ગાંધીનગરમાં બનશે ભવ્ય વણકર ભવન, 22 ફેબ્રુઆરીએ યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ

ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં દલિત સમાજ માટે જાહેર કે ખાનગી કાર્યક્રમો યોગ્ય રીતે આયોજિત કરી શકાય તેવા સ્થળો આંગળીના વેઢે ગણી શકાય તેટલા માંડ છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં વણકર સમાજ ભવન તૈયાર થવા જઈ રહ્યું છે.

ગાંધીનગરમાં બનશે ભવ્ય વણકર ભવન, 22 ફેબ્રુઆરીએ યોજાશે ભૂમિપૂજન કાર્યક્રમ
image credit - gujarat vankar samaj panch

ગુજરાતમાં દલિત સમાજ માટે જાહેર કાર્યક્રમોનું આયોજન કરી શકાય તેવા સ્થળોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી માંડ છે. સમાજના વિવિધ જાહેર કે ખાનગી કાર્યક્રમો માટે યોગ્ય સ્થળના અભાવને કારણે ફાર્મહાઉસો કે મોંઘી હોટલોમાં કાર્યક્રમો યોજવા પડતા હોય છે. ઘણીવાર મેદાનોમાં કાર્યક્રમો કરવા યોજવા પડે છે અને તેમાં પોલીસની મંજૂરીથી લઈને સ્થાનિક લોકોની દાદાગીરી પણ સહન કરવી પડતી હોય છે. આ સ્થિતિના નિવારણની દિશામાં એક મજબૂત પગલું લેવાવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે કુડાસણમાં ભવ્ય વણકર સમાજ ભવન નિર્માણ પામવા જઈ રહ્યું છે.

તમામ જરૂરી સુવિધાઓથી સજ્જ આ વણકર ભવનના ભૂમિપૂજનનો કાર્યક્રમ આગામી 22 ફેબ્રુઆરી 2024ને ગુરૂવારના રોજ સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં રામકથા મેદાન, પથિકાશ્રમ પાછળ સેક્ટર 11માં યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વણકર સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.


ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર દ્વારા આ વણકર ભવનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ દિવસે વણકર ભવનના ભૂમિપૂજનના કાર્યક્રમની સાથોસાથ આ દિવસને વણકર એકતા મહામહોત્સવ તરીકે યોજવાનું પણ આયોજન કરાયું છે. આ ભવન તૈયાર થઈ ગયા પછી દલિત સમાજે પાટનગરમાં કોઈપણ મોટો સામાજિક કાર્યક્રમ કરવો હશે તો તેના માટે કોઈના આશ્ચિત નહીં રહેવું પડે.

આગળ વાંચોઃ કલોલના ડીંગુચા ગામે દાખલો બેસાડ્યો, પ્રજાસત્તાક દિને દલિત દીકરીના હાથે ધ્વજવંદન કરાવ્યું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.