નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદારની પરીક્ષાની નવી તારીખો જાહેર

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. 

નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદારની પરીક્ષાની નવી તારીખો જાહેર
image credit - Google images

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે GPSC એ નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર વર્ગ ૩ની મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. આ પરીક્ષા હવે ૮, ૯, ૧૦ અને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ લેવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નવી તારીખો નોંધી લે અને તૈયારી કરવાનું ચાલુ રાખે. વધુ માહિતી માટે ઉમેદવારો GPSCની વેબસાઇટ પર જઈ શકે છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પહેલા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

GPSC એ પોતાના ઓફિશ્યિલ એક્સ હેન્ડલ પરથી આ માહિતી આપતા લખ્યું હતું કે, નોટિફિકેશન અનુસાર, જાહેરાત ક્રમાંક ૪૨/૨૦૨૩-૨૪ હેઠળની આ પરીક્ષા ૨૮ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન યોજાવાની હતી. પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદ અને તેના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: JEEમાં 824મો રેન્ક મેળવ્યો છતાં આદિવાસી દીકરી બકરીઓ ચરાવે છે

અગાઉ GPSC દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાની નવી તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિતપણે GPSCની અધિકૃત વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખે. આ તારીખો હવે જાહેર કરવામાં આવી છે. 

આ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગે આજે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની જગ્યાઓ માટેની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. આ ભરતી જાહેરાત ક્રમાંક ૪૨/૨૦૨૩-૨૪ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી. 

GPSC ના પ્રવક્તાએ જણાવ્યું કે, "૧૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ યોજાયેલી પ્રિલિમ કસોટીનું પરિણામ ૧૮ માર્ચ ૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ ૩,૩૪૨ ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે." સફળ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠર્યા છે.  આ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસનો એક ભાગ છે. આશા છે કે આ ભરતીથી રાજ્ય વહીવટમાં નવા પ્રતિભાશાળી યુવાનોનો સમાવેશ થશે. ઉમેદવારો વધુ માહિતી માટે GPSC ની ઓફિશ્યિલ વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો: UPSC ફાઈનલમાં ગુજરાતના 26 ઉમેદવારો ઝળક્યાં, ટોપ 100માં 4


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.