પરિવર્તનનો પવન : બિહારમાં 3 ટ્રાન્સજેન્ડરોને પહેલીવાર પોલીસમાં સામેલ કરાયા
કુલ 1249 નવા નિયુક્તિપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. આવું પહેલીવાર થયું છે.
બિહાર (Bihar) ના પટના (Patna) માં પોલીસ મેમોરિયલ ડે નિમિત્તે સીએમ નીતિશ કુમારે (CM nitish kumar) 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાન્સજેન્ડર (Transgender) સમુદાયના ત્રણ સભ્યો પણ બિહાર પોલીસ (Bihar Police)માં જોડાયા છે. આવું પહેલીવાર બન્યું છે.
બિહારના ડીજીપી આલોક રાજે કહ્યું, 'બિહાર પોલીસ માટે આજે ગર્વનો દિવસ છે. કારણ કે આજે મુખ્યમંત્રી દ્વારા 1,249 નવા નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ નવનિયુક્તોને રાજગીરમાં તાલીમ આપવામાં આવશે અને પછી તેમને વિવિધ સંબંધિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવશે. પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર સમાજના ત્રણ સભ્યો બિહાર પોલીસમાં લોકોની સેવા કરવા જોડાઈ રહ્યા છે.
પ્રથમ ટ્રાન્સજેન્ડર SIએ શું કહ્યું?
બિહાર પોલીસના પ્રથમ ટ્રાન્સજેન્ડર SI મધુ કશ્યપે (Madhu Kashyap) કહ્યું, 'હું સીએમ નીતિશ કુમારનો આભાર માનું છું અને મારા સમગ્ર સમાજ વતી તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમણે અમારા સમાજના સભ્યોનું જીવન બદલી નાખ્યું છે. હું મારી ફરજ ઈમાનદારીથી નિભાવીશ. મને લાગે છે કે આપણે પણ મુખ્ય પ્રવાહમાં જોડાઈને આપણું જીવન સારી રીતે જીવીશું."
સીએમ નીતિશકુમારે અધિકારીઓને શું કહ્યું?
સીએમ નીતિશ કુમારે પટનાના બાપુ ઓડિટોરિયમમાં 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ઇન્સ્પેક્ટર) ને નિમણૂક પ્રમાણપત્ર આપ્યા. આ દરમિયાન તેમણે ડીજીપી અને મુખ્ય સચિવ તરફ હાથ જોડીને આ પ્રકારની વધુ નિમણૂંક કરવા કહ્યું. જો કે આ પહેલીવાર નથી જ્યારે નીતિશ કુમાર આ સ્ટાઇલમાં જોવા મળ્યા હોય. અગાઉ પણ તેઓ આ રીતે અનેક પ્રસંગે અધિકારીઓને હાથ જોડી ચૂક્યા છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે સમ્રાટ અશોક કન્વેન્શન સેન્ટર સ્થિત બાપુ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોને નિમણૂક પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરો મધુ કશ્યપ, ગૌતમ કુમાર, શોભા રાની, લાડલી કુમારી, શિવેશ કુમાર ઝા, કોમલ કુમારી, રીના કુમારી અને રોશની કુમારીને પ્રતીકાત્મક રીતે નિમણૂક પ્રમાણપત્ર અર્પણ કર્યા. તમને જણાવી દઈએ કે 1239 નવનિયુક્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોમાંથી 442 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ બિહારના નવાદામાં દલિતો પર મોટો હુમલો, 80 જેટલા ઘરો સળગાવી દીધાં