ગર્વની ઘડી : વાલ્મિકી સમાજના Kailash Makwana બન્યા મધ્યપ્રદેશના DGP
દેશભરના બહુજન સમાજની છાતી ગર્વથી ફૂલી જાય તેવા સમાચાર છે. મધ્યપ્રદેશના DGP તરીકે વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ પદભાર સંભાળ્યો છે.
દેશભરના સમસ્ત બહુજન સમાજ માટે ગઈકાલનો દિવસ ખૂબ મહત્વનો રહ્યો. મધ્યપ્રદેશ (MP)માં વાલ્મિકી સમાજમાંથી આવતા IPS Kailash Makwana એ રાજ્યના DGP તરીકે પદભાર સંભાળ્યો છે. જે જાતિના લોકોને કથિત સવર્ણો અસ્પૃશ્ય ગણીને ઘરના આંગણામાં પણ પ્રવેશવાથી દૂર રાખે છે તે સમાજમાંથી આવતી એક વ્યક્તિ આજે રાજ્યના પોલીસ વિભાગના સર્વોચ્ચ પદે બિરાજમાન થઈ છે તે વાત કોઈ પરીકથાથી જરાય ઉતરતી નથી. IPS Kailash Makwana ની પ્રામાણિક છબિને કારણે અત્યાર સુધીમાં 7 વખત ટ્રાન્સફર થઈ ચૂકી છે. ભ્રષ્ટ્રાચારીઓ તેમના નામથી થથરે છે. પ્રામાણિક અધિકારી તરીકેની તેમની છાપને કારણે અગાઉ તેમણે ઘણું સહન કરવું પડ્યું છે. પણ હવે તેમને તેમની ઈમાનદારીનું ફળ મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.
IPS કૈલાશ મકવાણાને મધ્યપ્રદેશના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મધ્યપ્રદેશ કેડરના 1988 બેચના IPS છે. તેઓ પોતે પણ મધ્યપ્રદેશના છે. IIT માંથી M.Tec કર્યા બાદ તેણે UPSCની પરીક્ષા પાસ કરી હતી. એ પછી છત્તીસગઢમાં રાયપુર, દંતેવાડા, બસ્તરમાં સેવા આપી હતી. છેલ્લે તેઓ મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન પદે હતા અને હવે તેમણે મધ્યપ્રદેશના 32મા ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.
IPS Kailash Makwana ને મધ્યપ્રદેશના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન ડીજીપી સુધીર કુમાર સક્સેના આ મહિને 30મી નવેમ્બરે નિવૃત્ત થવાના હોવાથી મુખ્યમંત્રી મોહન યાદવ તેમની યુકે અને જર્મની યાત્રા પર જતા પહેલા Kailash Makwana ને તેમના સ્થાને ડીજીપી તરીકે નિયુક્ત કરવાની મહોર મારી દીધી હતી. એ પછી ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી એસએન મિશ્રાએ Kailash Makwana ના નામે આદેશ જારી કર્યો હતો.
મધ્યપ્રદેશ સરકારે UPSCને નવ વરિષ્ઠ IPS અધિકારીઓના નામોની પેનલ મોકલી હતી. 21 નવેમ્બરે દિલ્હીમાં UPSCની બેઠક યોજાઈ હતી જેમાં UPSC તરફથી ત્રણ નામોની પેનલ તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી. જેમાં 1988 બેચના IPS IPS Kailash Makwana નું નામ તેમાં પ્રથમ નંબરે હતું. આ ઉપરાંત 88 બેચના IPS અને DG હોમગાર્ડ અરવિંદ કુમાર અને 1989 બેચના IPS અને DG EOW અજય શર્માના નામ પણ પેનલમાં હતા. જેમાં મુખ્યમંત્રી મોહન યાદવે IPS Kailash Makwana ના નામ પર સહમતિ દર્શાવી હતી. મકવાણાનો કાર્યકાળ 30 ડિસેમ્બર 2025 સુધી રહેશે.
જન્મ અને શિક્ષણ
Kailash Makwana નો જન્મ 11 ડિસેમ્બર 1965ના રોજ મધ્યપ્રદેશના માલવાંચલમાં થયો હતો. તેમણે MACT (મેનિટી) એન્જિનિયરિંગ કોલેજ, ભોપાલમાંથી બેચલર ઑફ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. અભ્યાસ દરમિયાન તેમને 15મી ઓગસ્ટ 1983ના રોજ સમૂહ ગાયનમાં પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. તાજેતરમાં જ 18 નવેમ્બરે તેમણે એ ઇનામ મેળવ્યાનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ત્યારબાદ દિલ્હી IITમાંથી M.Tech નો અભ્યાસ કર્યો. એમટેક કર્યા પછી તેમણે યુપીએસસી ક્રેક કરી અને આઈપીએસ બન્યાં.
પ્રોફેશનલ કરિયર
Kailash Makwana 30 ઓગસ્ટ 1988ના રોજ IPS સેવામાં જોડાયા હતા. તાલીમ પૂર્ણ કર્યા પછી તેઓ અવિભાજિત મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં રહેતા હતા. તેઓ 1989 થી 1993 સુધી દુર્ગ, મુરૈના અને જબલપુરના એડિશનલ એસપી હતા. ત્યારબાદ 1994 થી 1999 સુધી તેઓ અવિભાજિત મધ્ય પ્રદેશ (હવે છત્તીસગઢ) ના દંતેવાડા અને બસ્તર જિલ્લાઓમાં એસપી હતા. આ સિવાય મધ્યપ્રદેશના મંદસૌર અને બેતુલમાં પણ એસપી રહ્યા. એસપી લોકાયુક્ત ઉપરાંત તેઓ ડીઆઈજી ઈન્ટેલિજન્સ અને ડીઆઈજી એજેકે, સીઆઈડી અને નાર્કોટિક્સ વિભાગના સ્પેશિયલ ડીજી, લોકાયુક્તના ડીજી અને એડીજી નાર્કોટિક્સ, એડીજી ઇન્ટેલિજન્સ અને એડીજી એડમિનિસ્ટ્રેશન પણ રહી ચૂક્યા છે. 2022 થી તેઓ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડીજીનો હવાલો સંભાળી રહ્યા હતા અને હવે તેઓ રાજ્યના ડીજીપી પદે છે.
પ્રામાણિક છબીના કારણે સાડા ત્રણ વર્ષમાં 7 વખત બદલી થઈ
Kailash Makwana ની ગણતરી તેજતર્રાર અને પ્રમાણિક પોલીસ અધિકારીઓમાં થાય છે. તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે, છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં તેમની સાત વખત બદલી થઈ હતી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કમલનાથની સરકારમાં પણ તેમને ઓછા સમયમાં ત્રણ વખત ટ્રાન્સફર કરી દેવાયા હતા. Kailash Makwana એ શિવરાજસિંહ ચૌહાણની સરકારના કાર્યકાળ દરમિયાન લોકાયુક્તના ડીજીનું પદ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન, તેણે એક IAS અને એક IFS વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ભ્રષ્ટાચાર સામેની કાર્યવાહી ઝડપી કરીને લાંબા સમયથી પડતર કેસોની તપાસ શરૂ કરી હતી. મકવાણાએ મહાકાલ લોક કોરિડોરમાં થયેલા કૌભાંડો અંગે તેમના હેઠળના ટેકનિકલ સેલમાંથી તપાસ શરૂ કરી હતી. જો કે, તત્કાલીન શિવરાજ સરકારે તેમના નિર્ણય પર નારાજગી દર્શાવતા, તેમને 6 મહિનામાં જ લોકાયુક્ત પદેથી હટાવી દીધા અને તેમને મધ્યપ્રદેશ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના અધ્યક્ષ બનાવી દીધા હતા અને તેમની જગ્યાએ શિવરાજ સિંહના ઓએસડી યોગેશ ચૌધરીને લોકાયુક્તના ડીજી બનાવવામાં આવ્યા હતા.
સરકારે 10 માંથી 10 માર્ક્સ આપ્યા
ત્યારે એવું માનવામાં આવતું હતું કે યોગેશ ચૌધરી સાથે Kailash Makwana ને બહુ બનતું નથી. તેમને હટાવવાની સાથે જ તેમની પ્રામાણિકતા પર આંગળીઓ ચિંધવાનું શરૂ થયું હતું. જો કે આ બધા પડકારોમાંથી તેઓ સાંગોપાંગ પાર ઉતર્યા હતા. તેમણે 9 મહિના પહેલા મધ્યપ્રદેશ સરકારને તેની ગોપનીય પ્રોફાઇલ સુધારવા માટે અપીલ કરી હતી. તેમણે રિપ્રેઝન્ટેશન મોકલીને સરકારને કહ્યું હતું કે જ્યારે તેઓ 6 મહિના માટે લોકાયુક્તમાં ડીજી હતા, ત્યારે પ્રભાવશાળી અધિકારીઓ સામે તપાસ કરતી વખતે તેમનો ACR જાણીજોઈને ખરાબ કરવામાં આવ્યો હતો, જેના પર સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તત્કાલીન મોહન યાદવ સરકારે Kailash Makwana ની ગુપ્ત પ્રોફાઇલ સુધારી હતી. મળતી માહિતી મુજબ મોહન યાદવ સરકારે તેમને 10માંથી 10 માર્ક્સ આપ્યા હતા.
ગત શનિવારે વિદેશ પ્રવાસે જતા પહેલા મુખ્યમંત્રી મોહન યાદવે Kailash Makwana ના નામની મંજૂરી આપી હતી. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રી મોહન યાદવના પરત ફર્યા બાદ જ મકવાણા ઔપચારિક રીતે તેમની સામે ડીજીપીનો ચાર્જ સંભાળશે. તેમનો કાર્યકાળ 30 ડિસેમ્બર 2025 સુધી રહેશે.
આ પણ વાંચો: ગરીબ દલિત માબાપના 'જયંતિલાલ' ની 'જે.બી. સિમેન્ટ' ના માલિક સુધીની સફર
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Narendrakumar BamaniyaFirst my Best msg convey to our honorable Kaushik Makwana Saheb IPS.congralaution.i saulate to u Sir