DICCI અને BYST મળીને 5000 દલિત યુવાનોને Job Creator બનાવશે

દલિત સમાજના યુવાનો પણ પોતાનો સ્વતંત્ર ધંધો અને બિઝનેસ કરતા થયા છે ત્યારે ડિક્કી સંસ્થા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

DICCI અને BYST મળીને 5000 દલિત યુવાનોને Job Creator બનાવશે

ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટ અને દલિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (DICCI) એ 5000 દલિત આંત્રપ્રિન્યોર્સને જોબ ક્રિયેટર્સ બનાવવા માટે નવી દિલ્હીમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ અંતર્ગત 20 ટકા મહિલાઓને પણ તેમાં સામેલ કરવામાં આવશે. આ સમજૂતીના માધ્યમથી BYST અને DICCI પાંચ હજાર યુવા દલિત ઉદ્યોગપતિઓને સલાહસૂચનો આપીને બિઝનેસમાં કેવી રીતે આગળ વધવું તે અંગે માર્ગદર્શન આપશે. સાથે આંત્રપ્રિન્યોર્સને બેંકિંગની પદ્ધતિ, ગ્રાહક સાથેના સંબંધો, બુક કીપીંગ, પ્રોજેક્ટની તૈયારીઓ અને વેચાણથી લઈને સોફ્ટ સ્કિલ વગેરેની પાયાની જાણકારીઓ અને ભાગીદારીઓ વિશેની સમજણ બીવાયએસટીના મેન્ટરો અને મેન્ટર ક્લિનિકોના નેટવર્ક દ્વારા આપવામાં આવશે.

વિવિધ બેંકો સાથે જોડાણ કરાયું

આ નિ:શુલ્ક તાલીમ કાર્યક્રમ (એન્ટ્રેપ્રેન્યોર ઓનલાઈન લર્નિંગ-ઈઓએલ) 2-3 દિવસ સુધી ચાલશે અને તે દલિત યુવાનોના બિઝનેસ આઈડિયાને વધુ સારો બનાવવામાં અને સચોટ વ્યાવસાયિક યોજનાઓ બનાવવા માટે મદદરૂપ થશે. બીવાયએસટી અને ડીઆઈસીસી સરળતાથી તેની સ્થાપના અને બિઝનેસ ચલાવવાની સુવિધા માટે પ્રતિ વ્યક્તિ સરેરાશ 4 લાખ રૂપિયાની લોન સાથે 250 દલિત યુવાનોને ક્રેડિટ લિંકેજ અને સલાહ આપવામાં મદદ કરશે. દલિત ઉદ્યોગપતિઓને સરળતાથી લોન મળી રહે તે માટે બીવાયએસટી દ્વારા બેંક ઓફ બરોડા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, ઈન્ડિયન બેંક, આઈડીબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને સેન્ટ્રલ બેંકના વ્યાપક માધ્યમનો સંપર્ક કરવામાં આવ્યો છે.

દલિત ઉદ્યોગપતિઓ સાથે ભેદભાવ થઈ રહ્યો છે

ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી લક્ષ્મી વેંકટરમણ વેંકટેશને જણાવ્યું હતું કે, દલિત સમાજે આજે પણ ભેદભાવનો સામનો કરવો પડે છે અને તેમના ઊંચા પગારની નોકરીઓ અને વ્યવસાયોમાં તકોની શોધમાં ઘણી સમસ્યાઓ નડે છે. મૂડી, સંસાધનો સુધી મર્યાદિત પહોંચ અને પરામર્શ સમર્થન જેવી મુશ્કેલીઓ પણ નડે છે, જે તેની સફળતામાં રોડાં નાખે છે. બેન્કિંગ સેક્ટર અને કોર્પોરેટ માહોલમાં જાતિ આધારિત ભેદભાવ સ્પષ્ટ છે, તેથી તકો સુધી ન્યાયસંગત પહોંચને સુવિધાજનક બનાવવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે. સમાવેશી અર્થવ્યવસ્થાના પોષણ માટે જાતિગત પૂર્વગ્રહો ઉન્મૂલન મહત્વપૂર્ણ છે. ડો. આંબેડકરે કહ્યું છે કે, જો તમે સન્માનજનક જીવન જીવવામાં વિશ્વાસ રાખો છો તો તમે સ્વસહાયતામાં વિશ્વાસ કરો છો, અને તે તમારી પોતાની જાતને સૌથી મોટી મદદ છે. આ શબ્દો મને ખૂબ પ્રભાવિત કરે છે.

દલિત ઉદ્યોગપતિઓની સાથે એસસી સમાજના વિકાસનું લક્ષ્ય

DICCI ના સંસ્થાપક પદ્મશ્રી ડૉ. મિલિંદ કામ્બલેએ કહ્યું કે, ડિક્કીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉદ્યોગપતિઓના સશક્તિકરણ માટે તેમના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણને સામેલ કરવામાં આવ્યા છે. નાના અને મોટા બંને પ્રકારના પ્રતિસ્પર્ધી વિનિર્માણ ઉદ્યોગોની સ્થાપના અને તેમને જાળવી રાખવા અને બાકીના વિશ્વ સાથે તેનું જોડાણના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે જરૂરી છે કે દલિત ઉદ્યોગપતિઓને ટેકો આપવામાં આવે, મજબૂતી પ્રદાન કરવામાં આવે અને સશક્ત બનાવવામાં આવે. અને બીવાયએસટી સાથેનું જોડાણ દલિત ઉદ્યોગપતિઓના વિકાસની સાથે સમગ્ર અનુસૂચિત જાતિની ક્ષમતાનો ઉપયોગ કરીને આર્થિક વિકાસને ગતિ પ્રદાન કરી શકે છે.

પાંચ શહેરોમાં બિઝનેસ ફેસિલિટેશન સેન્ટર ખોલાશે

ઉલ્લેખનીય છે કે, ડીક્કી ઈચ્છુક અને વર્તમાન અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિના ઉદ્યોગપતિઓની ઓળખ કરવા માટે પૂણે, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઈ, મુંબઈ, ભોપાલ અને જયપુરમાં બિઝનેસ ફેસિલિટેશન સેન્ટરનું સેટઅપ કર્યું છે.

આ પણ વાંચો:એક સમયે ઘરનું વાયરીંગ કરતા આ બહુજન યુવક પાસે આજે IIM-A, AMUL, Indian Railway જેવા ક્લાયન્ટ્સ છે!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • NAVIN N CHAUHAN
    NAVIN N CHAUHAN
    Good jobs creator I appreciate this work same way we should be alert in politics and try to teach our politicians as Dr Bhimrav Aambedkar said. there is no way to follow Dr.B R Aambedkar saheb
    2 months ago
  • Mahesh madhad
    Mahesh madhad
    Febrication work
    2 months ago
  • Babubhai Bipinbhai Makwan
    Babubhai Bipinbhai Makwan
    Bikmes footwear Gujarat
    2 months ago
  • Hareshbhai
    Hareshbhai
    9687731495
    2 months ago
  • Prashant Parashar
    Prashant Parashar
    Jai Bheem.. Namo Buddhay..
    2 months ago