ્નાતક અભ્યાસક્રમમાં મોકલવી તે ભેદભાવપૂર્ણ હતું.
લક્ષ્મી બાલક્રિષ્નન પહેલા સપ્ટેમ્બર ૨૦૨૩માં રશ્મિ સામંતે પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથેના પોતાના વંશીય ભેદભાવના અનુભવો વિશે વાત કરી હતી. ઓક્સફર્ડ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ તરીકે ચૂંટાઈને પ્રથમ ભારતીય બનવાનો રેકોર્ડ બનાવનારી રશ્મિએ એ ‘હિંદુ ઈન ઓક્સફોર્ડ’ (A Hindu in oxford) પુસ્તકમાં પોતાના પીડાજનક અનુભવો વિશે વિગતવાર વાત કરી હતી. રશ્મિના કહેવા પ્રમાણે તેણીને પ્રોફેસરોએ નિશાન બનાવી હતી અને એકલી પાડી દીધી હતી. તેણે કહ્યું કે ઉત્તમ શૈક્ષણિક રેકોર્ડ હોવા છતાં તેને રંગભેદનો શિકાર બનવું પડ્યું હતું.
આ પણ વાંચો: આજે કવિ ગૌતમ વેગડા સ્ટેનફોર્ડ યુનિ.માં જાતિ વિરોધી કવિતાઓ રજૂ કરશે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
JJMAKRWANAIt's very panic કોઈ પણ જગ્યાએ જાતિગત ઉત્પીડન ના થવું જોઈએ. વિદેશોમાં આપણા નાગરિકો સાથે વંશીય ટિપ્પણી સ્વીકાર્ય નથી પરંતુ આપણે આપણા દેશમાંથી જાતિ ને ક્યારે જાકારો આપીશું? જો આપણે જાતિવાદના રંગે રંગાઈ ગયા છીએ તો સ્વીકાર કરવો પડે........
-
Samant bankolaઆ વિદેશીઓ ભારતનું જાતિવાદી જોઈને શીખ્યા છે
-