ભીમ આર્મીનો પાવરઃ દલિતોના 250 ઘરો પર બુલડોઝર ફરતું અટકાવ્યું
યોગી આદિત્યનાથની સરકાર દબાણ હટાવવાના બહાને એસસી, લઘુમતી, એસટી, ઓબીસીના ઘરો તોડી પાડી રહી છે. પણ ભીમ આર્મી સામે તેણે ઝૂકવું પડ્યું.

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે ગેરકાયદે દબાણની આડમાં જે રીતે દલિત-બહુજન સમાજને આડે હાથ લેવાનું શરૂ કર્યું છે તેનાથી અનેક લોકોના ઘર બરબાર થઈ ગયા છે અને લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા છે. એ નગ્ન સત્ય છે કે, દબાણના બહાને લઘુમતી, દલિત, આદિવાસીઓ અને ઓબીસીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. પણ લખનઉમાં ભીમ આર્મી સામે યોગી સરકારની આ કારી ફાવી નહોતી.
લખનૌના બંદરિયા બાગ વિસ્તારમાં રેલ્વેની જમીન પર આવેલા દલિત સમુદાયના સેંકડો ઘરોને તોડી પાડવાની કાર્યવાહી ભીમ આર્મીના કારણે તરત બંધ કરવામાં આવી હતી. આ મકાનો ખાલી કરવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. જેની સામે ભીમ આર્મીના કાર્યકરોએ લડત માંડી છે.
મામલો શું છે?
લખનૌના બંદરિયા બાગ વિસ્તારમાં રેલ્વેની જમીન પર આવેલા દલિત સમાજના સેંકડો ઘરોને તોડી પાડવાની કાર્યવાહી મંગળવારે બંધ કરવામાં આવી હતી. આ મકાનો ખાલી કરવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. પરંતુ જેસીબી ચલાવવાની પ્રક્રિયા શરૂ થતાં જ ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમણે વહીવટીતંત્રને બુલડોઝર રોકવા દબાણ કર્યું.
આઝાદ સમાજ પાર્ટીના કાર્યકરોએ ચેતવણી આપી
ઘટનાસ્થળે પહોંચેલા ભીમ આર્મીના નેતાઓએ દલિત વસ્તી પર બુલડોઝર ચાલતા રોક્યું હતું અને વહીવટીતંત્રને ચેતવણી આપી હતી. વાયરલ થયેલા વીડિયોમાં, ભીમ આર્મીના નેતાઓ કહી રહ્યાં છે કે, “ચલાવો બુલડોઝર, જોઈએ કેવી રીતે ચલાવો છો. મત માંગવા માટે મોટા મોટા નેતાઓ અહીંયા આવે છે. જેમણે લાઠીચાર્જ કર્યો, યાદ રાખજો 60 વર્ષ નોકરી કરવી પડે છે. ભૂલથી પણ જો ચંદ્રશેખર આઝાદ કે અમારા જેવા માથાફરેલ લોકો સામે આવી ગયા તો યાદ રાખજો બરાબરનો ઈલાજ કરીશું એ યાદ રાખજો.”
250 થી વધુ ઘરો જોખમમાં છે
બંદરિયા બાગમાં રેલ્વે ટ્રેક પર 250 થી વધુ ઘરો છે, જ્યાં દલિત સમાજના લોકો વર્ષોથી રહે છે. વહીવટીતંત્રે આ મકાનોને ગેરકાયદેસર જાહેર કરીને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ૧૬ જાન્યુઆરીએ બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આઝાદ સમાજ પાર્ટી અને ભીમ આર્મીના હસ્તક્ષેપ બાદ આખી કામગીરીને અટકાવી દેવામાં આવી હતી. આઝાદ સમાજ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ રેલવે અને જિલ્લા વહીવટીતંત્ર પાસેથી સ્પષ્ટ માંગણી કરી છે કે જ્યાં સુધી આ પરિવારોનું પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય કોઈ યોજના હેઠળ પુનર્વસન ન થાય ત્યાં સુધી કોઈ પણ ઘર તોડી ન શકાય. સ્થળ પર હાજર વહીવટી અધિકારીઓએ ખાતરી આપી હતી કે પુનર્વસન પ્રક્રિયા વિના કોઈને બેઘર બનાવવામાં આવશે નહીં. હાલમાં બુલડોઝર ચલાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
પરંતુ રેલ્વે વહીવટીતંત્ર અને અસરગ્રસ્ત પરિવારો વચ્ચે વિવાદ ચાલુ છે. પીડિત દલિત પરિવારો વતી હાલ એકમાત્ર ભીમ આર્મી અને તેના નેતાઓ-કાર્યકરો જ સિસ્ટમ સામે માથું મારીને લડી રહ્યાં છે. ભીમ આર્મીની જય હો.
આ પણ વાંચો: જે જજોએ આ ઓર્ડર આપ્યો તેમાં કેટલાં SC-ST છે?