રાજકોટમાં લવ જેહાદથી બચવા પાટીદારોના ગરબામાં આધારકાર્ડ ફરજિયાત

રાજકોટમાં પાટીદાર સમાજ દ્વારા નવરાત્રિમાં યોજાતા ગરબામાં આ વખતે પ્રવેશ અને પાસ મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત કરાયું છે.

રાજકોટમાં લવ જેહાદથી બચવા પાટીદારોના ગરબામાં આધારકાર્ડ ફરજિયાત
image credit - Google images

Aadhaar card mandatory in Garba:આવતા મહિને નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે ત્યારે પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન અત્યારથી ફિક્સ થવા માંડ્યું છે. જો કે દર વર્ષે નવરાત્રિ આવે ત્યારે લવ જેહાદનો મુદ્દો ઉછળતો હોય છે. આ મામલે હવે રાજકોટમાં પાટીદાર સમાજની એક નવરાત્રિના કાર્યક્રમમાં પ્રવેશ માટે આયોજકો દ્વારા આધારકાર્ડ ફરજિયાત કરાયું છે.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કડવા પાટીદાર સમાજ દર વર્ષે અહીં યુડી કલબના દાંડિયાનું આયોજન કરે છે. આયોજકોનું માનવુ છે કે, ગરબામાં વિધર્મીઓ પ્રવેશી ન જાય અને લવ જેહાદ જેવા કિસ્સા ન બને તે માટે પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરાયું છે.

કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલે જણાવ્યું છે કે, અર્વાચીન ગરબાના આયોજકોએ એન્ટ્રી કરનાર દરેકના આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. યુડી કલબ નવરાત્રીના પાસ આધારકાર્ડ લઈને જ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: Exclusive - ગિરનાર પર્વતની પાંચમી ટૂંક ઉપર આવેલા પગલાંનો વિવાદ: ઐતિહાસિક પુરાવા પર એક દ્રષ્ટિપાત

આયોજકોનું માનવું છે કે, એન્ટ્રી ગેટ પર આ રીતે આધારકાર્ડ ચેક કરવાથી વિધર્મીઓ પ્રવેશી નહીં શકે અને લવજેહાદ જેવા કિસ્સા અટકશે.

નવરાત્રિ દરમિયાન કોઇ લવ જેહાદના કિસ્સા ન બને માટે રાજકોટમાં કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકોએ કેટલાક નિયમો ઘડ્યાં છે. એ મુજબ ખેલૈયાઓએ ગરબામાં એન્ટ્રી માટે આધારકાર્ડ ફરજિયાત બતાવવું પડશે. આધારકાર્ડ વિના એન્ટ્રી કે ગરબાના પાસ નહિ મળી શકે. રાજકોટમાં દર વર્ષે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબા યોજાય છે. આ વર્ષે પણ યુડી કલબ ગરબાનું આયોજન કરવા જઇ રહ્યું છે. પાટીદાર સમાજના આ ગરબા ક્લબ દ્વારા લેવાયેલા નિર્ણયમાં હવે અન્ય સમાજના ગરબા આયોજકો પણ જોડાયા છે. ૩ ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી પાર્ટી પ્લોટમાં અને ક્લબમાં ગરબા યોજતા આયોજકો આ નવા વણલખ્યા નિયમને લઈને દ્વિધા અનુભવી રહ્યાં છે.

કેટલાક આયોજકો આ મામલે શું નિર્ણય લેવો તેને લઈને દ્વિધામાં છે. જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેમના પર દોષનો ટોપલો ઢોળવામાં આવી શકે છે. એ સ્થિતિમાં યુડી ક્લબની જેમ તેઓ પણ આધારકાર્ડ ફરજિયાત કરે તો નવાઈ નહીં.

આ પણ વાંચો: જાતિનું પ્રમાણપત્ર  જમા કરાવવામાં પણ ભેદભાવઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 16 વર્ષ પછી 2 ઉમેદવારોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.