અમેરિકાના બે વૈજ્ઞાનિકોને 2024નો મેડિકલનો નોબેલ પુરસ્કાર જાહેર

વિજેતાઓને 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન એટલે કે 1.1 મિલિયન ડોલરની ઈનામી રકમ મળે છે.

અમેરિકાના બે વૈજ્ઞાનિકોને 2024નો મેડિકલનો નોબેલ પુરસ્કાર જાહેર

બે અમેરિકન વૈજ્ઞાનિકો વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુનને વર્ષ 2024 માટે મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને વૈજ્ઞાનિકોએ માઇક્રો RNAની શોધ કરી છે. વિજ્ઞાનીઓ વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુને માઇક્રો આરએનએની શોધ અને જીન નિયમનમાં તેની ભૂમિકા માટે ફિઝિયોલોજી અથવા મેડિસિનનો આ નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.

મેડિસિન માટે નોબેલ વિજેતાઓની પસંદગી સ્વીડનની કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ મેડિકલ યુનિવર્સિટીની નોબેલ એસેમ્બલી દ્વારા કરવામાં આવે છે. વિજેતાઓને 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન ($1.1 મિલિયન) એટલે કે રૂ. 8.90 કરોડની ઈનામી રકમ આપવામાં આવે છે.

નોબેલ એસેમ્બલીએ જણાવ્યું હતું કે બે વૈજ્ઞાનિકોએ માઇક્રો આરએનએની શોધ કરી છે જે સજીવોના વિકાસ અને કાર્ય કરવાની રીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માનવ સહિત સજીવો કેવી રીતે વિકસિત થાય છે અને કાર્ય કરે છે તે સમજવામાં તેમની શોધ મહત્વપૂર્ણ છે. તે એક નાનો પરમાણુ છે જે જનીન પ્રવૃત્તિને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મેડિકલ ક્ષેત્રે અત્યાર સુધીમાં કુલ 227 વિજેતાઓને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે, જેમાંથી માત્ર 13 મહિલાઓને જ આ પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કારના વિજેતાને 1 કરોડ 10 લાખ સ્વીડિશ ક્રાઉન (લગભગ 1 મિલિયન યુએસ ડોલર) આપવામાં આવે છે. આ પુરસ્કાર સ્વીડિશ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામે આપવામાં આવે છે.

નોબેલની પુણ્યતિથિ 10 ડિસેમ્બરે યોજાતા સમારોહમાં પુરસ્કારો પ્રદાન કરવા માટે વિજેતાઓને આમંત્રિત કરવામાં આવે છે. મેડિકલ ક્ષેત્ર ઉપરાંત મંગળવારે ભૌતિકશાસ્ત્ર, બુધવારે રસાયણશાસ્ત્ર અને ગુરુવારે સાહિત્ય ક્ષેત્રના નોબેલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. શાંતિ માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત શુક્રવારે થશે અને અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત 14 ઓક્ટોબરે કરવામાં આવશે.

દર વર્ષની જેમ, મેડિકલ પુરસ્કાર નોબેલ પુરસ્કારોની શ્રેણીમાં પ્રથમ છે, જે વિજ્ઞાન, સાહિત્ય અને માનવતાવાદી પ્રયાસોના ક્ષેત્રોમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો છે, જ્યારે બાકીના પાંચ પુરસ્કારોની જાહેરાત 7 થી 14 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવશે. 

સ્વીડિશ ડાયનામાઈટના શોધક અને ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલની ઈચ્છાથી વર્ષ 1901 થી વિજ્ઞાન, સાહિત્ય અને શાંતિ માટે આ પુરસ્કારો આપવામાં આવે છે. બાદમાં તેમાં અર્થશાસ્ત્રનો પુરસ્કાર ઉમેરવામાં આવ્યો હતો.

2023નો મેડિકલનો નોબેલ પુરસ્કાર કેટાલિન કારિકો અને ડ્રૂ વીસમેનને એનાયત કરવામાં આવ્યો હતો. કોવિડ-19 સામે અસરકારક એમઆરએનએ રસી વિકસાવવા તરફ દોરી ગયેલી તેમની શોધ માટે તે બંનેનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આદિવાસી લેખિકા-કવિ જેસિંટા કેરકેટ્ટાએ વધુ એક પુરસ્કાર ફગાવ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.