સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી, આ ભાજપની બિશ્નોઈ ગેંગ છેઃ સંજય રાઉત

પહેલીવાર કોઈ નેતાએ ED, CBI, IT, EC ની સાથે દેશની Supreme Court ને પણ ભાજપની ટીમ ગણાવી છે.

સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી, આ ભાજપની બિશ્નોઈ ગેંગ છેઃ સંજય રાઉત
image credit - Google images

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) સુપ્રીમ કોર્ટ (Supreme Court) પર નિશાન સાધ્યું છે અને તેની સરખામણી ભાજપ (BJP)ની બી, સી અને ડી ટીમ (B C D team) સાથે કરી છે. રાઉતે સુપ્રીમ કોર્ટને ભાજપની બિશ્નોઈ ગેંગ (BJP's Bishnoi Gang)માં સામેલ કરીને આકરી ઝાટકણી કાઢી છે. આવું પહેલીવાર બની રહ્યું છે ત્યારે કોઈ નેતાએ દેશની સર્વોચ્ચ અદાલતને કોઈ સત્તાપક્ષની બી ટીમ ગણાવી હોય.

રાઉતે કહ્યું કે "મારા જેવા લોકો જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોણ છે અને ભાજપ શું કરી રહી છે. આ ભાજપની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયાર નથી, પરંતુ તેમની પાસે CBI અને ED છે."

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Vidhansabha Election)ની જાહેરાત બાદ શિવસેના (ઉદ્ધવ ઠાકરે) (Shivsena-UBT) સાંસદ (MP) સંજય રાઉત કેન્દ્ર સરકાર (Central Govt.) અને સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો બન્યા છે. આ સાથે તેઓ ચૂંટણી પંચ (Election Commission) અને સુપ્રીમ કોર્ટ (Supreme Court) પર પણ પ્રહારો કરી રહ્યા છે. 

રાઉતે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પંચ કે સુપ્રીમ કોર્ટ પણ નિષ્પક્ષ નથી. તેમણે ચૂંટણી પંચ પર કટાક્ષ કર્યો અને દાવો કર્યો કે ત્યાં બેઠેલા લોકો પક્ષપાતી છે. તેમણે શુક્રવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે અને અમને લાગે છે કે તે નિર્ણયો મહા વિકાસ અઘાડી (MVA)ના હિતોની વિરુદ્ધ છે, અને તે નિર્ણયો એકનાથ શિંદે (Eknath Shinde) અને ભાજપને મદદ કરશે," 

સંજય રાઉત આટલેથી અટક્યા ન હતા. તેમણે કહ્યું, "ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટ તટસ્થ નથી. તેઓ ભાજપની B, C અને D ટીમ છે." રાઉતે ભાજપ પર વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવવા માટે કેન્દ્રીય એજન્સીઓનો ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમણે આ પ્રયાસોની સરખામણી શિવસેના અને એનસીપી સામેના પોલિટિકલ એન્કાઉન્ટર સાથે કરી હતી. તેમણે કહ્યું, "મારા જેવા લોકો જેલમાં ગયા અને પાછા પણ આવ્યા. અમે જાણીએ છીએ કે ટાર્ગેટ કોણ છે અને ભાજપ શું કરી રહ્યું છે. આ ભાજપની બિશ્નોઈ ગેંગ છે. તેમના હાથમાં હથિયાર નથી, પરંતુ તેમની પાસે CBI અને ED છે. તેઓ આનો ઉપયોગ અમારા પર હુમલો કરવા માટે કરી રહ્યા છે તેમ છતાં અમે મજબૂતીથી ઊભા છીએ."

મહાવિકાસ અઘાડીમાં સીટોની વહેંચણીના મુદ્દે રાઉતે કહ્યું કે, "રાજ્યની 288 સીટોમાંથી ગઠબંધન વચ્ચે સહમતિ બની ગઈ છે અને કેટલીક સીટો પર નિર્ણય લેવાનો બાકી છે. તેમણે કહ્યું કે બેઠકોની વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે તેઓ રાહુલ ગાંધી સાથે વાત કરશે કારણ કે કેટલીક બેઠકો પર લાંબા સમયથી મડાગાંઠ ચાલી રહી છે. તેમણે બેઠકની વહેંચણીમાં વિલંબને લઈને સાથી પક્ષ કોંગ્રેસ પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેઓ દરેક યાદીને મંજૂરી માટે દિલ્હી મોકલતા રહે છે."

તેમણે કહ્યું, “એનસીપી અને શિવસેના વચ્ચે કોઈ મોટા મતભેદ નથી, કોંગ્રેસમાં પણ નથી પરંતુ કેટલીક બેઠકો છે જેના પર ત્રણેય પક્ષોએ દાવો કર્યો છે. નાના પટોલે મહારાષ્ટ્રમાં અમારા સાથી છે, પરંતુ કેટલીક બેઠકો પર સમસ્યા છે, તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે."

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે 15 ઓક્ટોબર, 2024 ના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ અને સંયુક્ત શિવસેનાએ સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ સરકારની રચનાને લઈને મડાગાંઠ પછી શિવસેનાએ કોંગ્રેસ અને સંયુક્ત NCP સાથે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન કર્યું અને સરકારની રચના કરી હતી. 

જો કે, આ વખતે શિવસેના (UBT), શરદ પવારની NCP અને કોંગ્રેસ સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના જોડાણનો સામનો કરવા માટે સાથે આવ્યા છે. આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં એમવીએ રાજ્યની 48 લોકસભા બેઠકોમાંથી 30 બેઠકો જીતી હતી, જ્યારે શાસક ગઠબંધન માત્ર 17 બેઠકો જીતી શક્યું હતું. એક બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ગઈ. એ સ્થતિમાં ભાજપ અને સાથી પક્ષો અહીં હરિયાણાની જેમ કોઈ ચમત્કાર કરી શકે છે કે કેમ તેના પર નજર રહેશે.

આ પણ વાંચોઃ અનામતમાં ભાગલા પાડવાનો સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છે - પ્રકાશ આંબેડકર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.