ECIએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરી, જાણો કોણે ખરીદ્યા, કોણે વટાવ્યા

ફાઈનલી ચૂંટણીપંચે એસબીઆઈ પાસેથી મળેલી ઈલેક્ટોરલ બોન્ડની વિગતો પોતાની વેબસાઈટ પર અપલોડ કરી દીધી છે. જાણો કઈ કંપનીએ તે ખરીદ્યાં હતા અને ક્યા પક્ષે તેને વટાવીને ફંડ મેળવ્યું.

ECIએ ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરી, જાણો કોણે ખરીદ્યા, કોણે વટાવ્યા
image credit - India Today

Electoral Bond Details: ચૂંટણી પંચે આખરે ચૂંટણી બોન્ડ(Electoral Bond)ના આંકડા જાહેર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટ(Supreme court)ના નિર્દેશ બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI) એ બે દિવસ પહેલા 12 માર્ચે કમિશન સાથે ડેટા શેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીનો સમય ચૂંટણી પંચને તેની વેબસાઈટ પર અપલોડ કરવા માટે આપ્યો હતો જે પૂર્ણ થતા આખરે વિગતો સામે આવી છે.


ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર 'SBI દ્વારા જારી કરાયેલા ચૂંટણી બોન્ડની વિગતો' બે ભાગમાં અપલોડ કરી છે. આ સાથે જારી કરાયેલા નિવેદનમાં ચૂંટણી પંચે કહ્યું છે કે તમામ વિગતો 'જેમ છે, જ્યાં છે'ના આધારે અપલોડ કરવામાં આવી છે. આ માટે પંચે આ વિગતોની લિંક પણ શેર કરી છે, જેના દ્વારા તેને જોઈ શકાય છે.


ચૂંટણી પંચ દ્વારા અપલોડ કરવામાં આવેલા ડેટા અનુસાર, ઈલેક્ટોરલ બોન્ડના ખરીદદારોમાં ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ટોરેન્ટ પાવર, ભારતી એરટેલ, ડીએલએફ કોમર્શિયલ ડેવલપર્સ, વેદાંત લિમિટેડ, એપોલો ટાયર્સ, લક્ષ્મી મિત્તલ, એડલવાઈસ, પીવીઆર, કેવેન્ટર, સુલા વાઈન, વેલસ્પન અને સન ફાર્માનો સમાવેશ થાય છે.


માહિતી અનુસાર, જે પક્ષોએ ચૂંટણી બોન્ડને વટાવ્યા છે તેમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, AIADMK, BRS, શિવસેના, TDP, YSR કોંગ્રેસ, DMK, JDS, NCP, તૃણમૂલ કોંગ્રેસ, JDU, RJD, AAP અને સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે.

15 ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે કેન્દ્રની મોદી સરકારની ચૂંટણી બોન્ડ યોજનાને ફગાવી દીધી હતી જે બેનામી રાજકીય ભંડોળને મંજૂરી આપતી હતી. બેન્ચે તેને "ગેરબંધારણીય" ગણાવી હતી અને ચૂંટણી પંચને દાતાઓ, તેમના દ્વારા દાન કરાયેલી રકમ અને પ્રાપ્તકર્તાઓને જાહેર કરવા આદેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ ઈલેક્ટોરલ બૉન્ડ મામલે SBIને સુપ્રીમનો ઝટકો, કાલ સુધીમાં તમામ માહિતી રજૂ કરવા આદેશ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.