મળો ભારતના પહેલા દલિત અબજોપતિ પદ્મશ્રી Rajesh Saraiyaને, જેમની કંપનીનું વાર્ષિક ટર્નઓવર છે રૂ. 26.42 અબજ!

સામાજિક ઉપેક્ષાને કારણે દલિત સમાજ શરૂઆતથી જ આર્થિક રીતે નબળો રહ્યો, પરંતુ સમયની સાથે તેમની મહેનતના બળ પર કેટલાક દલિતોએ દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં સફળતાનો ઝંડો ફરકાવ્યો છે. એવાં ઘણા નામ છે, પરંતુ આજે અમે તમને દેશના પહેલા દલિત અબજોપતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ મહેનતુ માણસે અબજો રૂપિયાનું બિઝનેસ સામ્રાજ્ય બનાવ્યું છે અને તેમની ગણતરી વિશ્વના સૌથી સફળ લોકોમાં થાય છે. આ વ્યક્તિત્વનું નામ છે Rajesh Saraiya.
અબજોપતિઓમાં સૌથી મોટું નામ ગણાતા રાજેશ સરૈયાને દેશના પ્રથમ Dalit Billionaire માનવામાં આવે છે. 2 ઓક્ટોબર 1969ના રોજ ઉત્તરપ્રદેશના સીતાપુર પાસેના સરૈયા સાની ગામમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા રાજેશ સરૈયા નાનપણથી જ સાહસી મિજાજ ધરાવતા હતા. આજે તેમનો બિઝનેસ ભારતની બહાર યુક્રેન, રશિયા, જર્મની, ઈસ્તાંબુલ, દુબઈ સહિત દુનિયાના અનેક મોટા દેશોમાં ફેલાયેલો છે.
રાજેશ સરૈયા Ukraine સ્થિત કંપની Steel Montના SEO છે. સ્ટીલમોન્ટની વેબસાઈટ અનુસાર કંપનીનું turnover 350 મિલિયન Dollar એટલે કે લગભગ 26,42,67,50,000 રૂપિયા છે. તેમની કંપની Metal Sectorમાં કામ કરે છે જેનું હેડક્વાર્ટર જર્મનીમાં છે. આ સિવાય લંડન, કીવ, મોસ્કો, ઈસ્તંબુલ, દુબઈ, મુંબઈ અને તિયાન્જિનમાં પણ ઓફિસો આવેલી છે.
આ પણ વાંચોઃ મુખ્યધારાના મીડિયામાં મુખ્ય પદો પર એકેય દલિત, આદિવાસી કે ઓબીસી નહીં – રિપોર્ટ
મીડિયા રિપોર્ટ મુજબ રાજેશ સરૈયાનું પ્રાથમિક શિક્ષણ ભારતમાં જ Dehradunમાં થયું હતું. આ પછી તેમણે રશિયામાં Aeronautics Engineering નો અભ્યાસ કર્યો અને બાદમાં Steel Mont કંપની શરૂ કરી હતી.
રિપોર્ટ્સ અનુસાર રાજેશ સરૈયાનો Metalનો વેપાર યુક્રેનમાં સ્થિત છે. તેમની કંપની બ્રિટનમાં વેપાર કરે છે. જોકે રાજેશ માતૃભૂમિ ભારતને અનહદ પ્રેમ કરે છે. તેઓ આગામી કેટલાક વર્ષોમાં ભારતમાં સ્થાયી થવાનો ઇરાદો ધરાવે છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓ ભારતમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ ખોલવા માંગે છે. તેમને ભારત સરકાર તરફથી બે મોટા એવોર્ડ મળ્યા છે. જેમાં 2014નો Padma shri અને 2012નો પ્રવાસી ભારતીય પુરસ્કાર સામેલ છે.