જૂનાગઢના ભગવાધારી બાબાએ ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું
ધર્મની આડમાં જાતીય ઈચ્છાઓ સંતોષતા ઢોંગી બાબાઓનો આપણે ત્યાં તોટો નથી. જૂનાગઢમાં એક આવા જ નકલી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હતું.

જૂનાગઢના એક અખાડા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક ભગવાધારી બાબાએ એક ટ્રાન્સજેન્ડર યુવતીનું જાતીય શોષણ કર્યું હોવાના આરોપો લાગ્યા છે. બાબા અને ટ્રાન્સજેન્ડર યુવતીની અનેક રીલ્સ ઈન્સ્ટાગ્રામ પર ફરી રહી છે. આ બાબાનું નામ ગોવિંદગિરી હોવાનું અને તે જૂનાગઢના અખાડા સાથે સંકળાયેલો હોવાનો તે દાવો કરે છે. ટ્રાન્સજેન્ડર યુવતી પણ જૂનાગઢની જ વતની છે. તેણે બાબા પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ ભાગીદારે પૈસાની છેતરપિંડી કર્યાની પણ વાત કરી છે.
ટ્રાન્સજેન્ડર યુવતી અને ગોવિંદગિરીની ઈન્સ્ટાગ્રામ પર ઘણી અશ્લિલ તસવીરો છે. જેમાં તેઓ સાથે ફરતા અને ડાન્સ કરતા દેખાય છે. ચોંકાવનારી વાત એ છે કે, બંને સોશિયલ મીડિયા પર ઘણી બધી રીલ શેર કરતા હતા અને તેમના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. સામે પક્ષે ગોવિંદગિરીએ બચાવમાં કહ્યું છે કે આ સનાતનને બદનામ કરવાનો પ્રયાસ છે.
ટ્રાન્સજેન્ડર યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશન જઈને સાધુ ગોવિંદગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, ગોવિંદગિરી લગ્નના બહાને તેની સાથે સંબંધો રાખતો હતો, પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો.
યુવતીએ વધુમાં જણાવ્યું કે ગોવિંદગિરી મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. તે ઘણા મહિનાઓ સુધી તેની સાથે રહેતી હતી. યુવતીએ ગોવિંદગિરી પર રૂ. ૫૦ હજારની છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. યુવતીનું કહેવું છે કે પૈસા લીધા બાદ ગોવિંદગિરી તેને છોડીને જતો રહ્યો હતો અને તેનો ફોન પણ બંધ કરી દીધો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: લંડનમાં 22 વર્ષમાં 1320 રેપ કરનાર ઢોંગી ભારતીય બાબા પર કેસ નોંધાયો