દિલ્હીની તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝિટીવ, 200 કેદીઓને સિફિલિસ
દિલ્હીની તિહાર જેલમાંથી એક ખળભળાટ મચાવતા સમાચાર સામે આવ્યા છે. અહીં મેડિકલ ચેકઅપ દરમિયાન 125 કેદીએ એચઆઈવી પોઝિટીવ મળી આવ્યા છે.
દિલ્હીની તિહાર જેલ આમ તો તેમાં રહેલા ખૂંખાર કેદીઓ અને તેની વ્યવસ્થાને લઈને ચર્ચામાં આવતી હોય છે. પરંતુ આ વખતે અહીંથી જે સમાચાર આવ્યા છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. મળતી માહિતી મુજબ તિહાર જેલમાં ૧૨૫ કેદીઓ એચઆઇવી પોઝિટિવ મળી આવ્યા છે. આ સિવાય 200 કેદીઓ સિફિલિસ રોગ જોવા મળ્યો છે. આ સમાચાર આવતા જ દેશભરમાં હોબાળો મચી ગયો છે. દિલ્હીની તિહાડ જેલમાં ત્રણ જેલ છે, તિહાર, રોહિણી અને મંડોલી. અહીં જ આ ચેપગ્રસ્ત કેદીઓ મળી આવ્યા છે.
તિહારમાં અંદાજે 10,500 કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ જેલમાં અંદાજે ૧૪,૦૦૦ કેદીઓ છે. સમયાંતરે અહીં કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ નવા ડીજી સતીશ ગોલચાએ તિહાર જેલનો હવાલો સંભાળ્યા બાદ મે અને જૂન મહિનામાં સાડા દસ હજાર કેદીઓનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું, જેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી હતી.
આ પણ વાંચો: "હવે મારાથી સહન નથી થતું", ઉનાકાંડના આંદોલનકારી કાંતિભાઈ વાળાનો જેલમાંથી હૃદયદ્રાવક પત્ર
10.500 કેદીઓના એચઆઈવી ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧૨૫ કેદીઓને એઈડ્સગ્રસ્ત જણાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેદીઓને તાજેતરમાં એઇડ્સ થયો નથી, પરંતુ અલગ-અલગ સમયે અને જ્યારે આ કેદીઓ બહારથી જેલમાં આવ્યા ત્યારે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ એચઆઇવી પોઝિટિવ હતા. જેલમાં આવતા પહેલા કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. અને આ કેદીઓ ત્યારથી એઈડ્સનો શિકાર હતા.
આ પણ વાંચો: ભારતના બંધારણનો આરંભ ‘અમે ભારતના લોકો’ શબ્દોથી થાય છે, એનો અર્થ એ કે ભારત ઈશ્વરે સર્જેલી ઘટના નથી
હવે ફરી જ્યારે કેદીઓની તપાસ કરવામાં આવી ત્યારે માત્ર આ ૧૨૫ કેદીઓ જ એઈડ્સનો શિકાર હોવાનું જણાયું હતું. આ સિવાય સાડા દસ હજાર કેદીઓમાંથી ૨૦૦ કેદીઓ સિફિલિસથી પીડિત જોવા મળ્યા હતા.
કેદીઓની તપાસમાં ટીબીનો એકપણ કેસ સામે આવ્યો નથી. તિહાર જેલના પ્રોટેક્ટીવ સર્વે વિભાગે એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલના સહયોગથી મહિલા કેદીઓ માટે સર્વાઈકલ કેન્સર ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે કારણ કે ઘણીવાર મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ હોય છે. આ ટેસ્ટ સાવચેતીરૂપે કરવામાં આવે છે જેથી જો કોઈના સર્વાઈકલ કેન્સર ટેસ્ટ પોઝિટીવ આવે તો તેને શરૂઆતમાં જ સારી સારવાર આપી શકાય. એવું નથી કે આ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ કેન્સરની ખબર પડી જાય છે, પરંતુ તેનાથી ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા જણાય તો સમયસર ટેસ્ટ કરાવીને સારવાર કરી શકાય છે.
આ પણ વાંચો: દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB