રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી છે.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે ગઢડામાં 25 વર્ષથી માથાભારે તત્વોએ પચાવી પાડેલી જમીન માલિકોને પરત અપાવી

ગામડાઓમાં આજે પણ આવકનું મુખ્ય સાધન ખેતીની જમીન છે. કથિત ઉચ્ચ જાતિના લોકો આ બાબત બરાબરના સમજે છે, અને એટલે જ તેઓ દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતિ સમાજ પાસેથી ખેતીલાયક જમીન આંચકી લેવાની એક પણ તક જતી નથી કરતા. આવો જે એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામમાં આજથી 25 વર્ષ પહેલા નોંધાયો હતો. 


અહીં 25 વર્ષ પહેલા સરકારે ટોચમર્યાદા હેઠળ બે પરિવારોને 32 વીઘા જમીન ફાળવી હતી. પણ અહીંના અમુક માથાભારે તત્વોએ આ જમીન દલિત પરિવારો પાસેથી પચાવી પાડી હતી. 25 વર્ષથી આ લોકો જમીનનો કબજો જમાવી બેઠા હતા તેથી જમીનના માલિકે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને ફરિયાદ કરી હતી. આથી તેના રાષ્ટ્રીય કન્વીનર જિગ્નેશ મેવાણી સહિત સ્થાનિક આગેવાનોની દરમિયાનગીરીથી આખરે પીડિત પરિવારોની તેમની જમીન પરત મળી છે.

આજથી 25 વર્ષ પહેલા વાવડી ગામમાં રહેતા દલાભાઈ લાલાભાઈ અને વાલાભઈ હીરાભાઈને સરકારે ટોચમર્યાદાના કાયદા હેઠળ 32 વીઘા જમીન ફાળવી હતી. પરંતુ આ જ ગામના કેટલાક અસામાજિક તત્વોએ જમીન પચાવી પાડી હતી. તેથી તેમણે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ કિર્તીભાઈ ચાવડાને રજૂઆત કરી હતી, તેથી કિર્તીભાઈ ચાવડાએ ગઢડા નાયબ મામલતદાર અને સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરી હતી.

ગઈકાલે 6 ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય કન્વીનર જિગ્નેશ મેવાણીની સાથે પ્રમુખ કિર્તીભાઈ ચાવડા, નાથાલાલ મકવાણા, ડુંગરભાઈ સોલંકી, અશ્વિન મેરીયા, યોગેશભાઈ વાઘેલા, જયંતિભાઈ મેરીયા સહિતના કાર્યકરોએ વાવડી પહોંચી માથાભારે તત્વો પાસેથી જમીન પરત મેળવી જમીનના મૂળ માલિક દલાભાઈ લાલાભાઈ અને વાલાભઈ હીરીભાઈને જમીન સોંપી હતી. એટલું જ નહિ ગઢડા નાયબ મામલતદાર અને સ્થાનિક અધિકારીઓએ વાવડી ગામે પહોંચી પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે જમીનના મૂળ માલિક દલાભાઈ લાલાભાઈ અને વાલાભઈ હીરીભાઈને જમીનમાં પ્રવેશ કરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અગાઉ પણ આવી મજબૂત કામગીરી કરી ચૂક્યો છે. કચ્છ સહિત ગુજરાતના અનેક ગામોમાં આ રીતે દલિત, આદિવાસીઓ કે અન્ય સમાજના લોકોની જમીનો માથાભારે જાતિવાદી તત્વોએ પડાવી લીધી હોય કે ગેરકાયદે કબ્જો જમાવ્યો હોય તેવા કેસોમાં દલિત અધિકાર મંચના કાર્યકરો સક્રિય ભૂમિકા ભજવી પીડિતોને ન્યાય અપાવી રહ્યાં છે. આ કામગીરી જિગ્નેશ મેવાણી ધારાસભ્ય બન્યાં પછી વધુ આક્રમક રીતે થઈ રહી છે.

આ પણ વાંચો : વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under-23 ક્રિકેટ ટીમની કેપ્ટન

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.