ભારતીય પાસપોર્ટની રેન્કિંગ 5 પોઈન્ટ ઘટી, જાણો હવે ક્યા નંબર પર છે

હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો પાસપોર્ટ પાંચ પોઈન્ટ નીચે સરકી ગયો છે. જાણો ભારતીય પાસપોર્ટ ધારકો હવે કેટલા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.

ભારતીય પાસપોર્ટની રેન્કિંગ 5 પોઈન્ટ ઘટી, જાણો હવે ક્યા નંબર પર છે
image credit - Google images

ભારતનો પાસપોર્ટ રેન્કિંગ નીચે સરકી ગયો છે અને હવે તે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં 85મા સ્થાને આવી ગયો છે. આ વર્ષે, ભારતનો ક્રમાંક અગાઉના ૮૦મા ક્રમથી પાંચ સ્થાન નીચે આવી ગયો છે. ઇન્ડેક્સ મુજબ, ભારતીય પાસપોર્ટ ધારકો હવે 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.જ્યારે પડોશી દેશ પાકિસ્તાન ૧૦૩મા ક્રમે છે.

પાસપોર્ટ મામલે કયો દેશ ટોચ પર રહ્યો?

સિંગાપોર સતત બીજા વર્ષે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચ પર રહ્યું છે. ૨૦૨૫ના હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, સિંગાપોર પાસપોર્ટ ધારક ૧૯૫ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. જાપાન આ યાદીમાં બીજા ક્રમે છે, જેના પાસપોર્ટ ધારકો 193 દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે.

આ છે પાસપોર્ટ મામલે ટોચના 10 દેશો:

૧. સિંગાપોર
2. જાપાન
3. ફિનલેન્ડ
4. ફ્રાન્સ
5. જર્મની
6. ઇટાલી
7. દક્ષિણ કોરિયા
૮. સ્પેન
9. ઑસ્ટ્રિયા
૧૦. ડેનમાર્ક

આ પાસપોર્ટના રેન્કિંગમાં પણ ફેરફાર થયો

છેલ્લા દાયકામાં UAE એ પોતાની સ્થિતિમાં મોટો સુધારો કર્યો છે અને હવે તે 10મા સ્થાને છે. તેના નાગરિકો હવે ૧૮૫ દેશોમાં વિઝા મુક્ત મુસાફરી કરી શકે છે. જ્યારે અમેરિકાના રેન્કિંગમાં પણ ઘટાડો થયો છે અને તે હવે નવમા સ્થાને છે, જ્યારે 2015 માં તે બીજા સ્થાને હતું.

તળિયે કોણ છે? 

2025 માં પાકિસ્તાન અને યમન 103મા ક્રમે છે, જ્યાં પાસપોર્ટ ધારકોને ફક્ત 33 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી છે. એ પછી ઇરાકનો નંબર આવે છે, આ દેશના પાસપોર્ટ ધારકો 31 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે, સીરિયા પાસપોર્ટ ધારકો 27 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે અને અફઘાનિસ્તાન પાસપોર્ટ ધારકો 26 દેશોમાં વિઝા-મુક્ત મુસાફરી કરી શકે છે.

આ પણ વાંચો: ભારતમાં પાસપોર્ટ ઈશ્યૂ થવાના આંકડાઓ વધ્યાં, ગુજરાત છઠ્ઠા નંબરે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.