ભારતમાં પાસપોર્ટ ઈશ્યૂ થવાના આંકડાઓ વધ્યાં, ગુજરાત છઠ્ઠા નંબરે

એકબાજુ સરકાર વિકાસ, મેક ઈન ઈન્ડિયાના ગાણાં ગાઈ રહી છે, બીજી તરફ વધુને વધુ લોકો વિદેશમાં સ્થાયી થવા તલપાપડ બન્યાં છે. પાસપોર્ટ ઈશ્યૂના વધતા આંકડાઓ તેનો પુરાવો છે.

ભારતમાં પાસપોર્ટ ઈશ્યૂ થવાના આંકડાઓ વધ્યાં, ગુજરાત છઠ્ઠા નંબરે

દેશમાં દિવસે ને દિવસે બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. એવામાં દેશમાં વિદેશ જવાનો ક્રેજ વધી રહયો છે. તેથી પાસપોર્ટ ઈશ્યૂના પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પાસપોર્ટ ઈશ્યૂના આંકડાઓમાં વધારો થયો છે. આ વર્ષે ગુજરાત રાજયમાં 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. જેની સાથે ગુજરાત સમ્રગ ભારતમાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. એ રીતે આ વર્ષે પાસપોર્ટ ઈશ્યૂના આંકડાઓમાં 20 ટકાનો વધારો થયો છે.

ભારતમાં વિદેશ જવાનો ક્રેજ વધી રહયો છે. સામાન્ય રીતે લોકો વિદેશમાં ફરવા, ભણવા, નોકરી-ધંધા માટે કે સ્થાયી થવા માટે જતા હોય છે. એટલા માટે નવા પાસપોર્ટ ઈશ્યૂ માટે અરજદારોની સંખ્યા સતત વધતી રહી છે. ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 80 ટકા વધારે પાસપોર્ટ ઈશ્યૂ થયા છે.

સૌથી વધુ પાસપોર્ટ કેરળમાં 14.11 લાખ ઈશ્યૂ થયા છે. એ રીતે કેરળ સમ્રગ દેશમાં પ્રથમ સ્થાને રહયું છે. ત્યારપછી મહારાષ્ટ્રમાં 13.78 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. ઉત્તર પ્રદેશમાં 12.56 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. પંજાબમાં 10.83 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. તામિલનાડુમાં 10.55 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. આ સાથે તામિલનાડુ પાંચમાં નંબરે છે. અને ગુજરાત રાજય 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યૂ સાથે છઠ્ઠા ક્રમે છે.

ગુજરાતમાં વર્ષ 2021માં 5.14 લાખ જ્યારે નવેમ્બર 2023 સુધી 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયેલા છે. આમ, બે વર્ષમાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે ગુજરાત રાજયમાં 9.17 લાખ પાસપોર્ટ ઈશ્યૂ થયા છે. જેની સાથે ગુજરાત સમ્રગ ભારતમાં છઠ્ઠુ સ્થાન ધરાવે છે. મતલબ આ વર્ષે પાસપોર્ટ ઈશ્યુના કેસમાં 20 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો : ભંતે ચંદિમા થેરો સહિત સેંકડો બૌદ્ધ ભિખ્ખુઓ સારનાથથી લુમ્બિનીની ધર્મયાત્રા પર

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.