રાજ્યની 1 જિલ્લા, 3 તાલુકા પંચાયતની બેઠકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ તથા ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
-ખેડા જિલ્લા પંચાયતની ૪૪ બેઠકમાં ૧૨ ઓબીસી, ૨ એસસી અને ૧ એસટી માટે અનામત
-કપડવંજમાં ૭ ઓબીસી અને કઠલાલમાં ૬ ઓબીસી માટે જ્યારે એસસી-એસસી માટે ૧-૧ બેઠક અનામત
-ગાંધીનગર તાલુકા પંચાયતની ૨૮માંથી ૮ ઓબીસી અને એસસી-એસટી માટે ૧-૧ બેઠક અનામત
રાજ્ય સરકાર દ્વારા ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં ખેડા જિલ્લા પંચાયત અને કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની એસસી, એસટી અને ઓબીસી બેઠકો અંગેની જાહેરાત કરાઇ છે.
ગુજરાત સરકારના વિકાસ કમિશનર કચેરીના અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા દ્વારા ઉક્ત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની અનામત બેઠકો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ખેડા જિલ્લા પંચાયતની કુલ ૪૪ બેઠકો પૈકીની અનામત બેઠકો જાહેર કરાઇ છે. તેમાં ઓબીસી માટે ૧૨ બેઠકો, એસસી માટે ૨ અને એસટી માટે ૧ બેઠક જાહેર કરાઇ છે તો બિન અનામત વર્ગ માટે ૨૯ બેઠકો રહેશે.
જ્યારે કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની બેઠકોને માટે પણ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તેમાં કપડવંજ તાલુકા પંચાયતની કુલ ૨૬ બેઠકોમાંથી ૧ એસસી, ૧ એસટી, ૭ ઓબીસી માટે અને બાકીની ૧૭ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરાઇ છે. તો કઠલાલ તાલુકા પંચયતની કુલ ૨૪ બેઠકોમાંથી ૧ એસસી માટે, ૧ એસટી માટે, ૬ ઓબીસી માટે અને બાકીની ૧૬ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરાઇ છે.
તો ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ ૨૮ બેઠકોમાંથી ૧ એસસી, ૧ એસટી માટે, ૮ ઓબીસી માટે અને બાકીની ૧૮ બેઠક બિનઅનામત બેઠક જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: આગામી સપ્ટેમ્બરમાં રાજ્યની 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે