ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવો કાંડ? 4 વિકલાંગ IASની તપાસ શરૂ

મહારાષ્ટ્રના પૂજા ખેડકર જેવો કાંડ ગુજરાતમાં ન સર્જાય તે માટે રાજ્યના 4 આઈએએસ અધિકારીઓના દસ્તાવેજોની તપાસ કરી યુપીએસસીને મોકલાશે.

ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવો કાંડ? 4 વિકલાંગ IASની તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં  ટ્રેઇની આઇએએસ અધિકારી પૂજા ખેડકર છેલ્લા કેટલાક સમયથી સતત વિવાદમાં છે. તેની સામે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો આરોપ છે. ત્રણ દિવસ અગાઉ જ પૂજા ખેડકરની ટ્રેનિંગ રદ કરી દેવાઇ છે. ત્યારે ગુજરાતમાં પણ ચાર વિકલાંગ આઇએએસ અધિકારીઓ સામે તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા આ અધિકારીઓનાં વિકલાંગતાના પ્રમાણપત્રોની તપાસ શરૂ કરાઇ છે. આ તપાસ કરીને રાજ્ય સરકાર દ્વારા તેનો અહેવાલ યુપીએસસીને મોકલવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં તાલીમી સનદી (આઇએએસ) અધિકારી પૂજા ખેડકર છેલ્લા કેટલા સમયથી ચર્ચાના એરણે છે. સતત ચર્ચામાં રહેલ તાલીમી સનદી અધિકારી પૂજા ખેડકર સામે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનો લગાવાયો છે. એટલું જ નહીં, બહુચર્ચિત તાલિમી સનદી અધિકારી પૂજા ખેડકરની તાલીમ પણ રદ કરી દેવાઈ છે. આ સંજોગોમાં ગુજરાત સરકાર દ્વારા પણ રાજ્યના આવા ચાર આઇએએસ અધિકારીઓની વિકલાંગતાને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: દિયોદરમાં ફૂલે-શાહુ લાઈબ્રેરી દ્વારા બહુજન યુવાનો માટે ફ્રી પોલીસ કોન્સટેબલ બેચ શરૂ કરાઈ

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યના ચાર અધિકારીઓ સામે રાજ્ય સરકારે તપાસ શરૂ કરી છે. રાજ્ય સરકાર દ્વારા જે અધિકારીઓની સામે તપાસ શરૂ કરાઇ છે, તેઓ વિકલાંગતા પ્રમાણપત્ર દ્વારા આઇએએસમાં પસંદગી પામ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી) દ્વારા આ ચાર આઇએએસ અધિકારી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમાંથી ત્રણ જૂનિયર અને એક સિનિયર કક્ષાના અધિકારી છે. પૂજા ખેડકરના વિવાદ બાદ ગુજરાત સરકાર આવા બોગસ કે બનાવટી પ્રમાણપત્રોને લઈને ઘણી સતર્ક જોવા મળી રહી છે.

જાણવા મળતી માહિતી અનુસાર આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કોઈ પણ પ્રકારની શંકા ન રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે પ્રાથમિક તપાસ પછી રાજ્યના ચાર આઇએએસ અધિકારીને શોર્ટલિસ્ટ કરાયા હતા, અને તેમના વિકલાંગતાના પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ચાર પૈકીનાં એક સિનિયર આઇએએસ અધિકારીએ ડિસેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ અધિકારીને હાલમાં કોઈ વિકલાંગતા જણાતી નથી. એક સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ, આ કેસમાં એવી શક્યતા પણ છે કે, જે સંલગ્ન અધિકારીએ જ્યારે તેમની સેવા શરૂ કરી ત્યારે તે વિકલાંગતાથી પીડિત હોય શકે, જે સમય વીતવાની સાથે તે ઠીક થઈ ગયા હશે, પરંતુ સાચી હકીકત તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ થાય તે પછી જ સામે આવી શકશે.

આ પણ વાંચો: UPSC ફાઈનલમાં ગુજરાતના 26 ઉમેદવારો ઝળક્યાં, ટોપ 100માં 4


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.