વડોદરા ખાતે 36 લોકોએ બૌધ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી
વડોદરાના વિવિધ વિસ્તારના 36 લોકોએ જાતિવાદી હિંદુ ધર્મની બદ્દીઓ અને જાતિવાદથી કંટાળીને આખરે મહાનાયક ડો. આંબેડકરના રસ્તે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
36 people took initiation into Buddhism in Vadodara: 2024નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે પણ દલિતો સાથે થઈ રહેલા અન્યાયની વણઝાર હજુ અટકી નથી. દરરોજ દલિતો પર કોઈને કોઈ રીતે અત્યાચાર થયાના સમાચારો આવતા રહે છે. પરિણામે બહુજન સમાજમાં જાતિવાદી હિંદુ ધર્મ પ્રત્યે દિન-પ્રતિદિન ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે. કથિત ગૌરક્ષકો અને હિંદુત્વવાદી સંગઠનો દ્વારા જે રીતે કાયદો હાથમાં લઈને બંધારણના છડેચોક લીરાં ઉડાડવામાં આવે છે, બહુજન સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનાથી દલિતો-આદિવાસીઓમાં ભારે ભયનો માહોલ છે. જાતિવાદી તત્વો દ્વારા તેમને સતત અપમાનિત કરવામાં આવે છે, વર્ણ વ્યવસ્થાના આધારે તેમને સેકન્ડ ક્લાસ સિટિઝન તરીકે ટ્રીટ કરાય છે. આ બધાં કારણોસર દિન-પ્રતિદિન વધુને વધુ દલિતો જાતિવાદી હિંદુ ધર્મ છોડીને ડો. બાબાસાહેબ આંબેડકરના રસ્તે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવી રહ્યાં છે. આવી વધુ એક ઘટના વડોદરામાં બની છે.
તા. 15મી ડિસેમ્બર 2024ને રવિવારના રોજ વડોદરાના સંગમ ચાર રસ્તા પાસે આવેલા લુંબિની બુદ્ધ વિહાર ખાતે મહાગુજરાત બૌદ્ધ સંઘ અમદાવાદ દ્વારા બંધારણીય બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ કાયદાકીય રીતે રાજ્ય સરકારના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ના નિયમ-1ના પેટાનિયમ 3 મુજબ યોજાયો હતો. જેમાં વડોદરા જિલ્લાના કુલ 36 લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં સસરાએ પુત્રવધુના બૌદ્ધ વિધિથી પુનઃ લગ્ન કરાવ્યા
દીક્ષા સમારોહની શરૂઆતમાં શાક્ય મુનિ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ ઉપસ્થિત દીક્ષાર્થીઓનાં હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી, ફૂલ હાર અર્પિત કરવામાં આવેલ. ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિત્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવેલ. ત્યારબાદ બોધિસત્વ બાબાસાહેબની 22 પ્રતિજ્ઞાનું પઠન કરી ધમ્મ દેશના આપવામાં આવી હતી.
ત્યારબાદ સૌને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008,અનૂસુચિત જાતિ પૈકી બૌદ્ધનો ગુજરાત સરકારશ્રીનો પરિપત્ર 1991 તેમજ અનુસૂચિત જાતિ પૈકી બૌદ્ધ અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર કેવી રીતે મેળવવા તેની આધાર પુરાવા સહિતની વિગતવાર વિસ્તૃત માહિતી તેમજ જાણકારી આપવામાં આવી હતી. એ પછી બુદ્ધ ધમ્મના જીવનવ્યાપન અંગેની વિશેષ માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા તમામ દીક્ષાર્થીઓને ધમ્મ દીક્ષાના પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવેલ. અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલ. ત્યારબાદ સૌ સાથે મળીને ભોજનદાન ગ્રહણ કરેલ. અંતે મહા ગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને નવજીવનની મંગલકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kanubhai Sumaraખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ