પંઢરપુર દર્શને જતી બસનો અકસ્માત: 5નાં મોત, 42 લોકો ઘાયલ

મુંબઈ એક્સપ્રેસ વે પર પંઢરપુર દર્શને જતી એક બસનો અકસ્માત થયો હતો, જેમાં 5 લોકોના મોત થયા છે અને 42 લોકો ઘાયલ થયા છે.

પંઢરપુર દર્શને જતી બસનો અકસ્માત: 5નાં મોત, 42 લોકો ઘાયલ
image credit - Google images

ભારતમાં ઈશ્વરી શક્તિમાં આસ્થા રાખીને દર્શન કરવા માટે ધાર્મિક યાત્રાઓએ જતા લોકોના અકસ્માતમાં મોત થવાનો આંકડો મોટો છે. દર વર્ષે આ રીતે યાત્રાધામના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓના રોડ અકસ્માતમાં મોત થઈ જાય છે. આવો જ અકસ્માત ગઈકાલે રાત્રે બન્યો હતો. જેમાં પંઢરપુરના વિઠ્ઠલરાયના દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ ભરેલી એક બસને અકસ્માત નડતા પાંચ લોકોના મોત થઈ ગયા હતા. મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ટ્રેક્ટર સાથે ટકરાઈ હતી.

નવી મુંબઇ ડીસીપી વિવેક પાનસરેના જણાવ્યા પ્રમાણે, સોમવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ મુંબઇ-પૂણે એક્સપ્રેસ હાઇવે પર એક ખાનગી બસમાં મુસાફરી કરેલા ૫૪ લોકો અષાઢી એકાદશી હોવાથી પંઢરપુર વિઠ્ઠલરાયના દર્શને જઈ રહ્યા હતા.

આ પણ વાંચો: સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?

શ્રદ્ધાળુઓથી ભરેલી બસ એક ટ્રેક્ટર સાથે ટકરાયા બાદ ખીણમાં પડી ગઇ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ૪૨ લોકોને સારવાર માટે એમજીએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકોને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધી ૫ લોકોના મોત થયા છે અને અન્ય લોકોની સારવાર ચાલી રહી છે. 

રોડ અકસ્માત વિશે જાણકારી અપાતાં પહેલાં નવી મુંબઇ પોલીસી ડીસીપી પંકજ દહાણેએ જણાવ્યું હતું, મુંબઇ એક્સપ્રેસ હાઇવે નજીક એક બસ ટ્રેકટર સાથે અથડાઇ જતાં ખીણમાં ખાબકી ગઇ હતી. જેમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે ઘણાં લોકોને ઇજા પહોંચી છે પરંતુ મૃતકોની સંખ્યા વધી ગઇ છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકના એમજીએમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ ભરેલી બસ ડોંબિવલીના કેસર ગામથી પંઢરપુર જઇ રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો અને ખીણમાં ખાબકી હતી. જેને પછીથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મુંબઇ એક્સપ્રેસ હાઇવેની મુંબઇ-લોનાવાલા લેન પર ૩ કલાક બાદ ફરીથી વાહનોની અવર-જવર ફરીથી શરૂ થઇ ગઇ છે.

આ પણ વાંચો: વૈષ્ણોદેવીના દર્શન જતી બસના ભયંકર અકસ્માતમાં 7 લોકોના મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.