આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું

રાજકોટના આટકોટમાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યાલયમાં ભણતી એક વિદ્યાર્થિની પર ભાજપના બે આગેવાનોએ મળીને દુષ્કર્મ આચર્યું હતું.

આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું
image credit - Google images

ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને મોટાભાગની શાળાઓના માલિકો નેતાઓ છે. આ સ્થિતિમાં તેમાં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અનેક રીતે ખતરામાં આવી ગયું છે. ખાસ કરીને વિદ્યાર્થિનીઓ સાથે શાળાના શિક્ષકો, ટ્રસ્ટીઓ જ દુષ્કર્મ કરતા હોવાની એકથી વધુ ઘટનાઓ  સામે આવી ચૂકી છે, ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં શાળાના ટ્રસ્ટી અને ભાજપના આગેવાને જ એક વિદ્યાર્થિની સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું.

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્ટુકેશન ટ્રસ્ટ સંચાલીત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટરે પ્રેમજાળમાં ફસાવી વિદ્યાના ધામમાં જ દુષ્કર્મ આચર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ મામલાની જાણ શાળાના ટ્રસ્ટીને થતા તેણે આ કૃત્યને અટકાવી આરોપી સામે પગલાં લેવાને બદલે તેણે પણ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. મોડે મોડે પણ વિદ્યાર્થિનીની હિંમત ખૂલતા સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાનો સામે ગુનો નોંધતા ખળભળાટ મચી ગયો છે. આ મામલામાં ગઈકાલે જ છાત્રાલયના સંચાલકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવતી આ ઘટનાની સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના આટકોટ નજીક આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે.

આ પણ વાંચો: ભાજપ ચૂંટણી પ્રચારમાં ડો. આંબેડકરને યાદ કરે છે, પરંતુ ભારતીય દૂતાવાસોમાં તેમની કોઈ તસવીર નથી

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીએ ૫ વર્ષ પહેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં એડમીશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. એડમીશન લીધા બાદ વિદ્યાર્થીનીને ૨૦૨૧માં ભાજપના આગેવાન અને કલર કામના કોન્ટ્રાક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો. આરોપી વિદ્યાર્થિનીને ટોર્ચર કરી વારંવાર છેડતી કરતો હતો અને સ્કૂલ તથા છાત્રાલયને બદનામ કરી દઈશ અને પરિવારને જીવતો નહીં રહેવા દઉં એવી ધમકી આપીને વિદ્યાર્થિનીને ફસાવી હતી.

જૂલાઈ ૨૦૨૩માં આરોપી મધુભાઈ ટાઢાણીએ ક્ધયા છાત્રાલયનો કલરકામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો અને કલરકામ કરવાના બહાને અવારનવાર વિદ્યાર્થિનીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે કાર્યવાહી કરવાના બદલે તેની પણ દાઢ ડળકી હતી અને તેને પણ વિદ્યાર્થીનીને શિકાર બનાવી હતી. છેલ્લા એક વર્ષથી ભાજપના આ બંને આગેવાનોનો વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતા હતા. બંને હવસખોરોથી ડરી ગયેલી વિદ્યાર્થિની આ બધું મુંગા મોઢે સહન કરતી ગઈ હતી. જો કે આખરે તેની હિંમત ખૂલી હતી અને તેણે પરિવારજનોને આ બનાવની જાણ કરતા તેમણે જિલ્લા પોલીસ વડાને અરજી કરી રૂબરૂ રજૂઆત કરી હતી.

ચકચારી આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત થતાં અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની તપાસ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન. રાઠોડને સોંપી છે. પોલીસની તપાસમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીની પર હેવાનિયતતા આચરતા ભાજપના બન્ને આગેવાનોએ વિદ્યાર્થીનીને પોતાના અંકુશમાં રાખવા રેક્ટર બનાવી તેને અલગ ઓફિસ ફાળવી હતી અને અવારનવાર મળવાના બહાને અને રિપોર્ટના બહાને એકાંતમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરતા હતા.

આ પણ વાંચો: સુરતમાં જ્યોતિષે વિધીના બહાને મહિલા પાસેથી 14 લાખ પડાવી દુષ્કર્મ કર્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.