ભારત બંધ Live update: બિહારમાં રસ્તા સૂમસામ, ક્યાંક આગની ઘટના
આજે એસસી એસટી અનામતના પેટાવર્ગીકરણના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન અપાયું છે. જેને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. વાંચો ક્યાં શું થયું...
21 august Bharat Band: SC-ST અનામતને લઈને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. અનામત બચાવો સંઘર્ષ સમિતિના આ બંધને અનેક પક્ષોએ સમર્થન આપ્યું છે. બંધના એલાનને લઈને આજે સવારે બિહારના વૈશાલીમાં લોક જનશક્તિ પાર્ટી(LJP) રામવિલાસ પાર્ટીના કાર્યકરોએ હાજીપુર રામશીશ ચોકને બ્લોક કરી દીધો હતો. રોડ પર ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. હાજીપુર, છપરા, મુઝફ્ફરપુર, પટના, સિવાન, સોનપુર રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.
આ તરફ બસપા સુપ્રીમો માયાવતીએ ભારત બંધને સમર્થન આપતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે બસપા ભારત બંધને સમર્થન આપે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ દ્વારા અનામત વિરોધી ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેમની મિલીભગતથી અનામતને બિનઅસરકારક બનાવી દઈને આખરે તેને ખતમ કરી દેવાનું આ ષડયંત્ર છે. 1 ઓગસ્ટ, 2024ના રોજ, એસસી-એસટીના પેટા વર્ગીકરણ અને તેમની વચ્ચે ક્રીમી લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે લોકોમાં ગુસ્સો છે અને અમે તેને જરાય સાંખી લેવા તૈયાર નથી.
આ પણ વાંચો: મહાસંમેલનમાં સૌનો એક જ સૂરઃ સરકારની મેલી મુરાદ પૂરી નહીં થવા દઈએ
રાષ્ટ્રીય જનતા દળ (RJD) એ 21 ઓગસ્ટે યોજાનાર ભારત બંધને સમર્થન આપ્યું છે. પાર્ટીએ કહ્યું કે બંધ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયના વિરોધમાં છે, જે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ની અનામતના 'ક્વોટાની અંદર ક્વોટા'ની વાત કરે છે, જેના કારણે ઘણા જૂથોએ વિરોધ કર્યો છે. આનાથી અનામતનો મૂળ ઉદ્દેશ્ય નષ્ટ થઈ જાય છે.
આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે ડૉ.ભીમરાવ આંબેડકરે અનામતની વ્યવસ્થા સમાજમાંથી અસ્પૃશ્યતાને ખતમ કરવા માટે બનાવી હતી, આર્થિક સ્થિતિના આધારે નહીં. RJD ત્યાં સુધી વિરોધ કરશે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય પરત ન ખેંચાય. અમે SC-ST માટેની અનામતને સામાજિક ભેદભાવના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, જ્યાં સુધી સામાજિક ભેદભાવ ચાલુ રહેશે ત્યાં સુધી અનામત પણ ચાલુ રહેવી જોઈએ. મામલો સામાજિક અસમાનતાનો છે, આર્થિક અસમાનતાનો નહીં.
SC-ST અનામતને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનોએ મોરચો ખોલ્યો છે. અનામત બચાવો સંઘર્ષ સમિતિના આ બંધને દેશભરમાં વ્યાપક જનસમર્થન મળ્યું છે. “ભારત બંધ”ને સમાજવાદી પાર્ટીનું પણ સંપૂર્ણ સમર્થન છે. સમાજવાદી પાર્ટીના અધિકારીઓ, કાર્યકરો, સંગઠનો અને નેતાઓ “ભારત બંધ”માં ભાગ લઈ રહ્યાં છે. આ સાથે જ ભારત બંધને બહુજન સમાજ પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. બસપાએ તમામ નાના-મોટા કાર્યકરોને ભારત બંધમાં ભાગ લઈ રહ્યાં છે. આ સિવાય બીજી અનેક પાર્ટીઓએ પણ બંધને સમર્થન આપ્યું છે અને તેના સેંકડો કાર્યકરો બંધના સમર્થનમાં ઉતર્યા છે.
આ પણ વાંચો: કરો યા મરોઃ અનામતમાં ભાગલા મુદ્દે 21 ઓગસ્ટે દેશવ્યાપી બંધનું એલાન
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Chatur duleraGood