ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા મુદ્દે લોહીયાળ જંગ, 8 દલિતો ઘાયલ
એક ગામમાં દલિત વાસમાં ડૉ. આંબેડકરની પ્રતિમા લગાવવા જઈ રહેલા દલિત સમાજના લોકો પર જાતિવાદી ટોળાંએ જીવલેણ હુમલો કર્યો છે. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.
જાતિવાદી તત્વોને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના નામ અને કાર્યથી કેટલી નફરત છે તે આ દેશના દલિતો, આદિવાસીઓ સારી રીતે જાણે છે. એટલે જ જ્યારે પણ કોઈ ગામ કે ચોકમાં બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની પ્રતિમા મૂકવાની વાત આવે છે ત્યારે જાતિવાદી તત્વો તરત વિરોધ કરવા પર ઉતરી આવે છે. ઘણીવાર તો આ તત્વો કાયદો વ્યવસ્થાને હાથમાં લઈને મારામારી પર પણ ઉતરી આવે છે.
આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેમાં જાતિવાદી તત્વોએ ગામમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લગાવી રહેલા દલિત સમાજના લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જાતિવાદી ટોળું દલિતવાસ પર હથિયારો લઈને ઉતરી પડ્યું હતું અને દલિત સમાજના લોકોને દોડાવી, દોડાવીને માર્યા હતા. આ લોહીયાળ હુમલામાં જંગમાં દલિત સમાજના 8 લોકો ઘાયલ થઈ ગયા છે. જો કે, એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં ખસેડાઈ છે.
ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશની છે. જ્યાં એક ગામમાં દલિત સમાજના લોકો બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા લગાવવાનું નક્કી કર્યું હતું. જો કે, ગામના જાતિવાદી તત્વોએ તેમને એમ ન કરવા કહ્યું હતું, સાથે જ ધમકી આપી હતી કે, જો બાબાસાહેબની પ્રતિમા લગાવશો તો તેનું પરિણામ ભોગવવું પડશે. જાતિવાદીઓની આવી ખૂલ્લી ધમકી છતાં દલિત સમાજના લોકોએ મળીને બાબાસાહેબની પ્રતિમા લગાવી હતી અને તેના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખ્યો હતો. પણ એ જ વખતે ગામના જાતિવાદી તત્વો ટોળામાં દલિતવાસ પર તૂટી પડ્યા હતા અને હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક મહિલાઓ પણ ઘાયલ થઈ ગઈ છે. પોલીસને આ ઘટનાની જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેણે ઘાયલોને સારવાર માટે તિર્વાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
આ પણ વાંચો: વઢવાણમાં અસામાજિક તત્વો બાબાસાહેબની પ્રતિમાના ચશ્મા ચોરી ગયા
ઘટના યુપીના કનૌજની છે, જ્યાંથી સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સાંસદ છે. અહીં તિર્વા પોલીસ સ્ટેશનમાં આવતા ભૂલભુલિયાપુર ગામમાં દલિત સમાજના 24 ઘરો છે. આ સિવાય વર્મા અને અન્ય જાતિના લોકો વસે છે. ગઈકાલે રાત્રે અહીં દલિત સમાજના લોકો ડો. આંબેડકરની પ્રતિમા લગાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે જ ગામના માથાભારે લોકો(મીડિયામાં ક્યાંય પણ આ ઘટનામાં આરોપીઓનું નામ નથી વાંચવા મળતું કે નથી તેમની જાતિનો ક્યાંય ઉલ્લેખ મળતો.) ત્યાં પહોંચી ગયા હતા અને તેમને બાબાસાહેબની મૂર્તિ ન લગાવવા માટે ધમકાવવા લાગ્યા હતા.
એ પછી પણ દલિત સમાજના લોકો પ્રતિમા લગાવવા માટે મક્કમ હતા. આથી જ્યારે પ્રતિમા લગાવાઈ રહી હતી ત્યારે જ જાતિવાદી તત્વોએ હુમલો કરી દીધો હતો. જેના કારણે પ્રતિમાના અનાવરણના કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જાતિવાદીઓએ દંડા અને લાકડીઓ લઈને દલિતવાસ પર હુમલો કર્યો હતો. જેમા પુરુષો સાથે અનેક મહિલાઓને પણ ઈજા પહોંચી છે.
ગભરાયેલા દલિત સમાજના લોકો ગામ બહાર જતા રહ્યા હતા, પણ જાતિવાદી તત્વો ત્યાં પણ તેમને મારવા માટે પહોંચી ગયા હતા. દલિત સમાજના અનેક લોકોને ગામ વચ્ચે દોડાવીને માર માર્યો હતો અને જાતિવાદી તત્વોએ બધાંને ગામ ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા જતા રહેવાની ધમકી આપી છે. જો એમ નહીં કરે તો તેનું પરિણામ ભોગવવું પડશે તેવી પણ ધમકી આપી છે.
આ ઘટનાની કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તેમણે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી છે. ઘાયલોમાં એક મહિલાની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.
હુમલામાં ઘાયલ થયેલા લોકોનો આરોપ છે કે, સ્થાનિક સત્તાપક્ષના ધારાસભ્યનો હુમલાખોરોને ટેકો હોવાથી જાતિવાદી તત્વો સતત તેમને હેરાન પરેશાન કરતા રહે છે. હથિયારો સાથે ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા રહે છે. પોલીસ પણ આ હુમલાખોરો પર કોઈ કાર્યવાહી નથી કરી રહી. બીજી તરફ પોલીસનું કહેવું છે કે, તેમણે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને જે પણ દોષી જણાશે તેમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Navin maheshwari21 sadi ham sc st obc minorities ki he,har hal me ham jati wad ki janjir ko tod kar rahenge desh me samta samanta bandhuta ka sashan lake rahenge,jay bheem jay savidhan jay mulnivasi,