તું ભલે સરપંચ હો, મારી સામે ખુરશીમાં બેસવાની હિંમત કેમ થઈ?
દલિત સરપંચને ગામના જાતિવાદી શખ્સે ખુરશી પર બેસવા પર માર માર્યો, કહ્યું - અમારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેમ થઈ?
દેશ આઝાદ થયાને આજકાલ કરતા 75 વર્ષ ઉપર થઈ ગયા, પણ જાતિવાદી તત્વોમાં પોતાની જાતિનો પાવર જરાય ઉતરતો જણાતો નથી. આ એ લોકો છે જે હજુ પણ અઢારમી સદીની માનસિકતામાં જીવે છે અને પોતાને જ રાજા સમજે છે. આવી જ એક ઘટનામાં એક જાતિવાદી શખ્સે એક દલિત સરપંચને માર માર્યો હતો.
દલિત સરપંચ પોતાના ઘરના આંગણામાં ખુરશી નાખીને બેઠા હતા, ત્યારે ગામનો એક જાતિવાદી શખ્સ ત્યાંથી પસાર થયો હતો. તેને એમ હતું કે, પોતાને જોતા જ સરપંચ ખુરશીમાંથી ઉભા થઈ જશે અને બે હાથ જોડીને ઉભા રહેશે, પણ એવું કશું થયું નહીં અને સરપંચ ખુરશીમાં જ બેસી રહ્યાં. એ જોઈને પેલાની અંદરનો જાતિવાદી શખ્સ જાગી ગયો હતો અને તેણે દલિત સરપંચ પર હુમલો કરી દીધો હતો. તેણે સરપંચને લાત મારીને ખુરશી પરથી નીચે પાડી દીધા હતા અને તું ભલે સરપંચ હો, મારી સામે ખુરશી નાખીને બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ, તેમ કહીને મારામારી કરી હતી. આ મામલે સરપંચે જાતિવાદી તત્વ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટના જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીંના ફતેહપુરમાંથી આ મામલો સામે આવ્યો છે. ઘટના કિશનપુર પોલીસ સ્ટેશનના એકડલામાં બની હતી. ગામના દલિત સરપંચ કમલેશ સોનકરના જણાવ્યા મુજબ, ગુરુવારે રાત્રે લગભગ આઠ વાગ્યે તેઓ તેમના ઘરની બહાર ખુરશી પર બેઠા હતા. એ દરમિયાન છયઆના શેરી સરૌલીમાં રહેતો વિપિન સિંહ તેમના દરવાજા આગળ આવ્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો બોલવા લાગ્યો.
તેણે કહ્યું કે, મારી સામે ખુરશી પર બેસવાની તારી હિંમત કેવી રીતે થઈ? જ્યારે સરપંચે તેને ગાળો ન બોલવા કહ્યું તો વિપિન સિંહ ગુસ્સે ભરાયો હતો અને તેણે સરપંચની ખુરશીને લાત મારીને નીચે પાડી દીધા હતા અને માર મારવો શરૂ કરી દીધો હતો. હોબાળો થતા આસપાસના લોકો આવી પહોંચ્યા હતા. એ પછી વિપિન સિંહ જાતિસૂચક ગાળો બોલતો ત્યાંથી જતો રહ્યો હતો.
આ પણ વાંચોઃ 'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે..' કહી દલિત સરપંચને માર્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
प्रियंकर जी शाक्यऐसे हरामी ओ के पिल्ले को ठीक करना ही चाहिए,कानून के जरिए एसो को सबक सिखाना चाहिए,और हमारी यूनिटी भी up me टूट रही हे,उनको फिर यूनाइट करो,और आगे बढ़ो