શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?

શું અનામત ગરીબી દૂર કરવાની કોઈ યોજના છે?

પહેલી વાત તો એ કે અનામત એ ગરીબી દૂર કરવાની કોઈ યોજના નથી. અનામત માટે બંધારણમાં પ્રતિનિધ્વ શબ્દપ્રયોગ કરાયો છે. અનામતનું નામ આવે એટલે કેટલાંકને રીતસરનું પેટમાં દુઃખવાનું ચાલું થઈ જાય છે, પણ ક્યારેય અનામત શું છે અને કેમ મળી વિશે વિચાર પણ કરતા નથી અને અજ્ઞાન લઈને દલીલ કરવા આવી જતા હોય છે.

ભારતની આઝાદી પૂર્વેથી ભારતની પ્રજા બે ભાગમાં વહેંચાયેલી હતીઃ એક જાતિવાદના કારણે શોષિત વર્ગ અને બીજો શોષક વર્ગ. જાતિવાદ એ હદે વ્યાપ્ત હતો કે એક ચોક્કસ વર્ગને શિક્ષણ, મિલકત, સામાજીક મોભો મળે એવી દરેક બાબતથી હજારો વર્ષો સુધી દૂર રાખ્યા હતાં. જેના કારણે સમાજમાં અસમાનતાની મોટી ખાઈ પેદા થઈ હતી. એક સમાજ પાસે મિલકત, જમીન, પૈસા, શિક્ષણ એમ બધું હતું અને એક સમાજ પાસે વર્ગની ગુલામી કરવા સિવાય કંઈ નહોતું. તનતોડ મહેનત કર્યા પછી પણ સરખું બે ટંકનું ભોજન નહોતું મળતું. પરિણામે એક ચોકકસ શોષિત સમાજ ભારતની આઝાદી પછી પણ એ શોષક વર્ગની બરાબરી ન કરી શક્યો. બંધારણ બનાવનારને બાબત ખબર હતી એટલે બંધારણમાં અનામતની બાબત ઉમેરી. જે સમાજને અનામતનો લાભ નથી મળ્યો સમાજ તેમની સાથે અન્યાય થયો હોવાની ફરિયાદ કર્યા કરે છે. પણ અનામત કેમ આપી એના પર ચિંતન કરતો નથી. અનામત અંગે ભારતીય બંધારણમાં 'પ્રતિનિધિત્વ' શબ્દ અપાયો છે. વંચીત સમાજને પ્રતિનિધિત્વ આપવું એટલે અનામત. બંધારણની કલમ 15(4), 16(4), 338(3) અને 440(1)માં પછાત વર્ગ તરીકે ઉલ્લેખ છે. બંધારણની કલમ 46 રાજય સરકારને પછાત વર્ગના શોષણ સામે રક્ષણ આપવાનો આદેશ કરે છે.

 

સામજમાં આજે પણ બે વર્ગ છે. અનામતનો લાભ મળે છે અને અનામનનો લાભ નથી મળતો તે.  આજે પણ બને વર્ગો વચ્ચે આર્થિક, સામાજીક, માનસિક અસમાનતા છે. આ અસમાનતા કેવી છે તે પણ સમજીએ.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન ઉગ્ર બન્યું, ધારાસભ્યોનાં ઘર, ઓફિસ-વાહનો સળગાવાયાં, મ્યુનિ. ઓફિસને આગચંપી

બંને વર્ગો વચ્ચે કેવી અસમાનતા છે?

અનામતનો લાભ નથી મળતો એનું કારણ છે. વર્ષો સુધી જાતિવાદના કારણે થયેલ અન્યાય, વર્ષો સુધી કોઈ એક સમાજનું શોષણ કર્યુ, ગુલામી કરાવી, વેઠ કરાવી, અરે માણસ પણ ગણ્યાં. આર્થિક રીતે એકદમ પાયમાલ કરી દીધા, સામાજીક મોભો છીનવી લીધો. સૌથી મહત્વની વાત એ કે તેમને માનસિક રીતે હદે તોડી પાડ્યાં કે તેઓ પોતાના પર થતા અત્યાચારો અને અન્યાય સામે અવાજ પણ ન ઉઠાવી શકે, સ્વમાન જાળવી શકે. હવે આજ પરિસ્થિતિ ભારતનાં આઝાદી સમય સુધી હતી , બંધારણના અમલમાં આવવાથી અત્યાચાર, અન્યાય ઓછો તો થયો, પણ એમની આર્થિક પરિસ્થતિમાં કોઈ ફરક આવ્યો. કેવી રીતે આવે બધુ તો છીનવી લીધુ હતું? મુદ્દાની વાત કરવી છે કે અનામતનો લાભ નથી મળતો પણ અગાઉથી તમને બાપદાદા તરફથી અઢળક મિલકત મળી છે. આ વર્ગને ભણવાની અઢળક સુવિધા મળે છે, મોંઘી દાટ સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ, ઘરમાં અલગ રૂમ, જોઈએ જરુરી પુસ્તકો મળી રહે, આવવા જવા માટે પોતાના વાહનો, ભણવા માટે દરેક જરૂરી સુવિધા મળી રહે છે.

જેની સામે જેને અનામત મળે છે એણે ભણવાનું સરકારી સ્કૂલોમાં, પુસ્તકો વસાવી શકે, નોટબુક ખરીદી શકે, થોડા મોટા થાય એટલે ઘરની આર્થિક જવાબદારી માથે આવી જાય, માહિતીનો અભાવ, કોઈ ટ્યુશનની વ્યવસ્થા નહીં, સારી કોલેજની ફી ભરી શકે, વધારે ભણવાની ઈચ્છા હોય તો પરિવાર લોન લઈને અથવા થોડી ઘણી જમીન હોય તો એ વેચીને પણ ભણાવે, એમાં થોડો અનામતનો ટેકો મળે, આટલી અસમાનતા હોય અને તોય આટલી સુવિધા મેળવી લેતાં લોકો અનામતનો વિરોધ કરે ત્યારે ખરેખર નવાઈ લાગે.

 

અસમાનતા જાતિવાદની દેન છે એટલે જયાં સુધી જાતિવાદ છે ત્યાં સુધી અનામત પણ રહેવી જોઈએ. ક્યારેક આર્થિક અસમાનતા વિશે વિચારી જોજો અનામત કેમ જરૂરી છે સમજાઈ જશે. વર્ષો સુધી જાતિવાદના કારણે અન્યાય થયો અને હવે ૭૦ વર્ષમાં અનામતને કારણે સમાનતા આવી ગઈ છે? ક્યારેક ગામડાંઓમાં જઈને અનામત મેળવનાર અને અનામત નથી મળતી એમના ઘરો જોઈ લેશો તોય અસમાનતા શું કહેવાય સમજાય જશે.

આ પણ વાંચો: ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો શિક્ષણ ઝંખતા બહુજન સમાજને નડશે

અનામત ૧૦ વર્ષ માટે હતી એ માન્યતા ખોટી છે

આજ સુધી ઘણાંને કહેતાં સાંભળ્યાં છે કે અનામત ફક્ત ૧૦ વર્ષ માટે હતી. બાબત વિશે નેતાઓ, સમાજ સેવકો, પત્રકારો અને સામાન્ય લોકો પણ ચર્ચા કરતાં હોય છે. તેઓ એમ માને છે કે અનામત ૧૦ વર્ષ પુરતી હતી, પણ માહિતી સદંતર ખોટી છે, અને ખોટી માહિતીના કારણે ઘણીવાર અનામત વિવાદમાં આવે છે. ભારતના બંધારણમાં શૈક્ષણિક અનામત અને નોકરીમાં અનામત માટે ૧૦ વર્ષના સમયગાળનો કોઈ ઉલ્લેખ નથી.

 

શિક્ષણમાં અનામત આર્ટિકલ ૧૫() મુજબ મળે છે. બંધારણ પ્રમાણે SC/ST/OBC વર્ગને શિક્ષણમાં સરકારી અને ખાનગી સંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા છે. અને જાતિવાદના કારણે શિક્ષણથી વંચિત રહેલ સમાજને બંધારણમાં અનામત થકી શિક્ષણમાં 'પ્રતિનિધિત્વ' કરવાની વ્યવસ્થા મળી છે. શિક્ષણમાં અનામત અંગે ૧૦ વર્ષ માટેની કોઈ એવી સમયમર્યાદાનો ઉલ્લેખ બંધારણમાં નથી. એટલે જો કોઈ શિક્ષણમાં ૧૦ વર્ષની અનામતની જોગવાઈ અંગે વાત કરે છે તો તે તદ્દન ખોટી માહિતી છે.

 

સરકારી નોકરીમાં અનામત બાબતે બંધારણની કલમ ૧૬() મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને અન્ય પછાત વર્ગ માટે નોકરીમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. વિચારો એક સમયે ગટરો સાફ કરવા જેવા કામો કરાવતાં હતાં એ વર્ગ અનામત થકી અધિકારી પણ બની શક્યો. આપણી સમાજ વ્યવસ્થા એવી હતી નહી કે અનામત વગર શક્ય બને. આપણી માનસિકતા તો ચોકકસ વર્ગને ગુલામીમાં રાખવાની હતી. બાબા સાહેબને ખબર હતી કે વર્ષોથી ઘર કરી ગયેલી જાતિવાદી માનસિકતા ટૂંક સમયમાં અનામત દ્વારા નાબૂદ નહિ થાય એટલે શિક્ષણની સાથે નોકરીમાં અનામતને લઈને પણ બંધારણમાં કોઈ સમયગાળો નિયત કરવામાં આવ્યો નથી. એટલે જયારે કોઈ નોકરીમાં ૧૦ વર્ષની અનામતની વાત કરે તો ખોટી માહિતી ફેલાવે છે એવું કહી શકાય.

 

રાજકીય અનામત વિશે મૂળ બંધારણની કલમ ૩૪૪ મુજબ ૧૦ વર્ષ સુધી અનામત ચાલુ રાખવાની જોગવાઇ હતી. જેમાં SC/ST અને એંગ્લો ઈન્ડીયન માટે લોકસભા, વિધાનસભામાં બેઠક અનામત રાખવાનો સમયગાળો ૧૦ વર્ષનો હતો. પછી બંધારણના અલગ અલગ સુધારા જેમાં ,૨૩,૪૫, ૬૨, ૭૯ અને છેલ્લે ૨૦૦૯નો ૯૫મા સુધારા બિલમાં ૧૦ - ૧૦ વર્ષ સુધી અનામત ચાલુ રાખવી એવો સુધારો થયો છે જે 75 વર્ષ સુધી ચાલુ છે. એટલે અનામતની જોગવાઈ જે 10 વર્ષ સુધી રાખવાની વાત હતી કે ફક્ત રાજકીય અનામતને લઈને હતી.

આ પણ વાંચો: 'બેટા લે લો... બેટા લે લો...' એક પિતા પોતાના લાડકા દીકરાને વેચવા મજબૂર કેમ બન્યો?

આજે અનામતની જરૂર ખરી?

અનામત ફક્ત શિક્ષણ, નોકરી અને રાજકીય લાભ આપવા પુરતી વ્યવસ્થા નહોતી. તેનો હેતુ એક ચોક્કસ સમાજ જાતિવાદના કારણે સામાજિક મોભો અને સ્વમાન નહોતો મેળવી શકતો તેમને તે અપાવવાનો હતો, જેથી તે સ્વમાનથી પોતાની જિંદગી જીવી શકે. અનામત દ્વારા શિક્ષણ અને નોકરી તો મળી જાત પણ કથિત ઉચ્ચ જાતિના લોકોને જે માનમોભો મળતો તેટલો મોભો શિક્ષણ કે નોકરીમાં એક જ સરકારી કચેરી કે ઓફિસમાં બેસીને કામ કરતા પરમાર, મકવાણા, સોલંકી અથવા ગામીત, વસાવા અટક વાળાને મળતો હતો? અટકો જોઈને તો શિક્ષણ અને નોકરીમાં અન્યાય થતો હતો અને આજે પણ એ અન્યાય યથાવત છે. આ અન્યાય દૂર કરવા માટે આજે પણ અનામતની પહેલા કરતા વધુ મજબૂતાઈથી જરૂર પડી રહી છે. આજે પણ IAS, IPS અથવા તો કોઈ ઉચ્ચ સ્તરના અધિકારીઓને તેમની અટકના કારણે અપમાનજનક શબ્દો સાંભળવા પડ્યાં હોય તેવા કિસ્સાઓની ભરમાર છે. આજે આઝાદીના 75 વર્ષ બાદ પણ અસ્પૃશ્યતા, જાતિવાદી માનસિકતા ધરાવનાર લોકો ઘટવાને બદલે વધી રહ્યાં છે. આજે પણ એક ચોકકસ વર્ગના લોકો ગટરમાં ઊતરવા મજબૂર છે. જે અસમાનતા હતી એમાં થોડો ઘણો બદલાવ તો આવ્યો છે પણ એટલો પણ બદલાવ નથી આવ્યો કે અનામતનો લાભ બંધ કરી તેમનો અધિકાર છીનવી લેવામાં આવે.

તો મૂળ વાત એટલી કે જાતિવાદના કારણે અનામત છે, અનામતના કારણે જાતિવાદ નહીં. જો ઈલાજ કરવો જ હોય તો પહેલાં જાતિવાદનો કરવાની જરૂર છે. એ દૂર થઈ જાય અને શોષિત વર્ગને સામાજિક સમાનતાનો અનુભવ થાય તો અનામત આપોઆપ દૂર થઈ જશે.

અહીં કોઈએ એવી ખોટી વાત કરવી કે આજના સમયમાં જાતિવાદ જેવુ કંઈ રહ્યુ નથી. દરરોજ સમાચાર માધ્યમોમાં જોશો તો જાતિવાદના નામે અત્યાચાર થયાના કોઈને કોઈ સમાચાર તો મળી જ આવશે. એ સમાચાર તો કેસ નોંધાયો હોવાથી છપાય છે, બાકી જેમાં કેસ નથી થતો અને જાતિવાદ આચરાય છે તેવા બનાવો તો સેંકડોની સંખ્યામાં બને છે. આજની તારીખે શહેરોમાં પણ ચોક્કસ જાતિના હોવાને કારણે ઘર નથી મળતું. એ સ્થિતિમાં સામાજિક સમાનતા માટે અનામત ચાલુ રાખવી જરૂરી છે. પહેલા માનસિકતા બદલો બાકી બધું એની મેળે બદલાઈ જશે.

 - કાંતિલાલ પરમાર (લેખક નવસર્જન ટ્રસ્ટના સક્રિય કાર્યકર છે)


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.