પા. રંજિથની Thangalaan હવે OTT પર ધમાલ મચાવવા આવી રહી છે
પા. રંજિથની ચિયાન વિક્રમ સ્ટારર સુપરહિટ ફિલ્મ Thangalaan ની ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. જાણો ક્યાં, ક્યારે રજૂ થશે.
જે ફિલ્મને ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં રજૂ થતી રોકવા માટે મનુવાદીઓ મેદાને પડ્યા છે તે આંબેડકરવાદી ફિલ્મમેકર પા. રંજિથ(Pa Ranjith)ની સુપરહિટ ફિલ્મ Thangalaan ની ઓટીટી પર રિલીઝની જાહેરાત કરી દેવામાં આવી છે. જો કે, હાલમાં અમદાવાદમાં બહુજનોએ આ ફિલ્મના તમામ શોની ટિકિટો ખરીદીને તેને હાઉસફૂલ કરી દેતા પૈસા જોઈને મનુવાદીઓની દાઢ સળવળી છે અને તેઓ ફિલ્મના શો વધારી રહ્યાં છે. આ બધી ચર્ચાઓ વચ્ચે Thangalaan ની ઓટીટી રિલીઝની બહુજન સમાજ કાગડોળે રાહ જોઈ રહ્યો છે.
સાઉથ સુપર સ્ટાર ચિયાન વિક્રમની આ વર્ષની સૌથી મોટી ફિલ્મ 'Thangalaan ' હવે થિયેટરોમાં રિલીઝ થયા બાદ OTT પર ધમાકો કરવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને દરેક જગ્યાએ ખૂબ જ ચર્ચા છે અને લોકો ઘણા દિવસોથી આ સમાચારની રાહ જોઈ રહ્યા હતા. ચાલો તમને જણાવીએ કે Thangalaan ક્યારે અને ક્યાં જોઈ શકાશે.
મનુવાદીઓની મોનોપોલી તોડતી બહુજનોની ફિલ્મ
ચિયાન વિક્રમના સૌથી મોટા તમિલ પીરિયડ ડ્રામા 'થંગાલન' એ 15 ઓગસ્ટ, 2024 ના રોજ રિલીઝ થયા પછી સૌ કોઈના દિલ જીતી લઈને એક અમીટ છાપ છોડી છે. પા. રણજીત દ્વારા દિગ્દર્શિત અને સ્ટુડિયો ગ્રીન, નીલમ પ્રોડક્શન્સ અને જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત આ ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો બંને તરફથી ભરપૂર પ્રશંસા મળી છે. બ્રિટિશ રાજના યુગમાં આકાર પામતી Thangalaan એક શક્તિશાળી દલિત-બહુજન કબીલાના સરદારની વાર્તા કહે છે, જે બ્રિટિશ અધિકારીને તેના ગામમાં સોનું શોધવામાં મદદ કરે છે અને એ દરમિયાન તેના પૂર્વજોની એક પછી એક જોડતી કડીઓ તેને મળતી જાય છે.
આ પણ વાંચો: પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?
ફિલ્મની કથામાં સુપર સ્ટાર ચિયાન વિક્રમ અને માલવિકા મોહનને ધાંસુ અભિનય કર્યો છે. બોલીવૂડના મનુવાદી કલાકારો અને ફિલ્મમેકરો જે રોલ કરવા માટે કદી તૈયાર ન થાય તે રોલ ચિયાન વિક્રમે માત્ર ભજવ્યો નથી પરંતુ જીવી જાણ્યો છે.
ક્યા ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે?
જે લોકો થિયેટરોમાં Thangalaan ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે, તેમની રાહનો હવે આગામી દિવસોમાં અંત આવતો દેખાઈ રહ્યો છે. 123Telugu.com મુજબ, 'Tanglaan' 20 સપ્ટેમ્બર, 2024 ના રોજ Netflix પર તેના OTT ડેબ્યૂ માટે તૈયાર છે. આમ Thangalaan અને પા રંજિથના ચાહકો હવે ઘરે બેસીને આરામથી ફિલ્મનો આનંદ માણી શકશે. Netflix એ 35 કરોડ રૂપિયામાં ફિલ્મના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા છે, જેના પરથી એ નક્કી છે કે, ફિલ્મ તમિલ, તેલુગુ અને કન્નડ સહિત બીજી પણ અનેક ભાષાઓમાં વૈશ્વિક દર્શકો સુધી પહોંચશે.
બોક્સ ઓફિસ પર જબરજસ્ત પ્રદર્શન
Thangalaan એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના પ્રથમ દિવસે ફિલ્મે તમિલ, તેલુગુ અને મલયાલમમાં રૂ. 12.60 કરોડની કમાણી કરી હતી, જેમાંથી રૂ. 11 કરોડ એકલા તમિલ રિલીઝમાંથી આવ્યા હતા. રૂ. 100 થી રૂ. 150 કરોડની વચ્ચેના અંદાજિત બજેટ સાથેની 'Thangalaan' ને મજબૂત રીતે રજૂ કરવા માટે એક મોટા રોકાણની જરૂર હતી. ફિલ્મના ઐતિહાસિક સેટિંગ અને જટિલ વાર્તાની પ્રશંસા કરવામાં આવી છે અને તેની કાસ્ટમાં વિક્રમની સાથે માલવિકા મોહનન અને પાર્વતી થિરુવોથુ પણ છે.
IMDb પર 7.5નું રેટિંગ મળ્યું છે
'Tanglaan' ના રેટિંગ વિશે વાત કરીએ તો, તેને દરેક જગ્યાએથી સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી છે. IMDb પર તેને 10માંથી 7.5 નું રેટિંગ મળ્યું છે. એક દલિત કબીલાના સરદારની ભૂમિકામાં ચિયાન વિક્રમે ભજવેલા પાત્રને તેના અત્યાર સુધીના સૌથી પાવરફૂલ પાત્રો પૈકીના એક તરીકે ગણવામાં આવી રહ્યું છે. Thangalaan વિક્રમની કરિયરને પણ એક નવીન મજબૂતી પ્રદાન કરી છે. ફિલ્મમાં એવી ઘણી વસ્તુઓ બતાવવામાં આવી છે જેણે લોકોના દિલને સ્પર્શી લીધા છે અને તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં બહુજનોએ Thangalaan ને હાઉસફૂલ કરી મનુવાદનું નાક કાપ્યું