સુહાગરાતે વહુએ બાગેશ્વર ધામ જવાની જીદ પકડી, અને પછી..
લગ્નની પહેલી રાત્રે યુવતીએ બાગેશ્વર ધામની માનતા હોવાનું કહી આખા પરિવારને મધ્યપ્રદેશ લઈ ગઈ પછી જે થયું તેની અપેક્ષા વરરાજા કે તેના પરિવારને નહોતી.
રાજસ્થાનના સિરોહી જિલ્લામાં લૂંટેરી દુલ્હને જોરદાર નાટક કર્યું. સાસરિયે પહોંચતાની સાથે જ નવવધુ 'બાગેશ્વર ધામ' જવાની જીદ કરવા લાગી. પરિવાર જેવો બીજા દિવસે તેને ત્યાં લઈ ગયો કે તરત દુલ્હન મોકો જોઈને ભાગી ગઈ હતી. વરરાજાએ સ્વરૂપગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુલ્હન સહિત ચાર લોકોની ધરપકડ કરી ચારેયને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જેલમાં ધકેલી દેવાયા હતા.
એસપી અનિલ કુમારે જણાવ્યું કે આ કેસ 4 જુલાઈએ સ્વરૂપગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. અચપુરાના રહેવાસી અશોક કુમારે રિપોર્ટ નોંધાવ્યો અને કહ્યું કે દલાલે તેના લગ્ન અન્ય સમાજમાં કરાવ્યા હતા. તેના બદલામાં 2.5 લાખ રૂપિયા લીધા હતા. દલાલે પંઢરી, અમરાવતી મહારાષ્ટ્રમાં સંબંધ ગોઠવ્યો હતો. પછી સુષ્મા અભ્યંકર નામની છોકરી સાથે મુલાકાત કરાવી હતી. 5 મે, 2024ના રોજ અમરાવતીની સુષ્મા સહિત દલાલ અને તેના સંબંધીઓ સ્વરૂપગંજની એક હોટલમાં રોકાયા હતા. હોટલમાં દોઢ લાખ રૂપિયા લીધા. પછી કાશી વિશ્વનાથ મંદિર કાસિન્દ્રા ગયા. ત્યાં સુષ્મા સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન થયા હતા.
પીડિત અશોકે જણાવ્યું કે દુલ્હનના કહેવા પર તેણે બાબા બાગેશ્વર ધામ જવાની યોજના બનાવી. 26મીએ આબુ રોડથી જયપુર ગયો હતો. ટ્રેન દ્વારા ખજૂરાહો થઈને બાગેશ્વરધામ પહોંચ્યા હતા. ત્યાંથી અજમેર-પુષ્કર પરત ફર્યા. ત્યારબાદ સાલાસર બાલાજી ધામના દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કર્યા બાદ સુષ્મા દુકાનમાં ખરીદી કરતી વખતે ભાગી ગઈ હતી. આખી ટોળકીએ તેની સાથે છેતરપિંડી કરીને લગભગ ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા.
એસપી અનિલ કુમારની સૂચનાથી વિશેષ ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી. વિશેષ ટીમે કન્યા સુષ્મા (26) કૈલાશ સુખદેવ અગ્રવાલ (62) સિંધુ વિલાસરાવ ઇગડે અને રાજકન્યા વિજય ટેલમોરની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓની ધરપકડ કરીને સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જેલ હવાલે કરાયા હતા.
આ પણ વાંચોઃ ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી