દલિત પ્રોફેસરની PHD ડિગ્રી છીનવાઈ, પ્રોફેસરે કહ્યું, "દલિત છું એટલે..."
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યો હવે માત્ર દલિત, આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપતા પરંતુ SC-ST પ્રોફેસરોના અંગૂઠા પણ કાપી રહ્યાં છે.
"સાહિત્ય ચોરીનો કાયદો 2018માં આવ્યો હતો, મેં 2010માં રિસર્ચ પેપર સબમિટ કર્યું હતું. 2019 થી આર્કેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને થીસીસની તપાસ કરવામાં આવે છે. મારું સંશોધન 2020 માં પરીક્ષણ માટે મૂકવામાં આવ્યું હતું. જો કોપી મળી પણ આવે, એટલે કે જો કોઈ અન્યના સંશોધન પેપર સાથે મારી થીસીસની સમાનતા જોવા મળે, તો પણ 10 ટકા સુધીની છુટ અપાય છે. મારા કિસ્સામાં, માત્ર સાત ટકા જેટલી વિગતોને તેમણે કોપી હોવાનું કહ્યું છે, તેમ છતાં મારી વાત સાંભળવામાં આવી નથી. આવું થવું સંશોધનમાં સામાન્ય છે. પરંતુ હું અનુસૂચિત જાતિનો હોવાથી મારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."
આ શબ્દો એક દલિત પ્રોફેસરના છે. તેમને શિક્ષણ સંસ્થાઓમાં બેઠેલા દ્રોણાચાર્યોએ નિશાન બનાવ્યા છે. હવેના સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠેલા દ્રોણો માત્ર દલિત અને આદિવાસી વિદ્યાર્થીઓના જ અંગૂઠા નથી કાપી રહ્યાં પરંતુ એસસી, એસટી શિક્ષકોના અંગૂઠા પણ કાપી લે છે.
આ મામલો ઉત્તર પ્રદેશની બનારસ હિન્દુ યુનિવર્સિટીનો છે. જ્યાં દલિત પ્રોફેસર અશોક કુમાર સોનકરની પીએચડી ડિગ્રી રદ કરવામાં આવી છે. ડિગ્રી રદ કરવા પાછળનું કારણ એવું કહેવાય છે કે અશોક કુમારે તેમની પીએચડીમાં 7 ટકા જેટલા સાહિત્યની ચોરી કરી છે. જેના કારણે તેમની પાસેથી પીએચડીની ડિગ્રી છીનવી લેવામાં આવી છે. હવે અશોક કુમાર પોતાના નામની સાથે ડોક્ટરની ઉપાધિ ત્યાં સુધી નહીં લગાવી શકે જ્યાં સુધી તેઓ ફરી પીએચડીનું સંશોધન નહીં કરી લે. આ રિસર્ચને પૂર્ણ કરવા માટે તેમને 2 વર્ષનો સમય આપવામાં આવ્યો છે.
દલિત પ્રોફેસર અશોક સોનકરે તેમની ડિગ્રી છીનવી લેવાયા બાદ પોતાનું દર્દ વ્યક્ત કર્યું અને કહ્યું કે, મારી સાથે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે હું અનુસૂચિત જાતિમાંથી આવું છું. તેણે કહ્યું, "સાહિત્ય ચોરીનો કાયદો 2018માં આવ્યો હતો, મેં 2010માં રિસર્ચ પેપર સબમિટ કર્યું હતું. 2019 થી આર્કેડ સોફ્ટવેરનો ઉપયોગ કરીને થીસીસની તપાસ કરવામાં આવે છે. મારું સંશોધન 2020 માં પરીક્ષણ માટે મૂકવામાં આવ્યું હતું. જો કોપી મળી પણ આવે, એટલે કે જો કોઈ અન્યના સંશોધન પેપર સાથે મારી થીસીસની સમાનતા જોવા મળે, તો પણ 10 ટકા સુધીની છુટ અપાય છે. મારા કિસ્સામાં, માત્ર સાત ટકા જેટલી વિગતોને તેમણે કોપી હોવાનું કહ્યું છે, તેમ છતાં મારી વાત સાંભળવામાં આવી નથી. આવું થવું સંશોધનમાં સામાન્ય છે. પરંતુ હું અનુસૂચિત જાતિનો હોવાથી મારી સામે આ કાર્યવાહી કરવામાં આવી છે."
આ બાબતે લખનૌ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર રવિકાંતે સોશિયલ મીડિયા પર લખ્યું, “માત્ર 7 ટકા કોપી કરવાના આરોપમાં BHUના આસિસ્ટન્ટ પ્રોફેસર અશોક કુમાર સોનકરની પીએચડી રદ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. જો તમારામાં હિંમત હોય તો દરેકની થીસીસ તપાસો! દલિતની ડિગ્રી છીનવવી કેટલી આસાન છે! દરેક શિક્ષણ સંસ્થાઓમાં દ્રોણાચાર્ય બેઠા છે! જ્યાં સુધી તેમનો એટલે કે દ્રોણાચાર્યનો અંગૂઠો કાપવામાં નહીં આવે ત્યાં સુધી ન્યાય નહીં મળે."
BHUના કંટ્રોલર ઑફ એજ્યુકેશન એન. કે. મિશ્રાએ કહ્યું, “એકેડમિક કાઉન્સિલ વતી અશોક કુમાર સોનકર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની પીએચડીvr ડિગ્રી પાછી ખેંચી લેવામાં આવી છે. આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ."
BHUમાં ફેકલ્ટી ઓફ સોશિયલ સાયન્સના ડીન ડો પ્રો. બ્રિન્દા પરાંજપેએ કહ્યું કે, "અશોક કુમાર સોનકર વિરુદ્ધ સાહિત્યચોરીના આરોપો સાબિત થયા છે. આ ખૂબ જ ગંભીર ગુનો છે અને તેને જે સજા આપવામાં આવી છે તે ઘણી ઓછી છે. યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને એક દાખલો બેસાડી શકાય.”
આ પણ વાંચો: એન્જિનિયરિંગના પ્રોફેસરો ડિલિવરી બોયનું કામ કરી રહ્યા છે...