આગામી સપ્ટેમ્બરમાં રાજ્યની 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે

ગુજરાતમાં ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, ૨ જિલ્લા પંચાયત અને ૭ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

આગામી સપ્ટેમ્બરમાં રાજ્યની 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે
image credit - Google images

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં હવે આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયતો અને ૭ હજાર ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. આ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી બે મહિનામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બે થી ત્રણ મહિના ચૂંટણી પાછળ ખેંચવામાં આવી શકે છે. રાજ્યની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર તરીકે તલાટી ભૂમિકા ભજવી રહ્યા છે. ગામનું સંચાલન તલાટીના માથે આવી પડ્યું છે. ચૂંટણી નહીં યોજાવાના કારણે ગામડાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.

આ ઉપરાંત, તલાટી પાસે એક થી વધુ ગામના ચાર્જ હોવાથી કામનું ભારણ વધારે હોય છે, ત્યારે તલાટી એક ગામમાં રહીને સમસ્યાઓને ન્યાય આપી શકતો નથી. આવા સંજોગોમાં વહીવટદાર રાજ ખતમ થાય અને વહેલાસર ચૂંટણી યોજાય તે જરૂરી છે.

આ પણ વાંચો: સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાની ભૂમિકા

છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી આ ચૂંટણી હાલ તો આગામી નવરાત્રી દરમિયાન યોજાય તેવા સંકેત છે. રાજ્યની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત તેમજ ૭૦૦૦ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. ગત ઓગષ્ટ મહિનામાં નિવૃત્ત ન્યાયમૂર્તિ કે.એસ.ઝવેરી પંચના રિપોર્ટ બાદ ઓબીસી અનામત ૨૭ ટકા કરવાની જાહેરાત ગત ઓગષ્ટ મહિનામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

ઝવેર કમિશનના રિપોર્ટ અનુસાર, ગ્રામીણ વિસ્તારે પરુ ને શહેરી વિસ્તારમાં ૪૬.૪૩ ટકા ઓબીસી સમાજની વસ્તી છે તેને અનુલક્ષીને ઓબીસી સમાજ માટે અનામત બેઠકો જિલ્લા પંચાયતોમાં ૧૦૫ થી વધીને ૨૨૯ અને ૨૪૮ થી વધીને ૧,૦૮૫, રાજ્યની કુલ ૧૪૫૬૨ ગ્રામ પંચાયતોમાં ૧૨,૭૫૦ થી વધીને ૨૫૩૪૭ બેઠકો એ જ રીતે નગરપાલિકામાં પણ મોટાપાયે બેઠકો વધી રહી છે.

જેમાં અનામત વર્ગીકરણની કાર્યવાહી પૂરી કરવાની સાથે નવી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે અને મતદાર મંડળો રચાશે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ગ્રામ્ય સ્તરનું સંગઠન મહત્ત્વની ભૂમિકા અદા કરતું હોય છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કોઈ પક્ષ સીધો ભાગ લેતું નથી પણ તે પોતાના સમર્થકોને ટેકો જાહેર કરતા હોય છે.

આ પણ વાંચો: ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • પરથીરાજચેહુજીસોલંકી
    પરથીરાજચેહુજીસોલંકી
    લુણપુર ગામ પંચાયતની ચૂંટણી
    2 months ago
    • પરથીરાજચેહુજીસોલંકી
      પરથીરાજચેહુજીસોલંકી
      લંણપુર
      2 months ago
  • પરથીરાજચેહુજીસોલંકી
    પરથીરાજચેહુજીસોલંકી
    ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે આવશે
    2 months ago