Online shopping માં ફ્રોડથી Open Box Delivery તમને બચાવશે

જો તમે પણ અન્યોની જેમ મોટાભાગે ઓનલાઈન ખરીદી કરો છો તો તમને Open Box Delivery ના વિકલ્પનો ખ્યાલ હોવો જોઈએ.

Online shopping માં ફ્રોડથી Open Box Delivery તમને બચાવશે
image credit - Google images

લોકપ્રિય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ(online Shopping Platform) ફ્લિપકાર્ટ(Flipkart) અને એમેઝોન(Amazon) પર હાલ તહેવારોને ધ્યાનમાં રાખીને શોપિંગ ફેસ્ટિવલ(Shopping Festival) ચાલી રહ્યાં છે ત્યારે મોટાભાગના લોકો તેનો લાભ લેવા માટે પડાપડી કરતા હોય છે. જો કે, તેમાં ઘણીવાર ઓનલાઈન છેતરપિંડી(online fraud) નો ભોગ બની જવાતું હોય છે. ખાસ કરીને તહેવારોની સિઝન(Festive season)માં જ્યારે વધુને વધુ લોકો આ રીતે ખરીદી કરતા હોય ત્યારે ફ્રોડના કિસ્સા વધી જાય છે. જો તમે પણ આ રીતે ઓનલાઈન ખરીદી કરો છો તો તમને ઓપન બોક્સ ડિલિવરી(Open Box Delivery)ના વિકલ્પનો ખ્યાલ હોવો જોઈએ.

હાલ ઘણાં ઉત્પાદનો અને સ્માર્ટફોન પર હજારો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને તેના વેચાણમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં એવો ડર ચોક્કસ રહે છે કે, પ્રોડક્ટના બોક્સમાં તમે જે મગાવેલી એ જ ચીજવસ્તુ છે કે નહીં અને કોઈ છેતરપિંડી ન થાય. આના સમસ્યાના ઉકેલ તરીકે ઓપન બોક્સ ડિલિવરી ઓફર કરવામાં આવી રહી છે અને તમારે તેના વિશે જાણવું જ જોઈએ.

આ પણ વાંચો: હવે JNU કેમ્પસમાં ધરણા-વિરોધ પ્રદર્શન કરવા પર રૂ. 20 હજારનો દંડ થશે

જો તમે Flipkart પરથી ઇલેક્ટ્રોનિક્સ ખરીદો છો, તો તમારી પાસેથી વધારાની સિક્યોર પેકેજિંગ ફી લેવામાં આવે છે (મોટાભાગના ફોન માટે રૂ. 99). બદલામાં કંપની એક્સ્ટ્રા સીલ અને ઓપન-બોક્સ ડિલિવરી ઓફર કરે છે. ફ્લિપકાર્ટ તેના ગ્રાહકોને ઓપન-બૉક્સ ડિલિવરી લેવા માટે કહે છે, જેમાં તેઓ ડિલિવરી એજન્ટને બૉક્સ ખોલવા અને તેમને પ્રોડક્ટ બતાવવા માટે કહી શકે છે. જેથી કોઈપણ પ્રકારની છેતરપિંડી માટે અવકાશ ન રહે. ચાલો તમને જણાવીએ કે ઓપન-બોક્સ-ડિલિવરી લેવી શા માટે મહત્વપૂર્ણ છે.

Open Box Delivery શું છે?

ઓપન બૉક્સ ડિલિવરીમાં ગ્રાહકને જ્યારે પ્રોડક્ટની ડિલિવરી કરવામાં આવે છે ત્યારે તેને ખોલીને ચેક કરવાની તક મળે છે. જો ઉત્પાદન ખામીયુક્ત અથવા ક્ષતિગ્રસ્ત છે, તો ગ્રાહક તેને તરત જ રિજેક્ટ કરીને પરત આપી શકે છે. આ સેવા એવા ગ્રાહકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેઓ પ્રોડક્ટની ગુણવત્તાને લઈને સાવધ છે અથવા કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માંગે છે. ઘણી વખત આવા કિસ્સાઓ જોવા મળે છે જ્યારે ફોનના બોક્સમાંથી સાબુ કે પથ્થર નીકળ્યા હોય. ઓપન-બોક્સ ડિલિવરીને કારણે તમારી સાથે આવું થશે નહીં.

Open Box Delivery ના ફાયદા શું છે?

સૌથી મોટો ફાયદો પારદર્શિતા અને વિશ્વાસ હોય છે, કારણ કે ગ્રાહકને જે પ્રોડક્ટ મળી છે, તેને તે રિસીવ કરતા પહેલા ખોલીને જોઈ શકે છે. તેનાથી ગ્રાહક એ વિશ્વાસ કેળવી શકે છે કે, તેને જે પ્રોડક્ટ મળી છે તે યોગ્ય છે કે નહીં. ડિલિવરી પહેલા જ પ્રોડક્ટને ખોલવાની સ્થિતિમાં મોટાભાગના ગ્રાહકો તેને રિટર્ન નથી કરતા અને ડિલિવરી પછી તરત કોઈ સમસ્યા કે ફિઝિકલ ડેમેજની ફરિયાદ નથી આવતી. જેના કારણે અન્ય ડિલિવરીની જેમ છેતરપિંડી થવાની શક્યતા ઘટી જાય છે.

તમારે માત્ર એ ધ્યાન રાખવાનું છે કે, જ્યારે તમને પ્રોડક્ટની ડિલિવરી કરવામાં આવે ત્યારે તે ઓપન બોક્સ ડિલિવરી હોય. જો તમે ઇચ્છો તો, તમે પ્રોડક્ટ ખોલતી વખતે ડિલિવરી એજન્ટનો વીડિયો બનાવી શકો છો, જેથી તમારી પાસે સાબિતી હોય કે બૉક્સમાં સાચી પ્રોડક્ટ આવી છે કે નહીં. જો એજન્ટ ઓપન-બોક્સ ડિલિવરીની મંજૂરી આપવાનો ઇનકાર કરે છે, તો તમે ઉત્પાદન સ્વીકારવાનો ઇનકાર પણ કરી શકો છો.

આ પણ વાંચો: ઉનસે અલગ રાય રખતા હું, ઈસલિયે મેરા કરિયર બરબાદ કર દિયા ગયા – પ્રો. લક્ષ્મણ યાદવ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.