જજ, કલેક્ટર, પોલીસ બધાં દારૂ પીવે છે, પણ જેલમાં ફક્ત ગરીબો જાય છે

Hindustani Awam Morcha ના અધ્યક્ષ જીતનરામ માંઝીએ બિહાર ભાજપની પોલી નાખતું નિવેદન કરીને નીતિશ સરકારને ભીંસમાં મૂકી દીધી છે.

જજ, કલેક્ટર, પોલીસ બધાં દારૂ પીવે છે, પણ જેલમાં ફક્ત ગરીબો જાય છે
image credit - khabarantar.com

jitan manjhi on Bihar liquor ban: હિન્દુસ્તાની અવામ મોરચા(Hindustani Awam Morcha)ના અધ્યક્ષ અને કેન્દ્રની NDA સરકારમાં જોડાયેલા જીતનરામ માંઝી(Jitan Ram Manjhi)એ બિહાર(Bihar)ની નીતિશકુમાર(Nitish Kumar)ની દારૂબંધી(liquor ban)ની પોલ ખોલી નાખતું નિવેદન આપ્યું છે. માંઝીએ કહ્યું છે કે, બિહારમાં જજથી લઈને કલેક્ટર, એસપી, વકીલ, પોલીસ કોન્સ્ટેબલ એમ બધાં દારૂ પીવે છે પણ જેલમાં માત્ર ગરીબ માણસ જાય છે.

માંઝીએ વધુમાં કહ્યું કે, ગરીબ માણસને દારૂ પીતો પોલીસ તરત પકડી લે છે પણ મોટા દારુ માફિયાઓને પોલીસ કદી પકડતી નથી. 

મુખ્યમંત્રી નીતિશ કુમારે(Nitish Kumar) 7 વર્ષ પહેલા એટલે કે એપ્રિલ 2016માં બિહારમાં સંપૂર્ણ દારૂબંધી(Prohibition of alcohol) લાદી હતી. ત્યારથી બિહારમાં દારૂ વેચવા અને પીનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

બિહારમાં છેલ્લા ઘણા સમયથી નીતિશ કુમારના કાર્યકાળ દરમિયાન દારૂબંધીનો કાયદો અમલમાં છે. આમ છતાં ઝેરી દારૂ પીવાથી અહીં મોટી સંખ્યામાં લોકોના મોત થાય છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ એટલે જ દારૂબંધીને લઈને અનેક સવાલો ઉઠાવ્યા છે. 

જમુઈ પહોંચેલા જીતન રામ માંઝીએ કહ્યું કે, "જજ, વકીલ, ડીએમ, એસપી અને ઈન્સ્પેક્ટર બધા જ દારૂ પીવે છે. પણ એક ગરીબ મજૂર દારૂ પીએ તો તરત જેલમાં ધકેલી દેવાય છે. મોટા મોટા દારૂ માફિયાઓ પકડાતા નથી અને એક ગરીબ પીનારને જેલમાં મોકલી દેવામાં આવે છે.

આ પણ વાંચો: આ નિર્ણય 10 વર્ષ પહેલા થવો જોઈતો હતો: અનામત મુદ્દે જીતનરામ માંઝી

જીતન રામ માંઝી નાગરિક અભિવાદન કમ શિક્ષણ સન્માન કાર્યક્રમમાં ભાગ લેવા માટે જમુઈ પહોંચ્યા હતા. અહીં તેમણે બિહાર સરકાર દ્વારા લાગુ કરાયેલા દારૂબંધી કાયદાનો પર્દાફાશ કર્યો છે.

નીતિશ કુમારે એપ્રિલ 2016માં બિહારમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યમાં ગમે ત્યાં દારૂ પીવા અને વેચવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આમ છતાં બિહારમાં દારૂનું અંધાધૂંધ વેચાણ થઈ રહ્યું છે અને લોકો દારૂ પી રહ્યા છે. 

બિહારમાં દારૂનું વેચાણ ન થવાને કારણે દારૂ પીનારાઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રાજ્યનાં ઘણા ઘરોમાં ગેરકાયદેસર રીતે દારૂ બનાવવામાં આવે છે કાં તો અન્ય રાજ્યોમાંથી સપ્લાય કરવામાં આવે છે. ઝેરી દારૂ પીવાથી પણ ઘણાં લોકોના મોત થાય છે.

તાજેતરમાં જ બિહારના કટિહારમાં ઝેરી દારૂ પીવાથી બે લોકોના મોત થયા છે. એક વ્યક્તિની હાલત નાજુક છે. મૃતકોની ઓળખ શેખ સદ્દામ અને અમિત કુમાર શાહ તરીકે થઈ છે. મોહમ્મદ બદરુદ્દીનની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આગામી દિવસોમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે માંઝીએ દારૂબંધીના કાયદાની પોલ ખોલી નાખતા ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો: કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.