ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો

Barkha Madan Story: આ એ અભિનેત્રી-મોડેલની કહાની છે જેણે 1994ની મીસ ઈન્ડિયા સ્પર્ધામાં ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેનને કાંટે કી ટક્કર આપી હતી. હવે તે કરોડોની સંપત્તિ, એશોઆરામ છોડીને બૌદ્ધ સાધ્વી બની ગઈ છે.

ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો
all image credit - Google images

Barkha Madan Story: તમને કદાચ ગ્યાલ્ટેન સેમટેન એવું નામ કહીએ તો ન ઓળખો, પણ બરખા મદાનનું નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. અક્ષયકુમારની ફિલ્મ ‘ખિલાડીઓ કા ખિલાડી’ જોઈ હશે, જેમાં બરખા પણ એક મુખ્ય ચહેરો હતી. તેણે પોતાની પહેલી જ ફિલ્મથી સૌ કોઈનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મ પછી તેને ભારે લોકપ્રિયતા મળી હતી. બરખા મદાને હિંદી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. તે મૉડેલ, અભિનેત્રી અને ફિલ્મ નિર્માત્રી પણ રહી ચૂકી છે.

વર્ષ 1994ની મીસ ઈન્ડિયા સ્પર્ધામાં વિજેતા થયેલી સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાયની સાથે બરખા પણ ફાઈનલિસ્ટ બની હતી. તેણે રામગોપાલ વર્માની ફિલ્મ ‘ભૂત’માં કામ કર્યું એ પછી સૌ કોઈ તેને ઓળખવા લાગ્યા હતા. પછી બરખાએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું અને તેમાં બે ફિલ્મો પ્રોડ્યુસ કરી. જેમાંની બીજી ફિલ્મ તેની જિંદગી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. બરખા એ ફિલ્મ પછી બૌદ્ધ ધર્મ તરફ ઢળી અને હવે તે કરોડોની સંપત્તિ છોડીને સાધુ જીવન જીવી રહી છે.

આ પણ વાંચોઃ શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?


એક સમયની પ્રખ્યાત અભિનેત્રી બરખા મદન હવે બૌદ્ધ સાધ્વી બની ગઈ છે. એક સમયે ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેનને પોતાની સુંદરતાથી ટક્કર આપનારી બરખા હવે ગ્લેમર અને શહેરથી દૂર સાદું જીવન જીવી રહી છે. મિસ ટુરિઝમનો તાજ જીત્યા પછી બરખાએ અક્ષય કુમાર અને રેખા જેવા સ્ટાર્સ સાથે ફિલ્મ ‘ખિલાડીયોં કા ખિલાડી’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કરીને પોતાનું નામ બનાવ્યું હતું. જોકે, 2012માં બરખાએ અચાનક જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને હવે બૌદ્ધ સાધ્વી બની ગઈ છે.

આ પણ વાંચોઃ RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?


2002માં તેણે ધર્મશાળામાં એક કાર્યક્રમ દરમિયાન દલાઈ લામા જોપા રિપોન્ચેને સાંભળ્યા. તેમના શબ્દોથી પ્રેરાઈને તે બૌદ્ધ ધર્મમાં જોડાઈ ગઈ હતી. એ પછી પણ તે ફિલ્મો અને ટીવી શોનો ભાગ હતી, પરંતુ 2012 માં એક દિવસ અચાનક બરખાએ જાહેરાત કરી કે તે ગ્લેમરની દુનિયા છોડીને બૌદ્ધ સાધુ બનવા જઈ રહી છે અને તે સાચું પડ્યું છે. 

આ પણ વાંચોઃ મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!


ઐશ્વર્યા અને સુષ્મિતાને મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ટક્કર આપી હતી
બરખા મદને વર્ષ 1994માં મિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો. સુષ્મિતા સેને આ સ્પર્ધા જીતી હતી જ્યારે ઐશ્વર્યા રાય બીજા ક્રમે રહી હતી. બરખા આ સ્પર્ધા જીતી શકી ન હતી પરંતુ બંનેને ટક્કર આપીને તેણે મિસ ટુરિઝમનો ખિતાબ જીત્યો હતો. બરખાએ ઈન્ટરનેશનલ મિસ ટુરિઝમ કોમ્પિટિશનમાં થર્ડ રનર અપનો ખિતાબ જીત્યો હતો. આ સ્પર્ધા પછી તેને 1996માં બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી. બાદમાં તે ડ્રાઇવિંગ મિસ પામલીન, તેરા મેરા પ્યાર, ભૂત, સમય, સોચ લો અને સુરખાબ જેવી ફિલ્મોનો ભાગ હતી. ફિલ્મો ઉપરાંત, બરખા ટીવી શો ઘર એક સપના, સાથ ફેરે અને ન્યાયમાં પણ જોવા મળી હતી. પણ હવે તે ગ્લેમરની દુનિયા, કરોડોની સંપત્તિ અને જાહોજલાલી છોડીને બૌદ્ધ સાધ્વી બનીને બુદ્ધના શરણોમાં આવી ગઈ છે. 

આ પણ વાંચોઃ આપણી શાળાઓમાં માતા સાવિત્રીબાઈ ફૂલેનો પાઠ કેમ ભણાવાતો નથી?


બરખા માને છે કે, બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો જ માણસને માણસ તરીકે સ્વીકારે છે અને તેને એ જ રીતે જુએ છે. અહીં સૌ સમાન છે. બુદ્ધ જ એકમાત્ર એવી વ્યક્તિ છે જે સમગ્ર માનવજાતને સાચો રસ્તો બતાવે છે.

આ પણ વાંચોઃ Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું


બરખા હવે હંમેશા સાદા વસ્ત્રોમાં મોટાભાગે ધર્મશાલામાં બૌદ્ધ ધર્મ પાળતી જોવા મળે છે. આ ઉપરાંત તે બોધિગયાના તારા ચિલ્ડ્રન પ્રોજેક્ટમાં પણ જોડાયેલી છે જેમાં તે HIV સંક્રમિત બાળકોની સેવા કરે છે. બરખા બૌદ્ધ સાધુ બનવાને તેના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય માને છે.

આગળ વાંચોઃ શહીદ ઉધમસિંહઃ અનાથ આશ્રમમાં ઉછરેલો એ સિંહ, જેણે 21 વર્ષ પછી દુશ્મનને ઘરમાં ઘૂસીને માર્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.