ગાંધીનગર ખાતે નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

પૂર્વ મહેસૂલ સચિવ શ્રી એમ.બી.પરમારની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ક્લાસ 1-2 અને સુપર ક્લાસ વન અધિકારીઓએ સમાજને સ્પર્શતા અનેક મુદ્દે ચિંતન-મનન કર્યું હતું.

ગાંધીનગર ખાતે નિવૃત્ત ઉચ્ચ સરકારી અધિકારીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
image credit - Google images

નિવૃત્ત કલેકટર અને મહેસૂલ વિભાગના સચિવ શ્રી એમ. બી. પરમાર IASની અધ્યક્ષતામાં રવિવાર તા. 12 જાન્યુઆરી 2025ના રોજ ગાંધીનગર ખાતે વર્ગ ૨ - વર્ગ ૧ અને સુપર વર્ગ ૧ ના વિવિઘ ઊચ્ચ સરકારી હોદ્દા પરથી નિવૃત્ત થયેલા મિત્રોનું સ્નેહમિલન ગેટ ટુ ગેધર ગાંધીનગર જીમખાના બેંક્વેટ હોલ ખાતે યોજાયું હતું. જેમા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, નિગમ, બોર્ડ, સ્વાયત્ત સંસ્થાઓ, ખાતાના વડા નિયામક, કમિશનર, પોલીસ ખાતાનાં વડાઓ, આઇએએસ, આઇપીએસ, તબીબી અધિકારીઓ, ઓએનજીસી અને રેલ્વેનાં નિવૃત્ત અધિકારી મિત્રો હાજર રહ્યાં હતા. આ સિવાય હાલમાં ચાલુ હોદ્દા પરના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અન્ય અધિકારી મિત્રોમાં સચિવાલય સંવર્ગના નાયબ સચિવ અને ઉપસચિવ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કક્ષાની કચેરીઓ પૈકી જિલ્લા કલેકટર કચેરીના મામલતદાર, માહિતી અને પ્રસારણ નિયામક કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ અને સમારોહ પ્રસંગ હતો.

સૌ પ્રથમ સમારંભના આયોજક, સંયોજક રાજેન્દ્ર કુમાર, અધિક કલેકટર અને સંયુક્ત નિયામક માહિતી અને પ્રસારણ નટુભાઈ દ્વારા મંચસ્થ ઉચ્ચ મહાનુભવોનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાજર સર્વે ઉચ્ચ અધિકારી મિત્રોને સ્નેહભર્યો આવકાર આપી સ્વાગત કરવામા આવ્યું અને તમામ મિત્રોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

ઉપસ્થિત મિત્રોએ પોતાનો પરિચય તેમજ નોકરી-બિઝનેસ વિગેરેની માહિતી આપી તેમજ નિવૃત્તિ અને વર્તમાન પ્રવૃત્તિ Activities થી બધાંને વાકેફ કર્યાં હતા. હાલના ડિજિટલ વર્લ્ડ અને માર્કેટિંગ નાં સ્પર્ધાત્મક અને ચેલેન્જના સમયને અનુલક્ષીને ધંધા - વેપાર સાહસિકતા, યુવા પેઢી વિકાસ અને ઘડતર, શિક્ષણ અને નોકરી સાહસિકતા વિષયો પર વિચાર વિમર્શ કરવમાં આવ્યાં. ઘણાં બધાં નિવૃત અને વર્તમાન અધિકારીઓએ પોતાના નોકરી સમય દરમ્યાનના અનુભવો અને  પોતાના મંતવ્યો જણાવી પોતાના સમય અને માર્ગદર્શન માટે વિનામૂલ્ય ઓફર કરી. સંકલન સમિતિ દ્વારા સર્વે સૂચનો, પગલાં અને માર્ગદર્શક મુદ્દાની અને અમલીકરણના પગલાં માટેની નોંધ લેવામા આવી.

સ્નેહમિલન ના Chief Initiator  શ્રી એમ. બી. પરમાર IASની આગેવાનીમાં શ્રી ડૉ. ડી ડી. કાપડિયા IAS દ્વારા અંત્યંત નિપુણતાપૂર્વક કાર્યક્રમને બખૂબી સફળ અને વિશિષ્ટ બનાવવામાં માટે ખાસ પરિશ્રમ ઉઠાવવામાં આવ્યો હતો. સર્વે મંચસ્થ અધિકારી મહાનુભાવ મિત્રોનો કાર્યક્રમમાં આવી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા અને યુવાનોને કારકીર્દિ ઘડતર માટે કાળજી લેવા અને સખત મહેનત કરવા વગેરે બાબતે હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ત્યારબાદ અન્ય ઉપસ્થિત અધિકારી મિત્રોનો આભાર માની સ્નેહમિલન સમારોહ પ્રસંગની સમાપ્તિ કરવામાં આવી હતી. ભોજન - લંચની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી બધાં મિત્રોએ ભોજનને ન્યાય આપ્યો. આ સ્નેહમિલન સાચા અર્થમાં વાસ્તવિક સ્નેહમિલન બની રહ્યું. બધાં મિત્રો સહકર્મી અધિકારી હતા અને ઘણાં સમય બાદ મળ્યાં હોવાથી ખૂબ સ્નેહ અને લાગણી, કૌટુંબિક ભાવનાથી મળ્યાં અને એકમેકને ભેટી પડયા હતા. શ્રી એમ. બી. પરમાર IAS આખા પ્રોગ્રામની પાયાની ઈંટ અને પૃષ્ઠ ભૂમિ foundation stone બની રહ્યાં. આખા કાર્યક્રમ નાં સફળ સંચાલન માટે પૂર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રી નટુભાઈ પરમાર તેમજ Additional Collector શ્રી રાજેન્દ્ર કુમાર RKનું યોગદાન, મહેનત, માર્ગ દર્શન, ખંત અને સંકલન અદ્વિતિય અને અગત્યનાં બની રહ્યાં હતા. 

શ્રી એમ  બી પરમાર IAS, નટુભાઈ JID, રાજેન્દ્ર કુમાર GAS અને અન્ય મિત્રોની મેહનત, જેહમત  કોઈપણ અપેક્ષા વિનાની કામગીરી, કાર્ય ક્ષમતા અને કાર્યશૈલી સ્નેહમિલન ને નજીકના ભવિષ્યની મોટી ગગનચુંબી ઇમારતમાં ફેરવી નાખશે તેમાં લેશ માત્ર શંકા નથી. જે આજના યુવાનોની ભાવિ પેઢીને સોનેરી ભવિષ્ય અને શિક્ષણ અને વ્યવસાય બીઝનેસ કારકિર્દી માટે અંત્યત ઉપયોગી બની રહેશે.

આ પણ વાંચો: VHP ના ત્રિશુલ દીક્ષા કાર્યક્રમમાં બૌદ્ધ ભંતે હાજરી આપી સંકલ્પ લેવડાવ્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Mohanbhai R Parmar
    Mohanbhai R Parmar
    For new generation it's an amazing group. Everybody should have to join it.
    3 months ago
  • RATILAL KHODIDAS CHAUHAN
    RATILAL KHODIDAS CHAUHAN
    Engaged to provide Bank service centre to educated unemployed youth in BOB, PNB, SBI, BGGB, SGB, Canara Bank, CBI, Kotak Mahindra Bank
    3 months ago