તુલસીદાસ મોગલો સામે અને RSS બ્રિટિશરો સામે એક શબ્દ નથી બોલ્યું?
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જાણીતા કાર્યકર અને લેખક ક્રાંતિ કુમારે એક પોસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આરએસએસની સ્થાપના વર્ષ 1925માં થઈ હતી પરંતુ તેણે ક્યારેય આઝાદીની લડાઈમાં ભાગ લીધો નથી અને બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. કુમારે પોતાના નિવેદનના સમર્થનમાં ઘણા અગ્રણી ઈતિહાસકારોના મંતવ્યો પણ ટાંક્યા છે, એ મુજબ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન આરએસએસનું વલણ હંમેશા બ્રિટિશ સરકારની તરફેણમાં હતું.
આ સંદર્ભમાં તુલસીદાસ અને મુઘલ સામ્રાજ્યનું ઉદાહરણ આપતા ક્રાંતિ કુમારે કહ્યું હતું કે જેમ ગોસ્વામી તુલસીદાસે મુઘલો સામે એક શબ્દ પણ લખ્યો નથી તેવી જ રીતે RSSએ પણ અંગ્રેજો સામે કશું કહ્યું નથી. તેના બદલે, કુમારના જણાવ્યા મુજબ, આરએસએસે પોતાના વિચારોનું કેન્દ્ર ગાંધી અને આંબેડકર વિરુદ્ધ કેન્દ્રિત રાખ્યું હતું અને પછાત જાતિઓ પ્રત્યે અપમાનજનક વર્તન દર્શાવ્યું હતું. ક્રાંતિકુમારનો દાવો છે કે આરએસએસ માત્ર રાષ્ટ્રીય નેતાઓ અને સમાજ સુધારકો સામે અવાજ ઉઠાવીને માત્ર પોતાનો વૈચારિક વિરોધને વ્યક્ત કરે છે.
ક્રાંતિ કુમારે કહ્યું કે, "ગાંધી, નેહરૂ, સરદાર સહિત અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં ગયા અને દેશ માટે બલિદાન આપ્યું, જ્યારે RSSના સ્થાપક કેશવ બલીરામ હેડગેવાર અને પછી ગુરુ ગોલવલકર જેવા નેતાઓ ક્યારેય જેલમાં ગયા નથી,"
કુમારે આ નિવેદન દ્વારા આરએસએસના ઐતિહાસિક યોગદાન પર સવાલો ઉઠાવ્યા હતા અને તેને વૈચારિક હુમલો ગણાવી ટીકા કરી હતી. આ નિવેદન કેટલાક અગ્રણી નેતાઓ દ્વારા વારંવાર આરએસએસ પર લગાવવામાં આવતા આરોપોની શ્રેણીમાં એક નવો અધ્યાય ઉમેરે છે.
કુમારના નિવેદને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા જગાવી છે. સમર્થકો અને વિરોધીઓ બંને પોતપોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. ઘણાં માને છે કે કુમારનું નિવેદન ઈતિહાસના કડવા સત્યો તરફ ઈશારો કરે છે જેને ઘણીવાર અવગણવામાં આવે છે.
પોતાના નિવેદનના અંતે ક્રાંતિ કુમારે પડકારજનક સ્વરમાં કહ્યું, "તમે ખુલીને બેટિંગ કરો છો, હવે અમે પણ ખુલીને બોલિંગ કરીશું." ઘણા લોકો તેમના નિવેદનને નવા વૈચારિક સંઘર્ષની શરૂઆત તરીકે જોઈ રહ્યા છે. આ ટિપ્પણીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આ પણ વાંચોઃ RSS કહે છે હિંદુ ધર્મમાં કોઈ 'અછૂત' નથી, તો પછી 'મનુસ્મૃતિ'માં શું છે?