AAJ TAK ના એન્કર સુધીર ચૌધરીની આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કેસમાં ધરપકડ નહીં
આદિવાસી સમાજ પર વાંધાજનક નિવેદન કરવા બદલ આજ તક ન્યૂઝ ચેનલના એન્કર સુધીર ચૌધરી પર એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે.
સુપ્રીમ કોર્ટે આદિવાસી સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના કેસમાં આરોપી આજ તક ટીવી ન્યૂઝના એન્કર સુધીર ચૌધરીને મોટી રાહત આપી છે. કોર્ટે ઝારખંડની રાંચી પોલીસને આરોપી સુધીર ચૌધરીની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે. આદિવાસી સેનાએ રાંચીમાં સુધીર ચૌધરી વિરુદ્ધ SC-ST એક્ટ હેઠળ FIR નોંધાવી હતી. જેમાં સુધીર ચૌધરી પર આદિવાસી સમાજ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આરોપ છે કે આજતક ચેનલના એન્કર સુધીર ચૌધરીએ ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ દરમિયાન આદિવાસી સમાજ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ મામલામાં સુધીર ચૌધરી તરફથી ઝારખંડ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે તેને કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સુધીર ચૌધરીની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કરતાં હાઈકોર્ટે એપ્રિલમાં કેસને આગળની કાર્યવાહી માટે સૂચિબદ્ધ કર્યો હતો.
દરમિયાન ઝારખંડ હાઈકોર્ટમાંથી રાહત ન મળતા સુધીર ચૌધરીએ સુપ્રીમ કોર્ટમાં SLP (સ્પેશિયલ લીવ પિટિશન) દાખલ કરી હતી. આ સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે સુધીર ચૌધરીની ધરપકડ પર રોક લગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટમાં સુધીર ચૌધરી વતી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે સુધીર ચૌધરી વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ પ્રથમ દ્રષ્ટિએ કોઈ કેસ કરવામાં આવ્યો નથી.
આગળ વાંચોઃ આજ તકના એન્કર સુધીર ચૌધરી પર SC-ST એક્ટ હેઠળ ફરિયાદ, આદિવાસી સમાજ પર કર્યું હતું વાંધાજનક નિવેદન
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.