પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?

આંબેડકરવાદી ફિલ્મ ડિરેક્ટર પા. રંજિથની બહુચર્ચિત ફિલ્મ Thangalaan હાલ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે, પણ ગુજરાત-ઉત્તર ભારતમાં તેને રજૂ થવા દેવાઈ નથી. શા માટે?

પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?
image credit - Google images

આર. કે. પરમાર

પેરિયાર(Periyar)ની ધરતી તમિલનાડુ(Tamilnadu)ના આંબેડકરવાદી ફિલ્મ નિર્દેશક(Film Director) પા રંજીથ(Pa. Ranjith)ની નવી ફિલ્મ થંગાલાન(Thangalaan)ને મનુવાદીઓએ ગુજરાત સહિત ઉત્તર ભારતમાં રિલીઝ થવા દીધી નથી. મદ્રાસ(Madras), કબાલી(Kabali), કાલા(Kaala) અને સરપટ્ટા પરંબરાઈ(Sarpatta Parambarai) જેવી સુપરહિટ ફિલ્મો બનાવનાર પા રંજીથ સુપરસ્ટાર ચિયાન વિક્રમ(Chiyaan Vikram) સાથે એક અલગ જ વિષયની ફિલ્મ લઈને હાજર થયા છે જે ફિલ્મે બે જ દિવસમાં ૫૩ કરોડની કમાણી કરી દીધી છે.

એવું તે શું છે આ ફિલ્મમાં કે મનુવાદીઓએ આ ફિલ્મ રિલીઝ નહિ થવા દેવા અને થિયેટરો નહિ ફાળવવા દેવા એડીચોટીનું જોર લગાવી દીધું છે. આવો સમજીએ.

વર્ષ ૨૦૨૧માં જાહેર કરવામાં આવેલી થંગાલાન ફિલ્મની વાર્તા કોલાર ગોલ્ડ ફિલ્ડ (KGF) ની સોનાની ખાણો ખોદનારા દલિતોના સાચા અને મૂળ ઇતિહાસને રજૂ કરે છે. ફિલ્મની વાર્તા વિશે પૂછતા પા રંજીથ જણાવે છે કે, "જ્યારે કોઈ એમ પૂછે કે તાજમહેલ કોણે બંધાવ્યો, તો આપણે કોને યાદ કરીએ છીએ? આપણે શાહજહાંને યાદ કરીએ છીએ. પરંતુ હકીકતમાં તાજમહેલ તો ગરીબ અને મજૂર લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. બસ આ જ વાત KGF ના ઇતિહાસને પણ લાગુ પડે છે. એવું કહેવામાં આવે છે કે અંતિમ ચોલ શાસક અને ટીપુ સુલતાન દ્વારા KGF માંથી સોનું કાઢવામાં આવ્યું હતું. પરંતુ ઇસ્ટ ઇન્ડીયા(East India) કંપનીએ તેને હસ્તગત કરી લીધું, ત્યારે લેફ. જોહન વોરન(John Warren)ને સર્વે કરવાનું કામ સોંપ્યું. વોરેનને કેટલાક ખનીજો મળ્યાં અને તેણે રિપોર્ટ જમાં કરાવ્યો. ઘણાં વર્ષો બાદ એક સૈનિક એવા માઈકલ ફિઝગેરાલ્ડે(michael fitzgerald) ઘણાં બધાં માણસો સાથે ખોદકામ કરાવ્યું પણ નિરાશા જ હાથ લાગી. પરંતુ આ દરમ્યાન તેણે મોટાભાગનું ખોદકામ કરાવી લીધું. ત્યારબાદ ટેલર એન્ડ સન્સ કંપની(Teylor and Sons)એ KGF ની સ્થાપના કરી, જ્યાં ૧૦,૫૦૦ ફૂટથી પણ વધુ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ મુખ્ય સવાલ એ જ કે આ ખાણો કોણે ખોદી? શા માટે આ ખાણો ખોદનારા લોકો KGF ની વાર્તામાં નથી? આ ખાણ ખોદનારા લોકોની વાર્તા એ જ થંગાલાન."

કોલાર ગોલ્ડ માઈન્સ પુસ્તકના વિવરણ પ્રમાણે થેરું અને ડેડું નામના દલિત કબીલાના ૧૨ લોકો અંગ્રેજ અધિકારી વોરેનને સાથ આપવા તૈયાર થયા, જેમાં ત્રણ લોકોને રોજનો ચાંદીનો એક સિક્કો મજૂરી પેટે આપવાનું નક્કી થયું હતું. જ્હોન વોરેને જાહેરાત કરી હતી કે જે કોઈ વ્યક્તિ સોનાની ખાણની જગ્યા બતાવશે તેને પુરસ્કાર આપવામાં આવશે. ત્યારે વોરીંગમ નામના એક માણસે ખાણકામ માટેની એ પ્રાચીન જગ્યા બતાવી અને ત્યાંની જમીનમાંથી વિપુલ પ્રમાણમાં સોનું મળી આવ્યું. થંગાલાનની વાર્તા એ આ જ દલિત કબીલાના લોકોની કહાની છે, જેમણે એ અંગ્રેજ અધિકારીને સોનાની ખાણો ખોદવામાં મદદ કરી હતી. આ ઐતિહાસિક વાર્તાને લેખિકા થામિઝ પ્રભા(tamizh prabha) અને નિર્દેશક પા રંજીથે એટલી કલાત્મક રીતે રજૂ કરી છે કે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા તેના દ્રશ્યોએ ચારેબાજુ ચર્ચા જગાવી દીધી છે. 

આ પણ વાંચો: શું તમે હજુ પણ ખુદને માણસ માનો છો? કે ભક્ષક બની ગયા છો?

ફિલ્મમાં બ્રાહ્મણો દ્વારા એક ક્ષત્રિય રાજાના હાથે બુદ્ધની પ્રતિમા ખંડિત કરતા દ્રશ્યો છે જે મનુવાદીઓ દ્વારા ભારતમાં કરવામ આવેલા બૌદ્ધ ધમ્મ એમના પતનને રજૂ કરે છે. ફિલ્મમાં આરથી નામની મહિલા જંગલોનું રક્ષણ કરવા માટે સાપો દ્વારા હુમલો કરે છે જે નાગવંશ(Naghvansh)ની રજૂઆતને દર્શાવે છે. ફિલ્મમાં દલિત મહીલાઓ આખા શરીરે માત્ર એક કપડું વીંટાળી પહેરતી હોય છે. તેમને ચિયાન વિક્રમ જીવનમાં પહેલીવાર બ્લાઉઝ પહેરવા માટે આપે છે તે દ્રશ્ય દલિત મહિલાઓએ પોતાના સ્તન ઢાંકવા કરેલા ઇતિહાસને દર્શાવે છે. આમ દલિતોના સાહસ અને સંઘર્ષભર્યા ઇતિહાસને પા રંજીથે કલાત્મક રીતે સિનેમાના પડદે રજૂ કર્યો છે. દલિતોનો સાહસ અને સંઘર્ષથી ભરેલો મૂળ ઇતિહાસ લોકો સમક્ષ રજૂ થાય એ મનુવાદી લોકોને પસંદ નથી. આથી જ તેઓ યેનકેન પ્રકારે આ ફિલ્મને લોકો સુધી નહિ પહોંચવા દેવા પ્રયાસો કરી રહ્યા છે.

થંગાલાનની વાર્તા લખનાર થામિઝ પ્રભાએ KGFની હકીકતથી વાકેફ થવા તેની રૂબરૂ મુલાકાત લીધી હતી. પ્રભાએ ત્યાં કામ કરી ચૂકેલા લોકોની ઓરડીઓ, ખાણો અને વાતાવરણ આ બધાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. પ્રભાને જ્યારે પૂછવામાં આવ્યું કે KGF ના ઇતિહાસના આટલા વિસ્તૃત જ્ઞાનને શું કાલ્પનિક રીતે રજૂ કરી શકાય, ત્યારે તે જવાબ આપે છે કે, "હું ઇતિહાસ ઉપર કોઈ દસ્તાવેજ કે લેખ લખતી નથી. ઇતિહાસનું અર્થઘટન કરવાનો મને અધિકાર છે. ઉદાહરણ તરીકે, એક ગામ છે જ્યાં તેઓ તમારા અને મારા માટે અલગ અલગ કપમાં ચા પીરસવાના રિવાજને અનુસરે છે, પરંતુ મારી વાર્તામાં હું ચા લઈશ અને તેના મોઢા ઉપર ફેંકીશ."

આ પણ વાંચો: તમને ખબર છે વૈષ્ણવો શું કામ ‘મહારાજ’ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે?

પા રંજીથ જાતિના વિનાશમાં માને છે, તેથી તેઓ માને છે કે ફિલ્મોમાં ઇતિહાસને કાળજીપૂર્વક ફરીથી લખવો જોઈએ. પા રંજીથ ઇતિહાસનું મહત્વ દર્શાવતા કહે છે કે, "સાહિત્ય આપણને આ સ્વતંત્રતા આપે છે. સાહિત્યની વાસ્તવિકતા રજૂ કરવા માટે હું ઇતિહાસ વાંચું છું. ડૉ. બાબાસાહેબ આંબેડકરે(Dr. Ambedkar) કહ્યું હતું કે સામાજિક સત્યોથી આપણાં ઇતિહાસમાં ખાલી રહેલી જગ્યાઓ ભરો."

ફિલ્મમાં સંગીત જી. વી. પ્રકાશ કુમારે(G.V. Prakash Kumar) આપ્યું છે. ખેતરમાં પાકની લણણી કરતા કરતા ગવાતા ગીતો આપણાં દેશની દલિત-આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરે છે.

પા રંજીથ દલિતોને માધ્યમ આપવા માટે ઇતિહાસની કાલ્પનિક રચના કરે છે. તે ભૂખડા, ગરીબ, લાચાર અને ખોરાક પાણી વિના KGF માં જનારા દલિતોને બદલે હકીકત દર્શાવવા માંગે છે કે તે દલિતો ગૌરવપૂર્ણ જીવન જીવતા હતા અને તે માટે તેમણે સંઘર્ષ કર્યો હતો.

પા રંજીથની ફિલ્મો લાચાર, પીડિત અને ગરીબ દલિત પાત્રોની બોલીવુડ અને બીજી પ્રાદેશિક ભાષાની ફિલ્મોની મનુવાદી માનસિકતાને તોડી સાચા અને વાસ્તવિક દલિત પાત્રોને રજૂ કરે છે. તેમની ફિલ્મોને દર્શકોએ પણ અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે. આથી જ પા રંજીથની આ દલિતોનો મહત્વપૂર્ણ ઇતિહાસ દર્શાવતી ફિલ્મને ઉત્તર ભારતમાં રિલીઝ નથી થવા દેવામાં આવી અથવા તો થિયેટરો નથી આપવામાં આવ્યા. જોકે ફિલ્મના હીરો ચિયાન વિક્રમે હમણાં સોશિયલ મીડિયા ઉપર માહિતી આપતા જણાવ્યું હતું કે ૩૦ ઓગસ્ટના રોજ આ ફિલ્મ બાકીની જગ્યાએ રિલીઝ થશે.

પા રંજીથના કેમેરા વડે રજૂ કરાયેલા દલિતોના આ મહત્વપૂર્ણ ઇતિહાસને જોવા માટે ગુજરાતના દલિતો સહિત બહુજન સમાજના તમામ લોકો આતુર છે. તો હવે તેના માટે આપણે ૩૦ ઓગસ્ટ સુધી રાહ જોવી રહી. આપ પણ આપના સહકુટુંબ સાથે આ ફિલ્મને જરૂર માણજો. ફિલ્મ જોયા બાદ IDBDમાં જઈ આ ફિલ્મને રેટિંગ આપજો અને આપનો રિવ્યૂ મૂકજો.

(લેખક બહુજન સમાજના વિખ્યાત ડિજિટલ પ્લેટફોર્મ R. K. Studioz ના ફાઉન્ડર છે)

આ પણ વાંચો: દેશના પ્રથમ દલિત ક્રિકેટર P. Baloo ની બાયોપિક બનશે, અજય દેવગણ નિભાવશે મુખ્ય ભૂમિકા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • JITENDRAKUMAR VANAZARA
    JITENDRAKUMAR VANAZARA
    VERY NICE PROPER REAL INFO ????????
    11 months ago
  • Rohit makwana
    Rohit makwana
    makwanarohit1299@gmail.com
    11 months ago
  • Rohit makwana
    Rohit makwana
    Nice
    11 months ago
  • Hargovan makwana
    Hargovan makwana
    ખુબ સરસ વાર્તા છે પિકચર પણ આના થી અલગ જૂનું જ્ઞાન આપશે પૂર્વજો ની કઠિનાઇયો તેમની વેદનાઓ સાહસ દ્વારા આજે આ અવસર છે જેને માણી રહ્યા છીએ તેવો સ્પષ્ટ આભાસ થશે....
    11 months ago
  • Narbheram kapadi
    Narbheram kapadi
    The best film Dalit woman original trable we expend in this film Jay bhim Baba Saheb amar raho
    11 months ago