“PhD પાસ કરવું હોય તો હોટલમાં જવું પડશે” કહેનાર સામે ફરિયાદ
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વડા સામે એક અધ્યાપિકાએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના મહિલા અધ્યાપકે વિભાગના વડા સામે માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે કે, તેમના PhD દરમિયાન તેમના ગાઈડ અને વિભાગના વડા એસ.ડી. પંચાલે તેમને કહ્યું હતું કે, PhD પાસ કરવા હોટેલમાં જવું પડશે. આ ઉપરાંત મહિલા અધ્યાપકોને અવારનવાર માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરી છે જે અંગે મહિલાએ શિક્ષણ વિભાગ અને GTUમાં ફરિયાદ કરી છે. GTU દ્વારા આ અંગે તપાસ કમિટીને તપાસ સોંપવામાં આવી છે.
GTUના મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે કે, તેઓ વર્ષ 2018થી GESTના વડા એસ.ડી. પંચાલના સંપર્કમાં હતા. એસ.ડી. પંચાલ તેમના ગાઈડ પણ હતા. તેમના PhD દરમિયાન એસ.ડી. પંચાલે શરૂઆતમાં સારૂં વર્તન કર્યું હતું. ત્યાર બાદ PhD માટે માનસિક ત્રાસ આપી જાતીય સતામણી કરી હતી.
આ પણ વાંચો: કોલ્હાપુરમાં બ્રાહ્મણો 4 ટકા હતા, પણ નોકરીઓમાં 80 ટકા બ્રાહ્મણો હતા
મહિલા અધ્યાપકોને 2018થી ત્રાસ આપવાનું ચાલુ છે. મહિલા અધ્યાપકને ફરિયાદ થઈ તે દિવસ સુધી ત્રાસ આપવામાં આવતો હતો. મહિલા અધ્યાપક પાસે એસ.ડી. પંચાલ સામેના તમામ પુરાવા પણ છે.
GTUના રજિસ્ટ્રાર કે.એન. ખેરે જણાવ્યું હતું કે, GSETના પ્રોફેસર સામે ફરિયાદ મળી છે. વિભાગના મહિલા અધ્યાપકે ફરિયાદ કરી છે. ફરિયાદના પગલે ICCને વિગત મોકલવામાં આવી છે. આ વિગત અંગે ICCની કમિટી તપાસ કરશે. 7 પેજની ફરિયાદ છે જેના આધારે મુદ્દાઓ તપાસનો વિષય છે. 2018થી અત્યાર સુધી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Kishor Vaghelaઆવાં કોઈ પણ ચમરબંધી ને માફી ન આપી શકાય