ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?

ભાજપના એક નેતાના મેરેજ હોમમાં એક દલિત સગીરા પર દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી છે. આરોપીઓએ સગીરાને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી લીધી હતી પણ...

ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?
image credit - Google images

આપણા વડાપ્રધાન તેમના જૂઠ્ઠાણાં માટે ભારે જાણીતા છે. તેમની કથની અને કરણીમાં આભજમીન જેટલું અંતર હોય છે તેવું એકથી વધુ વખત સાબિત થઈ ચૂક્યું છે. વર્તમાનમાં દેશમાં બળાત્કારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. ત્યારે વડાપ્રધાને 15મી ઓગસ્ટના દિવસે લાલકિલ્લા પરથી આ મામલે ચિંતા વ્યક્ત કરતું ભાષણ ઠપકારી દીધું. જો કે તેમના જ ગૃહરાજ્ય ગુજરાતમાં તેમની સરકારે બિલ્કીસ બાનો કેસના આરોપીઓને અગાઉ 15મી ઓગસ્ટના દિવસે જ ગોધરા જેલમાંથી છોડી દીધાં હતા. તેમની સરકારના મંત્રી બ્રિજભૂષણ શરણસિંહ અને પ્રજ્વલ્લ રેવન્ના પર જાતીય સતામણીના આરોપ લાગ્યા છતાં વડાપ્રધાને તેમનો થઈ શકે તેટલો બચાવ કરેલો છે. દેશને મેડલ અપાવનારી મહિલા કુશ્તીબાજોને રોડ પર ઢસડવામાં આવતી હતી તો પણ વડાપ્રધાન મૂંગા મોંઢે તમાશો જોતા રહ્યા હતા. હરિયાણામાં તેમના પક્ષની સરકાર છે અને ત્યાં બળાત્કારી ગુરમિત રામ રહિમ જેલ કરતા તો વધારે પેરોલ પર છુટે છે. મણિપુરમાં બે આદિવાસી મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવાઈ પણ હજુ સુધી વડાપ્રધાને ન તો તેના વિશે કોઈ લાગણી દર્શાવી છે, ન તો મણિપુર તરફ ડોકાયા છે.

તેમના આવા જ કથની અને કરણી વચ્ચેના ભેદને આગળ ધપાવતી એક ઘટના સામે આવી છે અને તેમાં પણ તેમના પક્ષ ભાજપના નેતાઓની કથિત સંડોવણી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ ભાજપના એક નેતાના મેરેજ હોમમાં એક દલિત સગીરા સાથે ગેંગરેપ થયો છે. એટલું જ નહીં આરોપીઓએ પીડિતાને જીવતી દાટી દેવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી હતી, પણ ત્યારે જ તેના પરિવારજનો ત્યાં પહોંચી જતા તે બચી ગઈ હતી. એ પછી પણ 13 કલાક સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ. આખરે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો અને ટોળાં હોસ્પિટલ અને પોલીસ સ્ટેશને ઉમટી પડતા કેસ નોંધાયો હતો અને પીડિતાનું મેડિકલ ચેક અપ કરીને કાર્યવાહી હાથ ધરાઈ હતી. એ પછી આરોપીઓ પૈકી એકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર હોવાનું જાણવા મળે છે.

ઘટના દેશભરમાં મહિલાઓ પર અત્યાચાર અને જાતિવાદ માટે કુખ્યાત બની ચૂકેલા ઉત્તરપ્રદેશની છે. અહીં આગ્રામાં ભાજપ નેતાના મેરેજ હોલમાં એક દલિત સગીરા સાથે કથિત રીતે ગેંગેરેપ કરી તેને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી. આ મામલે ભાજપ નેતાના ભત્રીજા અને ડ્રાઈવર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આગ્રામાં ભાજપના નેતા પ્રેમચંદ કુશવાહાનું મેરેજ હોમ આવેલું છે. જેમાં દલિત સગીરા સાથે કથિત ગેંગરેપની આ જઘન્ય ઘટના ઘટી છે. મુખ્ય આરોપી ભાજપના નેતાનો ડ્રાઈવર અને તેનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ સગીરાને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી લીધી હતી પણ ત્યારે જ લોકો ત્યાં પહોંચી જતા તે બચી ગઈ હતી. ઘટનાના વિરોધમાં ગઈકાલે સદર પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક સુધી હોબાળો મચ્યો હતો. એ પછી પોલીસે ભાજપના નેતાના ડ્રાઈવરને દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત જેલમાં ધકેલી દીધો છે. જ્યારે નેતાજીના ભત્રીજાની આ કેસમાં શું ભૂમિકા હતી તેની તપાસ ચાલી રહી છે.

ઘટના બુધવારે રાત્રે 9.00 વાગ્યા આસપાસની છે. 16 વર્ષની સગીરા તેના ઘર નજીક આવેલી એક દુકાને સામાન લેવા માટે ગઈ હતી. સગીરાના માબાપ નથી અને તે તેની માસી સાથે રહે છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, દીકરી ઘરે પરત ન ફરી તો તેમને ચિંતા થવા લાગી અને તેમણે તપાસ શરૂ કરી દીધી. અમુક લોકોએ જણાવ્યું કે, દીકરીને છેલ્લે કુશવાહ મહાસભાના પદાધિકારી પ્રેમચંદ કુશવાહના માધવ મેરેજ હોમ પાસે જોઈ હતી. એ પછી પરિવારજનો ભાજપ નેતાના મેરેજ હોમ પાસે પહોંચ્યાં હતા.

આરોપ છે કે ભાજપ નેતા પ્રેમચંદ કુશવાહ અને તેના ભત્રીજા આકાશે તેમને અંદર પ્રવેશવા દીધાં નહોતા. એ પછી સગીરાના પરિવારજનો મેરેજ હોમની પાછળ આવેલી દિવાલ પરથી કૂદીને અંદર પહોંચ્યા હતા. અને અંદરનું દ્રશ્ય જોઈને સૌ અવાક રહી ગયા હતા. તેમની દીકરી દયનીય હાલતમાં અંદર પડી હતી. જેમતેમ કરીને પરિવારજનોએ તેને હોંશમાં લાવી. એ પછી તેણે જણાવ્યું કે ભાજપ નેતા પ્રેમચંદના ડ્રાઈવર ભીમસેન ઉર્ફે ભીમાએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યાં એક ખાડો પણ ખોદીને તૈયાર રાખ્યો હતો, જેમાં રેપ બાદ તેને જીવતી દાટી દેવાની તૈયારીઓ કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો

આખી ઘટનાની જાણકારી મળતા જ પોલીસ પહોંચી ગઈ હતી અને સગીરાને મેડિકલ તપાસ માટે મોકલી આપી હતી. જો કે રાતનો સમય હોવાથી લેડી લોયલ હોસ્પિટલમાં તેની મેડકલ તપાસ થઈ શકી નહોતી. સગીરાના પરિવારજનોનો આરોપ છે કે, પોલીસ ભાજપ નેતાના ભત્રીજા અને ડ્રાઈવરને બચાવવા માંગતી હોવાથી તે મેડિકલ તપાસમાં જાણીજોઈને ઢીલ દાખવી રહી હતી. લોકોનો ગુસ્સો જોઈને વહેલી સવારે સગીરાની મેડિકલ તપાસ થઈ.

દરમિયાન લોકોનો આક્રોશ પારખીને પોલીસે રાત્રે જ કેસ નોંધી લીધો હતો. ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો સદર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને હોબાળો મચાવી ઘેરાવ કર્યો હતો.

પીડિતાના પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની દીકરી પર ગેંગરેપ થયો છે પણ પોલીસ તે માનવા તૈયાર નથી. પોલીસનું કહેવું છે કે, પીડિતાએ કોર્ટમાં નિવેદન નોંધાવી દીધું છે. તેમાં તે જે પણ આરોપ લગાવી રહી છે પોલીસ તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસના વલણને લઈને અહીં 3 કલાક સુધી લોકોએ હોબાળો મચાવ્યો હતો. બપોરે બે વાગ્યા આસપાસ પોલીસે ટોળાં સામે જાહેર કરવું પડ્યું કે, દુષ્કર્મનો મુખ્ય આરોપી ભીમસેન ઉર્ફે ભીમા પકડાઈ ગયો છે. એ પછી લોકોનો ઉશ્કેરાટ થોડો શાંત પડ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાલી કર્યું હતું. એસીપી સુકન્યા શર્માએ જણાવ્યું હતું કે, દલિત સગીરા સાથે ઘટેલી ઘટનામાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. ઘટનાની તપાસ ચાલી રહી છે અને મુખ્ય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. હવે સગીરાના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Hargovan makwana
    Hargovan makwana
    ખુબજ દુઃખ ની આ બાબત છે જ્યાં ભારત દેશ એ હિન્દુત્વ ની પારિવારિક લાગણી ઓ દર્શોવે છે પરંતુ આ લાગણી એ થોડાક સમય માજ ઘણી દલિત સમાજ ની દીકરી ઓ ના કિસ્સા પ્રકાશ માં આવ્યા છે. આરોપી કોઈ પણ હોય શકે તેને તે નરાધમો ને જાતિ સાથે સાથે કંઈ લેવા દેવા હોતો નથી તેવું હોય તો આવા કિસ્સા ઓમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેસ ચલાવી એક વીક એક મહિનામાં જ અપરાધીઓ ને ફાંસી ના મોચડે લટકાવી દેવા જોઈએ ભારતીય સંવિધાન તેવા ગુનેગારી ને નહિ બક્ષે તે સરકાર અને સરકાર ના આવા ચાટુકરો સમજી લેજો.....
    3 months ago
  • Jeshingbhai
    Jeshingbhai
    કોઈપણ કારણ આગળ ધરી નેતાઓના બેટાઓને બચાવવાના પ્રયત્નો થતા રહે છે ડ્રાઈવર ને તુરંત પકડી જેલ હવાલે કર્યો તો નેતાના બેટને કેમ નહિ? જેલમાં સડતા સડતા કંઈ કેટલાય લોકોની તપાસ ચાલુ છે તો એની કેમ નહીં?
    3 months ago
  • પરેશ ગોહિલ
    પરેશ ગોહિલ
    સમાચાર દુઃખદ છે,,,,અને એનાથી વધારે ખરાબ તમારી પત્રકારીતા છે,,, ગમે તે મુદ્દા માં પ્રધાનમંત્રી ને વચ્ચે લેવાના,,,? તમે તમારી આ ન્યૂઝ પોસ્ટમાં કેવા અસ્લીલ એડવેટાઇજ મૂકી છે તે તમને દેખાય છે...? આવા પ્રચાર ને કારણે સમાજની માનસિક વિકૃતિ વધી છે.એના માટે નોર્મલ માણસ ને પણ પોતાની પત્ની સાથે પણ જબરદસ્તી કરતા બે વાર વિચારવું પડે એવા સખત સજા નું પ્રાવધાન હોવું જોઈએ.. જે આપણી કાનૂની વ્યવસ્થા થવા નથી દેતી. સરકાર જો હમણાં એક્શન લે,,તો જાતિ વાદી વિચારધારા ઘુસાડશે,,ધર્મને વચ્ચે લાવશે,,, તો ક્યાંથી ગુંનાહ થતા ઓછા થવાના,,,બધેજ રાજનીતિ... લોક જાગૃતિ સિવાય, ફિલ્મો,,,વેબ,,ટીવી પ્રચારમાં થતો અસ્લીલ પ્રચાર પર સ્ટ્રીકલી રોક ની જરૂર છે.. જય હિન્દ.
    3 months ago