શરમજનક: અયોધ્યામાં ૬૯ વર્ષની મહિલા પર બળાત્કાર, વીડિયો વાયરલ

પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

શરમજનક: અયોધ્યામાં ૬૯ વર્ષની મહિલા પર બળાત્કાર, વીડિયો વાયરલ
image credit - Google images

રામરાજ્યનું પ્રતીક ગણાતા અયોધ્યામાં 69 વર્ષની એક વૃદ્ધા પર બળાત્કાર થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અયોધ્યાના કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની વૃદ્ધાએ ચાર લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. પોલીસે ચારેય વિરુદ્ધ બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી વૃદ્ધાને મેડિકલ તપાસ માટે મોકલી આપી છે. બળાત્કારના કેસમાં બે કિશોરો અને એક આધેડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ચોથા આરોપીની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ કુમારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની ૬૯ વર્ષીય વૃદ્ધાએ આરોપ લગાવ્યો છે કે ૨૩ સપ્ટેમ્બરની રાત્રે ગામના ચાર લોકોએ તેની સાથે રેપ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં રહેતા વૃદ્ધાના પુત્રને જાણ થઈ હતી.

આ પણ વાંચો: 'ચાલ મોબાઈલ અપાવું' કહીને દલિત સગીરાને કારમાં બેસાડી રેપ કર્યો

એ પછી તે ગામ પહોંચી તેની માતાને લઈને કુમારગંજ પોલીસ સ્ટેશન ગયો અને બળાત્કારના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે ગામનો એક આધેડ ટ્યુબવેલની અંદર બેસીને વૃદ્ધા સાથે દારૂ પી રહ્યો હતો. ત્યારે ગામનો અન્ય એક આધેડ પણ ત્યાં પહોંચી ગયો હતો. એ પછી પહેલો આધેડ ત્યાંથી બહાર નીકળીને બાજુના કાલી મંદિર તરફ ગયો. એ દરમિયાન હાજર રહેલા આધેડે વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન ગામના બે કિશોરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે બળાત્કારનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જ્યારે બળાત્કાર પીડિતા વૃદ્ધાના પુત્રને વાયરલ વીડિયોની જાણ થઈ તો તે ગામ પહોંચ્યો અને તેની માતા પાસેથી સત્ય જાણી પોલીસ ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: મેલી વિદ્યાની શંકાએ ટોળાએ બે આદિવાસી મહિલાઓને નગ્ન કરી મારી નાખી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.