'ચાલ મોબાઈલ અપાવું' કહીને દલિત સગીરાને કારમાં બેસાડી રેપ કર્યો

Dalit Minor Girl Car Rape: 17 વર્ષની દલિત સગીરાને બે ઓળખીતા શખ્સોએ મોબાઈલ ફોન અપાવવાની લાલચ આપી સૂમસામ જગ્યાએ લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.

'ચાલ મોબાઈલ અપાવું' કહીને દલિત સગીરાને કારમાં બેસાડી રેપ કર્યો
image credit - Google images

Dalit Minor Girl Car Rape: સવર્ણોને જ્યારે તેમની કોઈ બહેન-દીકરી પર રેપ થાય ત્યારે તે આખા દેશનો મામલો હોય તેમ હોબાળો મચાવે છે પરંતુ જ્યારે એવી જ કોઈ ઘટના દેશની દલિત-આદિવાસી સમાજની બહેન-દીકરી સાથે બને ત્યારે તેઓ મોંમાં મગ ભરીને બેસી જાય છે. એમાં પણ આરોપી જો તેમની જાતિનો હોય, તો તેઓ બળાત્કારીનો બચાવ કરવામાં પણ લાજશરમ નથી અનુભવતા. ઘણીવાર તો તેઓ ઉલટાનું પીડિતાને જ આરોપીના કઠેડામાં ઉભી કરી દેતા હોય છે. આવી અનેક ઘટનાઓ આ દેશના-દલિતો આદિવાસીઓએ જોઈ છે. બળાત્કારની આવી જ એક ઘટના બની ગઈ પણ તેને લઈને ક્યાંય હો-હા જોવા મળી નથી.

મળતી માહિતી પ્રમાણે એક દલિત સગીરાને બે જાણીતા યુવકોએ મોબાઈલ ફોન અપાવવાની લાલચ આપીને કારમાં બેસાડી હતી. એ પછી કારને સૂમસામ રસ્તા પર વાળીને ચાલુ કારમાં જ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એ દરમિયાન કાર ઇલેક્ટ્રિકના થાંભલા સાથે અથડાતા આરોપીએ પીડિતા અને કારને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. એ પછી સગીરા જેમ તેમ કરીને ઘરે પહોંચી હતી અને પરિવારના આખા મામલાની જાણ કરતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ દલિત સગીરા પર વેપારીના છોકરાએ બળાત્કાર કર્યો, પોલીસે 1 લાખ આપી પરાણે સમાધાન કરાવ્યું

આ મામલે પીડિતાની માતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પીડિતાની માતાએ આપેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમની પુત્રીને મોબાઈલ ફોનની લાલચ આપીને કારમાં બેસાડી હતી. ત્યારબાદ તેઓ અચાનક તેમની દીકરીને એક એકાંત સ્થળે લઈ ગયા અને ચાલતી કારમાં તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો.
કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા આરોપીઓ ભાગી ગયા
ઘટના ગુનાખોરી અને જાતિવાદ માટે કુખ્યાત થઈ ચૂકેલા ઉત્તરપ્રદેશની છે. અહીંના ગોંડામાં આ ઘટના બની હતી. ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જ્યારે આરોપીઓ સગીરા સાથે બળાત્કાર કરી રહ્યા હતા, ત્યારે ડ્રાઈવર યુવકે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને કાર ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ હતી. એ પછી આરોપી સગીરા અને કારને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. એ પછી પીડિતા પગપાળા ઘરે પહોંચી હતી અને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેની માતાએ પોલીસ સ્ટેશન પહોંચીને કેસ નોંધાવ્યો હતો.

સગીરાએ ઓળખીતા યુવક પર વિશ્વાસ મૂક્યો
ગોંડાના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર મનોજ કુમાર પાઠકે જણાવ્યું હતું કે, ફરિયાદ મુજબ શનિવારે મોડી સાંજે દલિત મહિલા તેના પતિ અને પુત્રી સાથે કોઈ કામ માટે તેના સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાં પંતનગરના આરિફ અને ભગૌતીગંજના રિઝવાને તેમની પુત્રીને મોબાઈલ ફોન અપાવવાના બહાને પોતાની કારમાં બેસાડી હતી. જો કે આરોપીઓ તેને મોબાઈલ માર્કેટને બદલે સરક્યુલર રોડ પર એકાંત સ્થળે લઈ ગયા હતા, જ્યાં બંનેએ ચાલતી કારમાં તેણી પર ગેંગરેપ કર્યો હતો. 

આ પણ વાંચોઃ દલિત યુવતીને ગોંધી રાખી, બળજબરીથી દારૂ પીવડાવી પાંચ યુવકોએ ગેંગરેપ કર્યો

પોલીસના જણાવ્યા મુજબ, આ દરમિયાન કાર કાબૂ બહાર ગઈ અને ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ, ત્યારબાદ આરોપી કાર અને સગીરાને ત્યાં જ છોડીને ભાગી ગયા હતા. જેમ તેમ કરીને સગીરા મોડી રાત્રે ઘરે પહોંચી અને તેના પરિવારજનોને ઘટનાની જાણ કરી. 

પોલીસે કાર કબજે કરી
મળતી માહિતી પ્રમાણે, પીડિતાની માતાની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે અને પીડિતાને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગુનામાં વપરાયેલી કાર પણ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી આરિફે કાર તેના મિત્ર પાસેથી એમ કહીને માંગી હતી કે, તેને એક અંતિમ સંસ્કારમાં જવાનું છે. પોલીસે કાર પણ કબ્જે કરી છે. હાલ પોલીસ પીડિતાના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. 

આ પણ વાંચોઃ મર્યા પછી પણ જાતિ નડીઃ સવર્ણોએ દલિત મહિલાના અંતિમ સંસ્કાર ન થવા દીધાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.