વાહનો પર જાતિ-ધર્મ લખવામાં બ્રાહ્મણ, ક્ષત્રિય અગ્રેસર, UPમાં 5 દિવસમાં 64 વાહનચાલકોને દંડ ફટકારાયો

ભારતમાં જાતિ જ સર્વસ્વ છે તેનું વધુ એક ઉદાહરણ ઉત્તરપ્રદેશમાં સામે આવ્યું છે. હાલમાં જ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલી એક તપાસમાં સામે આવ્યું છે કે વાહનો પર જાતિ અને ધર્મ લખવા બાબતમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો સૌથી આગળ છે. નંબર પ્લેટ અને વિન્ડ સ્ક્રીન પર જાતિ-ધર્મ લખેલા વાહનોને ફટકારવામાં આવેલા દંડ દરમ્યાન પાંચ દિવસમાં આ હકીકત બહાર આવી હતી.
આ પણ વાંચોઃ મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ
પાંચ દિવસમાં આવા 64 વાહનો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી. જેમાં 18 કાર પર બ્રાહ્મણ, 15 કાર પર ક્ષત્રિય અને 10 ફોર વ્હીલર પર ઠાકુર લખેલું જોવા મળ્યું હતું. યાદવ લખેલા ઓછામાં ઓછા ત્રણ વાહનો મળી આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ફરી આવા વાહનોને કડક દંડ ફટકારવાના આદેશો જારી કરવામાં આવતા વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષમાં આવા માત્ર 41 વાહનો પર જ્ઞાતિ-ધર્મ લખીને ચલણ ફટકારવામાં આવ્યું હતું, જ્યારે હવે માત્ર પાંચ દિવસમાં આવા 64 વાહનોને દંડ થયા છે. જેમાં 60 કાર અને ચાર ટ્રકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં 19 હજારથી વધુ એસસી, એસટી, ઓબીસી વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણ સંસ્થાઓ છોડી – કેન્દ્ર સરકાર
આ પણ વાંચોઃ Exclusive: ભારતમાં દરરોજ 3 શ્રમિકોના કામના સ્થળે જીવલેણ અકસ્માતમાં મોત થાય છે
ટ્રાફિક પોલીસે કહ્યું હતું કે, જો તમે તમારા વાહનો પર આવા શબ્દો લખ્યા હોય તો તેને તાત્કાલિક દૂર કરો. જો આમ નહીં કરો તો તે તમારા માટે મુસીબતનું કારણ બની શકે છે. વાહન માટે 5000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને જો વાહન પકડાય તો તેને પણ જપ્ત કરી લેવાય છે. ભૂતકાળમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જો તમારા વાહન પર જાતિ આધારિત શબ્દો લખેલા હોય તો ગમે ત્યારે રોકી શકાય છે.
વાહનો પર આ શબ્દો લખેલા જોવા મળ્યાં
-18 વાહનોમાં બ્રાહ્મણ
-15 વાહનોમાં ક્ષત્રિય
-10 વાહનોમાં ઠાકુર
-08 વાહનોમાં જાટ
-06 વાહનોમાં ગુર્જર
-03 વાહનોમાં યાદવ
-04 વાહનો પર ધાર્મિક પ્રતીકો જોવા મળ્યાં હતાં.
આગળ વાંચોઃ રૂપાલમાં 'ઢોળાયું તોય ઘી' ના ન્યાયે કાદવીયું ઘી એકઠું કરતો વાલ્મિકી સમાજ